SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પર૬-૫૨૭ ૨૧૫ સ્વરૂપનો બોધ થાય છે અને તેવા સ્વરૂપ પ્રત્યે દૃઢ રાગ થાય તો તે જીવો પણ સમ્યક્ત પામે છે અને સત્ત્વનો પ્રકર્ષ થાય તો તેવા સંયમજીવનને સેવવા માટે પણ તેઓ સમર્થ થાય છે, તેથી સંવિગ્નપાક્ષિક સાધુ પોતાની હીનતા દેખાડીને પણ યોગ્ય જીવોને શુદ્ધ માર્ગનો બોધ કરાવનારા હોય છે, છતાં પ્રબળ ચારિત્ર મોહનીયના ઉદયથી તેઓ સતત ઉત્તરગુણની પ્રતિસેવના કરીને મૂળગુણ રહિત થયેલા છે તોપણ શુદ્ધ માર્ગનો પક્ષપાત હોવાથી પરિણત અને પરિમિત ઉદક વગેરેના ગ્રહણરૂપ જે થોડી યતના કરે છે, તેનાથી પણ તેમને નિર્જરા થાય છે. આશય એ છે કે સંવિગ્ન સાધુ સંયમની વૃદ્ધિમાં અત્યંત યત્નશીલ હોય છે, તેથી તેઓ સર્વ શક્તિથી નિર્દોષ અને પરિમિત જલ-આહાર-વસ્ત્ર-પાત્રને ગ્રહણ કરે છે, જે કેવળ સંયમના ઉપકારક થાય છે, તેથી ઉત્સર્ગથી કે અપવાદથી તેઓ જે આચરણા કરે છે, તેનાથી તેમનું ચિત્ત બહુલતાએ નિર્લેપ નિર્લેપતર થાય છે. ક્યારેક સ્કૂલનાને વશ અતિચારો થવાની સંભાવના રહે છે તો પણ શુદ્ધ ચારિત્ર સેવવાના બદ્ધ રાગવાળા હોય છે, જ્યારે સંવિગ્નપાક્ષિક સાધુને શુદ્ધ ચારિત્ર પ્રત્યે પક્ષપાત હોય છે તો પણ શુદ્ધ ચારિત્ર એવી શકે તે પ્રકારે સુસાધુની જેમ પરિણત-પરિમિત ઉદકાદિ ગ્રહણરૂપ યતના કરતા નથી તોપણ કંઈક યતના કરે છે, તે યતના કરતી વખતે સંયમનો પક્ષપાત વિદ્યમાન હોવાથી ચારિત્ર મોહનીય કંઈક શિથિલ થાય છે, તેથી તે સુવિશુદ્ધ આચરણાને કારણે સંવિગ્નપાક્ષિકને પણ નિર્જરા થાય છે; કેમ કે સંયમની સુવિશુદ્ધ આચરણામાં કંઈક યતના હોવા છતાં ઘણી યતના નહિ હોવાને કારણે કાયાથી અસંયમમાં પ્રવૃત્ત થયેલા પણ સંવિગ્નપાક્ષિક સાધુને ત્રણ ગુપ્તિનું પ્રબળ કારણ બને તેવી શુદ્ધ આચરણામાં ચિત્તનો ગાઢ પ્રતિબંધ છે, તેથી સંયમ પ્રત્યેના ગાઢ રાગને કારણે અને કંઈક યાતનાને કારણે ભાવચારિત્રની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મો નાશ પામે છે અને મોક્ષપથમાં સુસાધુ જેવું સદ્વર્ય નહિ હોવાથી બીજી પ્રવૃત્તિઓ પ્રમાદયુક્ત હોવાના કારણે સંયમની નિર્લેપ પરિણતિને તત્ક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી, તોપણ સંવિગ્નપાક્ષિકની સુંદર આચરણા નિર્લેપ પરિણતિનું કારણ બને તેવી હોય છે. પરા અવતરણિકા : यस्तु गीतार्थो बहुस्तोकगुणदोषपरिकलनया भगवदुपदेशेन किञ्चिदासेवते स महतो निर्जरालाभस्य भाजनमिति आह चઅવતરણિકાર્ય : જે વળી ગીતાર્થ ઘણા ગુણ અને થોડા દોષથી યુક્ત હોવાને કારણે ભગવાનના ઉપદેશથી કંઈક આસેવન કરે છે તે તે ગીતાર્થ, મહાન નિર્જરાના લાભ ભાજન થાય છે અને તે પ્રમાણે કહે છે – ભાવાર્થ :પૂર્વમાં સંવિગ્નપાક્ષિકની શુદ્ધ આચરણા અલ્પ જ હોય છે અને પ્રમાદવશ વિપરીત આચરણા કરે
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy