SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ ૨૧૪ asi : आस्तां तावन्निष्कलङ्कचारित्रिणः हीनस्याऽप्युत्तरगुणाद्यपेक्षया न्यूनस्याऽपि शुद्धप्ररूपकस्य यथास्थितसर्वज्ञागमप्रकाशकस्य, संविज्ञेषु पक्षपातोऽस्याऽस्तीति संविग्नपक्षपाती तस्य, या काचिद् भवेज्जायेत यतना मनाक्परिणतिः परिमितोदकादिग्रहणरूपा सा सा 'से' तस्य संविग्नपक्षपातिनो निर्जरा भवति कर्मविलयहेतुत्वात्, तस्य कायेनान्यत् प्रवृत्तस्यापि सदनुष्ठान एवढं चित्तप्रतिबन्धात्, तथा चोक्तम् संविग्गपक्खिओ पुण, अन्नत्थ पयट्टओ वि काणं । ધર્મો ન્દ્રિય તત્ત્તિો, ઢરત્તિ સ્થિ ∞ રિસમ્મિ ।। ।।૨૬।। - ગાથા-૫૨૬ ટીકાર્ય : आस्तां પુરિસન્મિ 11 નિષ્કલંક ચારિત્રવાળા તો દૂર રહો, હીનની પણ=ઉત્તરગુણ વગેરેની અપેક્ષાએ ન્યૂનની પણ, શુદ્ધ પ્રરૂપણા કરનારા=યથાવસ્થિત સર્વજ્ઞના આગમને પ્રકાશ કરનારા, સંવિગ્નપાક્ષિકની જે જે યતના થાય છે, સંવિગ્નપાક્ષિકનો અર્થ કરે છે સંવિગ્નમાં પક્ષપાત છે આને એ સંવિગ્નપાક્ષિક, તેને જે જે કોઈ થોડી પરિણતિ રૂપ યતના થાયપરિમિત પાણી આદિના ગ્રહણ રૂપ થોડીક થતના થાય, તે તે તેને=સંવિગ્નનો પક્ષપાત કરનારાને, નિર્જરા થાય છે; કેમ કે કર્મવિલયનું હેતુપણું છે, સંવિગ્નપાક્ષિકને યતનાથી કેમ કર્મનો નાશ થાય છે, તેમાં હેતુ કહે છે - કાયાથી અન્ય સ્થાને પ્રવૃત્ત થયેલા એવા પણ તેને સદનુષ્ઠાનમાં જ ગાઢ ચિત્તનો પ્રતિબંધ છે અને તે પ્રમાણે કહેવાયું છે પુરુષમાં દૃઢ રતિવાળી સ્ત્રીની જેમ કાયાથી અન્યત્ર પ્રવૃત્ત થયેલો પણ સંવિગ્નપાક્ષિક વળી ધર્મમાં તેની લિપ્સાવાળો હોય છે. ।।૫૨૬।। ભાવાર્થ : સંવિગ્નપાક્ષિક સાધુ પ્રાયઃ ઉત્તરગુણોની અપેક્ષાએ પ્રમાદી હોય છે અને ઉત્તરગુણોની શિથિલતા ક્રમસર મૂળગુણનો નાશ કરે છે, તેથી સંવિગ્નપાક્ષિક સાધુ ચારિત્રના પરિણામથી હીન છે તેમ કહેવાય છે; કેમ કે બહુલતાએ સંવિગ્નપાક્ષિક સાધુને અસંક્લિષ્ટ પરિણામવાળી કાંદર્પિકાદિ ક્રીડાઓ હોય છે, આમ છતાં તેમને શુદ્ધ સંયમનો રાગ છે, એથી સંક્લિષ્ટ એવા ત્વરા વગેરે ભાવો નથી, આથી જ શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરનારા છે. તે પ્રરૂપણાના કારણે સ્પષ્ટ રીતે પોતાની આચરણા હીન છે અને પોતે આચરણા કરે છે તે માર્ગ નથી, પરંતુ ત્રણ ગુપ્તિમાં સુદઢ યત્ન કરનારા મહાત્માઓ સેવે છે તે જ માર્ગ છે તેવો બોધ કરાવે છે, આથી તેવા મહાત્માના ઉપદેશથી ઘણા યોગ્ય જીવોને ભાવસાધુના પારમાર્થિક
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy