SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૯ sી : ગાથાર્થ : સુસાધુ અને વૈરાગ્યેક જીવોને અને પરલોક પ્રસ્થિત એવા સંવિઝપાક્ષિકને યોગ્ય એવી ઉપદેશમાલા બહુશ્રુતો દ્વારા આપવી જોઈએ. આપ૩૯I ટીકા : योग्या-उचिता, वैराग्यं विद्यते येषां ते वैराग्यिकाः सुश्रावका गृह्यन्ते, सुसाधवश्च वैराग्यिकाश्च सुसाधुवैराग्यिकाः तेषां, परलोकप्रस्थितानां च संयमोन्मुखतया परत्र हिताऽभ्युद्यतानामित्यर्थः, केषां ? संविग्नपाक्षिकाणां योग्येति वर्त्तते, दातव्या पुनरियं बहुश्रुतेभ्यश्च विवेकिभ्यः चशब्दात् सुसाधुत्वादिविशेषणेभ्य इति ।।५३९ ।। ટીકાર્ય : જોવા ... વિશેષમ્ય તિ | યોગ્ય=ઉચિત એવી ઉપદેશમાલા આપવી જોઈએ, એમ અન્વય છે. કોને આપવી જોઈએ? એથી કહે છે – વૈરાગ્ય વિદ્યમાન છે જેઓને તે વૈશ્યિક સુશ્રાવકો ગ્રહણ કરાય છે. ત્યાર પછી સુસાધુ અને વૈરાગ્યન=સુસાધુઓ અને સુશ્રાવકો તેઓને યોગ્ય એવી ઉપદેશમાલા આપવી જોઈએ, એમ અવય છે અને પરલોક પ્રસ્થિત=સંયમને સન્મુખપણું હોવાને કારણે પરમ હિતમાં અભ્યઘત એવા કોણ ? એથી કહે છે – સંવિગ્સપાક્ષિકોને યોગ્ય એવી આ ઉપદેશમાલા આપવી જોઈએ. વળી આ બહુશ્રુતવાળા વિવેકી મહાત્માઓ વડે આપવી જોઈએ. જ શબ્દથી સુસાધુત્વાદિ વિશેષણવાળા બહુશ્રુત વડે આપવી જોઈએ. ૫૩૯ ભાવાર્થ : પ્રસ્તુત ઉપદેશમાલા યોગ્ય જીવોને આપવાના અધિકારી સુસાધુત્વાદિ વિશેષણોથી યુક્ત બહુશ્રુત મહાત્માઓ છે. આથી તેઓ માત્ર ગ્રંથને વાંચીને કે સાંભળીને સંતોષ માને તેવા નથી, પરંતુ શાસ્ત્રોના હાર્દને પામેલા છે. પોતાના જીવનમાં ઉપદેશમાલાના ભાવન દ્વારા સામાયિકના કંડકો વૃદ્ધિ કરી રહ્યા છે, એથી સુસાધુત્વ કે સુશ્રાવકત્વાદિ વિશેષણોથી યુક્ત છે અને પોતે પોતાનું હિત સાધી રહ્યા છે, તેમ અન્ય યોગ્ય જીવોને તેઓએ ઉપદેશમાલાનો પરમાર્થ બતાવવો જોઈએ અને તે યોગ્ય જીવો ત્રણ પ્રકારના છે. એક સુશ્રાવક, એક સુસાધુ અને એક સંવિગ્નપાક્ષિક. સુશ્રાવક શબ્દનું ગ્રહણ વૈરાગ્યેક શબ્દથી કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સુશ્રાવકો હંમેશાં સાધુધર્મનું પરિભાવન કરીને સાધુ તુલ્ય બળ સંચય કરવાથું યત્ન કરનારા છે. તેથી તેઓનું ચિત્ત સાધુધર્મથી અત્યંત ભાવિત હોવાથી વૈરાગ્યવાળા છે અને તેઓને પોતાના વીર્યનો પ્રકર્ષ કરવામાં ઉપદેશમાલા ગ્રંથ અત્યંત ઉપકારક છે. તેથી બહુશ્રુત એવા મહાત્માઓ તેઓને તાત્પર્યને સ્પર્શે તે રીતે ઉપદેશમાલા ગ્રંથ આપે તો તે શ્રાવકોનું વિદ્યમાન સત્ત્વ અત્યંત પ્રકર્ષવાળું થાય છે, માટે તેવા વૈરાગ્યવાળા શ્રાવકો ઉપદેશમાલાને યોગ્ય છે. વળી સુસાધુ તો સર્વ ઉદ્યમથી મોહનાશ માટે સાક્ષાત્ યત્નવાળા છે અને મુનિભાવની ઉત્તમ અવસ્થામાં વર્તી રહ્યા છે, તોપણ બહુશ્રુત પાસેથી
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy