________________
૨૧૨
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પર૫ જેઓ સંયમ ગ્રહણ કરીને સુસાધુના માર્ગમાં ઘણો સમય યત્નશીલ હોય અને પાછળથી કર્મને પરવશ થઈને શિથિલતાનું અવલંબન લે છે, તેમને આ ત્રણમાંથી કયા પક્ષમાં ગ્રહણ કરી શકાય ? તેના સમાધાનરૂપે કહે છે –
જેઓ ગચ્છમાં રહેતા ગીતાર્થ ગુરુ વડે સંયમયોગમાં ઉત્થિત થઈને ક્રિયાઓ કરતા ન હોય અને ગુરુ સ્મારણ, વારણ, ચોદન વગેરે કરતા હોય, તેના કારણે તેઓ ગચ્છની બહાર નીકળેલા હોય અર્થાત્ કર્મદોષને કારણે સંયમનું ધૃતિબળ નાશ પામે ત્યારે સ્મારણાદિ ઉચિત ઉપદેશ પણ જેમને પ્રતિકર થતો નથી, તેથી સાધુના ગચ્છનો ત્યાગ કરે છે, તેઓ ભગવાનના વચનથી બહાર છે. જોકે પૂર્વમાં ઘણા કાળ સુધી સુસાધુના પથમાં વિચરેલા હોય તોપણ વર્તમાનમાં ભગવાનના વચનમાં રુચિવાળા નથી, એથી જિનવચનથી બહાર છે માટે તેમને પ્રમાણભૂત કરવા જોઈએ નહિ અર્થાત્ સુસાધુ છે તેમ આદરપાત્ર નથી અને સંવિગ્નપાક્ષિક છે, તેમ પણ આદરપાત્ર નથી, પરંતુ વર્તમાનમાં સ્વચ્છંદ મતિથી વિચરનાર હોવાથી સુસાધુરૂપે અપ્રમાણભૂત છે. જેમ જમાલિ સંયમ ગ્રહણ કર્યા પછી મહાસંવેગપૂર્વક સંયમમાં ઉસ્થિત હતા, છતાં નિદ્ભવ થયા પછી ઉત્સુત્ર ભાષણને કારણે સંયમની બાહ્ય આચરણા સુંદર કરવા છતાં જિનવચનથી બાહ્ય છે તેમ કેટલાક સાધુ સુખશીલ સ્વભાવને કારણે સંયમની ક્રિયામાં ઉત્થિત નથી અને ગીતાર્થોની પ્રેરણા કે સૂત્રઅધ્યયનની પ્રેરણા ઝીલવા તત્પર નથી, પરંતુ કર્મોની પ્રેરણા ગ્રહણ કરીને તે પ્રકારે સંયમના શિથિલ આચારો પાળે છે, તેઓ આરાધક એવા સંવિગ્ન, સંવિગ્નપાક્ષિક કે સુશ્રાવક એ ત્રણે માર્ગથી રહિત છે, એમ માનવા જોઈએ. તેથી તેઓ અનુકંપાને પાત્ર બને છે, પરંતુ આરાધક તરીકે આદરપાત્ર બનતા નથી. વળી તેમનું પૂર્વનું સારું સંયમ અનુષ્ઠાન હતું, તેની અપેક્ષા રાખીને પણ વર્તમાનમાં તેઓ આદરપાત્ર થતા નથી.
અથવા પ્રસ્તુત ગાથાની અવતરણિકા બીજા પ્રકારે કરે છે – કોઈ સાધુઓ પૂર્વમાં કોઈ મહાત્માઓના પ્રમાદને પ્રમાણ કરીને વર્તમાનમાં પ્રમાદ કરતા હોય અને ગીતાર્થો તેનું વારણ કરે અથવા શાસ્ત્રઅધ્યયન દ્વારા તેમને તે કૃત્યનું વારણ દેખાતું હોય, છતાં વિચારે કે અમારાથી પૂર્વના મહાપુરુષોએ આચર્યું છે માટે અમે આ આચરણા કરીએ છીએ, તેમાં દોષ નથી એમ કોઈ માનતું હોય તેવા સાધુઓને પ્રસ્તુત ગાથામાં ઉપદેશ આપે છે.
ભગવાનના વચનથી બાહ્ય એવા પાર્થસ્થાદિ છે, તેથી વિદ્વાને તેમની આચરણાને પ્રમાણ માનવી જોઈએ નહિ, પરંતુ સૂત્રને જ પ્રમાણ કરવું જોઈએ. જો તેઓ એમ વિચારે કે અમારાથી મહાન એવા તેઓએ આ આચરેલું છે માટે અમે તેમ કરીએ તો દોષ નથી, એમ વિચારીને પોતાના પ્રમાદી સ્વભાવનું અવલંબન લે તો તેઓ ભગવાનને અપ્રમાણ કહે છે; કેમ કે ભગવાને વીતરાગ થયા પછી વીતરાગતાને પ્રગટ કરવા માટે સતત ઉચિત ઉપદેશ આપ્યો છે અને જેનાથી ત્રણ ગુપ્તિની વૃદ્ધિ થાય તેવી સર્વ ઉચિત ક્રિયાઓ ઉત્સર્ગથી કે અપવાદથી કરવાની કહેલ છે, પરંતુ મોહનો નાશ કરવામાં કારણ ન બને અને પ્રમાદ પોષાતો હોય તેવી કોઈ ક્રિયા કરવાની ભગવાને અનુજ્ઞા આપી નથી, છતાં જે સાધુમાં કંઈક પ્રમાદ પ્રવેશ્યો છે, તેથી પોતાના પૂર્વજોની તે પ્રકારની પ્રમાદી આચરણાનું અવલંબન લઈને પ્રમાદને