________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૨ થી ૪૪૪
મારાથી કરાયેલાં તેવાં કર્મો છે એ પ્રકારે ચિંતવન કરીને રોગાદિ અવસ્થામાં પણ શમભાવને અનુકૂળ ઉદ્યમ કરનારા જીવતે, સુગતિમાં ગમન હોવાથી મરણ શ્રેય છે.
તપનિયમમાં સુસ્થિત સાધુને=વિશિષ્ટ ગુણમાં અધ્યાસ કરનારા સાધુને, જીવિત પણ અને મરણ પણ કલ્યાણ છે=પથ્ય છે, કયા કારણથી કલ્યાણ છે ? એથી કહે છે જો તેઓ જીવે છે તો ગુણોનું અર્જન કરે છે=ગુણોની વૃદ્ધિ કરે છે, મરેલા છતાં સ્વર્ગ-મોક્ષરૂપ સુગતિને પામે છે, આથી જ બન્ને રીતે પણ=જીવિત અને મરણ બન્ને રીતે પણ, કંઈ અનર્થ નથી, પાપકર્મ કરનારા ચોર વગેરેને મરણ અહિત છે, જીવિત અહિત છે, કયા કારણથી બન્ને અહિત છે ? એથી કહે છે મરેલા એવા તેઓ અંધકારમાં=નરકરૂપ અંધકારમાં, પડે છે, જીવતા છતાં વૈરને=વૈરનું હેતુપણું હોવાથી પાપલે, વધારે છે, આથી બન્ને રીતે પણ અનર્થ છે. ।।૪૪૨થી ૪૪૪।।
ભાવાર્થ:
૯૩
=
ગાથા-૪૩૯માં દુર્દર દેવના વચનથી જીવન-મરણ વિષયક ચાર વિકલ્પો બતાવેલા, તે વિકલ્પોને સ્પષ્ટ કરતાં કહે છે
જે રાજા વગેરે આરંભ-સમારંભમાં પ્રવર્તે છે, તેમનું ચિત્ત અન્ય ભવોથી નિવર્તન પામીને નરકમાં નિરુદ્ધ થયેલું છે; કેમ કે નરકમાં જવાને અનુકૂળ ક્લિષ્ટ ચિત્ત પરિણતિવાળા છે, તેમને જીવિત શ્રેય છે; કેમ કે સ્થૂલ દૃષ્ટિથી રાજા હોવાથી વર્તમાન ભવમાં સુખપૂર્વક જીવે છે તે અપેક્ષાએ તેઓ જીવે તેમાં જ તેમનું હિત છે, મર્યા પછી દુર્ગતિને પામશે, જોકે જીવતા પણ તેઓ પાપ કરે છે, છતાં સ્કૂલ વ્યવહા૨થી ચોર વગેરે જેવા પાપી નથી, પરંતુ ભોગવિલાસ કરનારા છે તેમ કહેવાય છે. વળી કૃષ્ણ મહારાજા વગેરે જેવાએ નરકનું આયુષ્ય બાંધ્યુ છે તે અપેક્ષાએ તેઓ જીવે તે તેમને માટે શ્રેય છે; કેમ કે અહીં સુખપૂર્વક જીવે છે અને માર્ગાનુસા૨ી બુદ્ધિ હોવાથી આત્મહિત પણ સાધે છે. જ્યારે પરલોકમાં મૃત્યુ પછી તેમને નરકની પ્રાપ્તિ છે.
વળી જે મહાત્માના શ૨ી૨માં ઘણા રોગો છે અને તે વેદના સહન કરવી અત્યંત દુષ્કર હોય અથવા જે મહાત્માને વાયુનો અત્યંત પ્રકોપ છે, તેથી અસ્વસ્થ રહે છે. આમ છતાં ભગવાનના વચનથી ભાવિત હોવાને કારણે પોતે કરેલા કર્મનું આ ફળ છે, તેમ ભાવન કરીને જેમનું ચિત્ત તત્ત્વને અભિમુખ જાય છે તેઓ મરીને અવશ્ય સુગતિમાં જશે તેવો નિર્ણય થાય છે, તેવા જીવોને મરણ જ શ્રેય છે; કેમ કે વર્તમાન ભવમાં તેઓ શરીરની પીડાથી અસ્વસ્થ છે અને મૃત્યુ પછી સુગતિમાં સ્વસ્થતા પામશે. વળી સનત્કુમાર ચક્રવર્તી ઘણા ઘણા રોગોથી આક્રાંત દેહવાળા હતા તોપણ તે રોગોથી સંયમની વૃદ્ધિને કરતા હતા. તેથી તેઓ માટે જીવિત પણ શ્રેય છે અને મૃત્યુ પણ શ્રેય છે. વળી જેઓ આરાધક છે, પરંતુ પૂર્વના પાપના ઉદયથી રોગી છે અને રોગની પીડાથી વિહ્વળ પણ થાય છે અને પોતાના પરાક્રમના બળથી વિશુદ્ધ અધ્યવસાય પણ કરે છે એવા જીવોને અનશન વગેરે દ્વારા મરણ સ્વીકારવું એ શ્રેય છે; કેમ કે તેમને વર્તમાનની પીડા શમભાવની વૃદ્ધિનું કારણ નથી, પરંતુ સ્ખલનાનું કારણ છે તોપણ