SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૩૯, ઉપસંહાર ૨૩૯ તેઓને ઉપદેશમાલા ગ્રંથનું રહસ્ય પ્રાપ્ત થાય તો તેઓના વીર્યનો તે પ્રકારનો પ્રકર્ષ થાય છે. જેથી પૂર્વ કરતાં અધિક સંયમસ્થાનમાં તેઓ જવા સમર્થ બને છે, માટે તેઓને પણ બહુશ્રુત એવા મહાત્માઓ વડે ઉપદેશમાલા આપવી જોઈએ. વળી સંવિગ્નપાક્ષિક સાધુ સંયમ વેષમાં છે તોપણ શિથિલ પરિણામવાળા છે અથવા અવિરત સમ્યગ્દષ્ટિ છે તોપણ ઇન્દ્રિયોના વિકારથી કાંઈક વ્યાકુળ છે. છતાં સંવિગ્નપાક્ષિક સાધુ કે સંવિગ્નપાક્ષિક સમ્યગ્દષ્ટિ જીવોને સંયમ જ સાર દેખાય છે. તેથી વિષયોથી વ્યાકુળ હોવા છતાં સંયમને સન્મુખ બુદ્ધિવાળા હોવાથી પરલોકના હિત માટે અભ્યઘત છે, તેઓને પણ બહુશ્રુતવાળા પુરુષો વડે ઉપદેશમાલા આપવી જોઈએ; કેમ કે પરલોકના હિતને અભિમુખ બુદ્ધિવાળા એવા સંવિગ્નપાક્ષિક જીવો ઉપદેશમાલાના ગંભીર અર્થોને સાંભળશે તો પ્રમાદ આપાદક શિથિલ વીર્ય ક્ષય પામશે અને સંયમને અભિમુખ મહાવીર્ય તેઓનું ઉલ્લસિત થશે તો તેઓ પણ પોતાની શક્તિના પ્રકર્ષથી મોહનાશ માટે યત્ન કરવા સમર્થ બનશે. તેથી ફલિત થાય બહુશ્રુત પુરુષ જ ઉપદેશમાલા આપવાના અધિકારી છે અને સમ્યગ્દષ્ટિ સુશ્રાવક અને સુસાધુ તેને ગ્રહણ કરવાના અધિકારી છે અને જેઓ સમ્યક્ત્વને અભિમુખ છે, તેઓ પણ હેતુથી સંવિગ્નપાક્ષિક છે માટે તેઓ પણ દૂરદૂરવર્તી પણ તેના અધિકારને પામેલા છે અને તેઓને ઉપદેશમાલા આપવી જોઈએ. I૫૩૯લા इह च सूत्रेषु पाठानां बाहुविध्याद्य एव पर्यालोचयतां सम्यगर्थप्रदः प्रतिभातः स एवास्माभिः पाठो विवृतो न शेषाः, क्वचित्पुनः सन्निहितसूत्रादर्शेषु प्रस्तुतार्थेनाघटमानं पाठमवेक्ष्य प्रायोऽयमेव क्वचित् पाठो भविष्यतीत्यभ्युदितः स इति ।। विषं विनिर्धूय कुवासनामयं व्यचीचरद्यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण सुवासनासुधां नतोऽस्मि तस्मै निजधर्मसूरये ॥ १ ॥ उत्सूत्रमत्र विवृतं मतिमान्द्यदोषाद् गाम्भीर्यभाजि वचने यदनन्तकीर्त्तः । संसारसागरमनेन तरीतुकामैस्तत्साधुभिः कृतकृपैर्मयि शोधनीयम् ।।२।। तोषाद् विधाय विवृतिं गिरिदेवतायाः पुण्यानुबन्धि कुशलं यदिदं मयाप्तम् । सर्वोऽपि तेन भवतादुपदेशमालाप्रोक्तार्थसाधनपरः खलु जीवलोकः ।।३।। कृतिरियं परमार्थतो भगवद्गीर्देवताया निभमात्रतया तु दुर्गस्वामिशिष्य - सद्धर्षिचरणरेणोः सिद्धर्षिसाधोरिति समाप्तमिति । । श्रीरस्तु ।। इति श्री उपदेशमालाविवरणम् समाप्तम् ।। અને અહીં સૂત્રોમાં પાઠોનું બહુવિધપણું હોવાથી પર્યાલોચન કરતા એવા અમને જે અર્થ સમ્યગ્ અર્થપ્રદ પ્રતિભાસ થયો છે, તે જ પાઠ અમારા વડે વિવૃત છે, શેષ નહીં. વળી કોઈક સ્થાનમાં સન્નિહિત સૂત્રોની પ્રતોમાં પ્રસ્તુત અર્થની સાથે અઘટમાન પાઠને જોઈને પ્રાયઃ આ જ ક્વચિદ્
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy