________________
૪૯
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૫-૧૬
સૂત્રમાં જે પ્રમાણે જે કહેવાયું છે, તે પ્રમાણે જો તે છે, તેની વિચારણા નથી, તો દષ્ટિપ્રધાન એવા પુરુષો વડે કાલિક અનુયોગ કેમ જોવાયો ? ઈત્યાદિ. ૪૧૫ા ભાવાર્થ :
જે સાધુ ભવથી વિરક્ત થયેલા છે, કલ્યાણના અત્યંત અર્થી છે, કંઈક શાસ્ત્રો ભણ્યા છે તોપણ સર્વજ્ઞનાં વચનો વીતરાગનાં વચનો છે અને વીતરાગનું દરેક વચન વીતરાગતાની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ સદ્દીર્ય ઉલ્લસિત કરે તે રીતે સર્વ બાહ્ય આચારોનું વિધાન કરે છે. આ પ્રકારનો સામાન્ય બોધ કદાચ હોય તોપણ સંયમનાં તે તે અનુષ્ઠાનો કઈ રીતે કયા સંયોગમાં વીતરાગતાનું કારણ બને તે રીતે તે તે પુરુષને આશ્રયીને નિર્ણય કરી શકે તેવી જેમની પ્રજ્ઞા નથી તેઓ અપરિનિશ્ચિત આગમના સદ્ભાવવાળા છે અર્થાત્ આગમનાં તે તે વચનોનું પારમાર્થિક તાત્પર્ય શું છે તેને જાણનારા નથી, છતાં ભગવાનના વચનને પ્રમાણ માનનારા છે, તેથી વિશિષ્ટ વ્યાખ્યાન રહિત સૂત્રનું અવલંબન લઈને તે તે ક્રિયાઓ શુદ્ધ કરવા યત્ન કરે છે અને સ્વમતિ અનુસાર ઉત્સર્ગ-અપવાદને જોડનારા ઘણા સાધુને જોઈને તેમની અનુચિત પ્રવૃત્તિથી તેમનું ચિત્ત વિમુખ થયેલું હોવાથી સૂત્રમાં કહેલા ઉત્સર્ગ માર્ગ પ્રત્યે બદ્ધ રાગવાળું બને છે, પરંતુ ઉત્સર્ગ સૂત્ર કઈ રીતે સંયમ સ્થાનની વૃદ્ધિનું કારણ છે ? તેના પરમાર્થને જાણવા સમર્થ નથી અને ઉત્સર્ગ સૂત્રથી જ્યારે નિગ્રંથભાવ અતિશય કરવો દુષ્કર જણાય ત્યારે અપવાદનું અવલંબન પણ ભગવાનના વચન સ્વરૂપ જ છે અને અપવાદથી ગુણસ્થાનકની વૃદ્ધિનું રક્ષણ થાય છે, તેના પરમાર્થને જાણતા નહિ હોવાથી તેમની તપ-સંયમની આચરણા ભગવાનના વચનાનુસાર નિગ્રંથભાવની વૃદ્ધિનું કારણ નહિ હોવાથી જેમ અન્ય દર્શનના દેશઆરાધક સાધુ પંચાગ્નિ તપ વગેરે કરે છે, તેમ ભગવાનના પ્રવચનના સાધુને એકેન્દ્રિયાદિનો બોધ, ષકાયનું પાલન, ભિક્ષાના બેતાલીસ દોષોના પરિહારપૂર્વક શુદ્ધ ભિક્ષામાં યત્ન હોવા છતાં અને બાહ્યથી પંચાગ્નિ તપ કરનારાથી તેમનું અનુષ્ઠાન જુદું પડતું હોવા છતાં અંતરંગ ભાવથી તેના જેવાં તેમનાં સર્વ અનુષ્ઠાન બને છે; કેમ કે સ્વલ્પ જ આગમ અનુસારી છે, તેથી જેટલા અંશથી આગમ અનુસારી છે તેટલા અંશથી પંચાગ્નિ તપવાળા કરતાં વિશેષ બને છે તોપણ જેમ પંચાગ્નિ તપ કરનારા કષ્ટ વેઠીને ઘણી અકામ નિર્જરા અને અલ્પ સકામ નિર્જરા કરે છે, તેમ આ સાધુઓ પણ ઘણી અકામ નિર્જરા, અલ્પ માત્રામાં સકામ નિર્જરા કરે છે; કેમ કે સૂત્ર અનુસાર વ્યાખ્યાન કરવા તેઓ અસમર્થ છે. II૪૧પણા અવતરણિકા :
अत्रैव दृष्टान्तमाहઅવતરણિકાર્ય :આમાં જ અલ્પ આગમવાળા જીવોના અનુષ્ઠાનથી અલ્પ ફળ મળે છે એમાં, દાંતને કહે
છે
–