SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૧૬ ગાથા : जहं दाइयम्मि वि पहे, तस्स विसेसे पहस्सऽयाणंतो । पहिओ किलस्सइ च्चिय, तह लिंगायारसुयमित्तो ।।४१६।। ગાથાર્થ : જેમ દેખાડાયેલા પણ માર્ગમાં તે માર્ગના વિશેષોને નહિ જાણતો પથિક ક્લેશ પામે છે જ, તેમ લિંગ અને આચાર માત્રના બોધવાળા સાધુ ક્લેશને પામે છે. ll૪૧૬ll ટીકા - यथा दर्शितेऽपि पथि केनचिद्दिङ्मात्रतया तस्य विशेषान् ग्रामतदन्तरालसभयनिर्भयादीन् पथस्याजानन् पथिकः क्लिश्यत एव, बुभुक्षाचौरादिभिर्विबाध्यत एव, तथा तेनैव प्रकारेण लिङ्गाचारश्रुतमात्रः क्लिश्यते बह्वपायैर्बाध्यते, तत्र लिङ्गं रजोहरणादिर्वेषः, आचारः स्वबुद्ध्या क्रिया, श्रुतमात्रं विशिष्टार्थरहितं सूत्रमानं, ततश्च लिङ्गाचाराभ्यां सह श्रुतमात्रं यस्य स तथेति ।।४१६ ।। ટીકાર્ય : યથા શિપિ ... તથતિ છે જેમ બતાવાયેલા પણ માર્ગમાં કોઈક વડે દિશામાત્રપણાથી બતાવેલા માર્ગમાં, તેના વિશેષોને=માર્ગનાં ગામો, તેના અંતરાલ પ્રદેશો, ભયવાળા, ભય વગરના વગેરે વિશેષોને, નહિ જાણતો પથિક ક્લેશને પામે છે જ=સુધા, ચોર વગેરેથી પીડા પામે છે જ, તે જ પ્રકારથી લિંગ અને આચારમાત્રના બોધવાળા સાધુ ક્લેશને પામે છે=ઘણા અપાયોથી પીડા પામે છે, ત્યાં લિંગ રજોહરણ વગેરે વેષ છે, આચાર સ્વબુદ્ધિથી ક્રિયા છે, શ્રતમાત્ર વિશિષ્ટ અર્થરહિત સૂત્રમાત્ર છે અને તેથી લિંગ અને આચારની સાથે શ્રતમાત્ર છે જેને તે તેવા છે=લિંગાચાર સાથે સંબંધવાળા જ્ઞાનમાત્રવાળા છે. ૪૧૬ti ભાવાર્થ : જેમ કોઈ નગર તરફનો માર્ગ કોઈ શિષ્ટ પુરુષે કોઈને બતાવ્યો હોય તે માર્ગે જવાથી તે નગરમાં પહોંચી શકાય, તોપણ તે માર્ગમાં વચમાં કયાં ગામો આવશે ? ત્યાં આહાર-પાણી વગેરેની કઈ વ્યવસ્થા છે, કયા સ્થાને ચોર વગેરેનો ભય છે, ક્યા સ્થાને ભય નથી વગેરે વિશેષને જે જાણતો નથી, તે પથિક તે નગર તરફ જવા પ્રયાણ કરે ત્યારે તે તે ગામોમાં આહારાદિ ન મળે તો સુધાદિથી પીડાય છે, ચોરહિંસક પ્રાણી વગેરેના ઉપદ્રવોથી પીડાય છે, તેથી ક્લેશરહિત ઇષ્ટ સ્થાનમાં જવા સમર્થ બનતો નથી. એટલું જ નહિ, પણ માર્ગમાં થતા અનેક ક્લેશોને કારણે ઇષ્ટ સ્થાને પહોંચવાને બદલે મૃત્યુ પણ થાય, તે રીતે સંસાર અવસ્થાથી પર એવા મોક્ષ નગરમાં જવાનો પથ બાહ્ય સંગનો ત્યાગ કરીને વીતરાગ થવાના યત્ન સ્વરૂપ છે, એવો સામાન્ય બોધ છે અને રજોહરણાદિ વેષ અને તેને અનુરૂપ સંયમના
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy