SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પરપ-પર૬ ૨૧૩ અભિમુખ થયા છે તેમને પ્રસ્તુત ગાથાથી હિતોપદેશરૂપે કહે છે. જો તેઓ આ રીતે પૂર્વ પુરુષનું અવલંબન લઈને તે પ્રકારની અનુકૂળતાવાળી આચરણા કરશે અને મોહના નાશ માટેની અપ્રમાદને અનુકૂળ આચરણાની ઉપેક્ષા કરશે તો તેઓ પરમાર્થથી ભગવાનને અપ્રમાણ કરશે માટે કલ્યાણના અર્થી સાધુએ પ્રસ્તુત ગાથાના ઉપદેશના બળથી ભગવાનને પ્રમાણ કરીને પૂર્વના પ્રમાદી સાધુની આચરણાનું અવલંબન લેવું જોઈએ નહિ. પિરપા અવતરણિકા : तस्मादागमपरतन्त्रतैव लोकाचरितनिरपेक्षा परलोकाङ्गम्, तस्यां सत्यां शक्त्यनुरूपं यदेवानुष्ठीयते तदेव निर्जराकारीत्यमुमेवार्थमभ्युच्चयद्वारेणाह - અવતરણિતાર્થ : તે કારણથી લોકઆચરિતથી નિરપેક્ષ આગમપરતંત્રતા જ પરલોકનું અંગ છે, તે હોતે છતે શક્તિને અનુરૂપ જે અનુષ્ઠાન કરાય છે તે જ નિર્ભર કરનાર છે, એ જ અર્થને અબુચ્ચય દ્વારા કહે છે – ભાવાર્થ : પૂર્વમાં સંવિગ્નપાક્ષિક માર્ગમાં છે અને તે કેવા ગુણોવાળા છે તે બતાવ્યું, તે કથનનું નિગમન કરતાં કહે છે – જેઓ લોકમાં માન-ખ્યાતિની પ્રાપ્તિથી નિરપેક્ષ છે, તેઓ લોક આચરિતથી નિરપેક્ષ છે અને આગમપરતંત્ર છે, તેઓ જે પ્રવૃત્તિ કરે છે તે પરલોકનું અંગ છે. આથી જ સંવિગ્નપાક્ષિક ભગવાનના વચનાનુસાર સંપૂર્ણ ક્રિયા કરી શકતા નથી તો પણ શુદ્ધ પ્રરૂપણા કરે છે, સંવિગ્નનો પક્ષપાત કરે છે અને પોતાની શક્તિ અનુસાર જે સંયમની ક્રિયાઓ કરે છે, એમાં કંઈક આગમપરતંત્રતાનો પરિણામ છે. તેથી તેમનું અનુષ્ઠાન સંસારના ક્ષયનું કારણ છે માટે સુંદર એવા પરલોકનું અંગ છે, તે પોતે છતે શક્તિને અનુરૂપ જે અનુષ્ઠાન કરાય છે, તે નિર્જરાનું કારણ થાય છે, એ અર્થને સંવિગ્નપાક્ષિક સાધુના સ્વરૂપમાં અભ્યચ્ચય કરવા દ્વારા બતાવે છે – ગાથા - हीणस्स वि सुद्धपरूवगस्स संविग्गपक्खवाइस्स । जा जा हवेज्ज जयणा, सा सा से निज्जरा होइ ।।५२६।। ગાથાર્થ : હીન એવા પણ શદ્ધ પ્રરૂપક સંવિનાપાક્ષિકની જે જે જયણા થાય તે તે તેને નિર્જરા થાય છે. પરવા
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy