SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૭ છે તોપણ શુદ્ધ આચરણા પ્રત્યે પક્ષપાતી હોવાથી અલ્પ શુદ્ધ આચરણાથી પણ તેમને નિર્જરા થાય છે તેમ બતાવ્યું. હવે ગીતાર્થ સાધુ સંયોગ અનુસાર ક્યારેક અપવાદિક વિપરીત આચરણા કરે તે સ્થૂલથી સંવિગ્નપાક્ષિક જેવી જણાય તોપણ ગીતાર્થ સાધુ ત્રણ ગુપ્તિવાળા હોવાથી પ્રમાદવશ થઈને સંવિગ્નપાક્ષિકની જેવી વિપરીત આચરણા કરતા નથી, પરંતુ અંતરંગ ગુપ્તિની વૃદ્ધિના અંગરૂપે અપવાદ આવશ્યક જણાય ત્યારે તે આચરણાથી ઘણા ગુણો અને થોડા દોષો છે અર્થાત્ માત્ર બાહ્ય વિપરીત આચરણારૂપ અલ્પ દોષો છે, તેમ જાણીને ભગવાનના ઉપદેશથી તે પ્રકારની આચરણા કરે છે, તેનાથી મહાન નિર્જરાની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ સંવિગ્નપાક્ષિક તત્ત્વના અર્થી હોવા છતાં શુદ્ધ આચરણાને અનુકૂળ સત્ત્વબળ નથી, તેથી પ્રમાદને કારણે વિપરીત આચરણા કરે છે, જ્યારે સુસાધુ વિપરીત આચરણા કરતા નથી, પરંતુ સંયમના કંડકોની વૃદ્ધિના અંગરૂપે જિનવચનનું અવલંબન લઈને કંઈક સ્થૂલથી વિપરીત સેવન કરે છે તે પ્રામાણિક અપવાદ માર્ગરૂપ છે, જેથી સુસાધુ મહાન નિર્જરાનું ભાજન થાય છે. ગાથા = सुंकाईपरिसुद्धे सइ लाभे कुणइ वाणिओ चेदूं । મેવ ય શીયસ્ત્યો, આયું વડું સમાયરફ ।।૨૭।। ગાથાર્થ : શુલ્કાદિથી પરિશુદ્ધ છતાં લાભમાં વાણિયો ચેષ્ટાને કરે છે, એ રીતે જ ગીતાર્થ આયને જાણીને=અપવાદ સેવનમાં અધિકતર લાભને જાણીને, સમ્યક્ આચરણ કરે છે. II૫૨૭મા ટીકા ઃ शुल्कं राजदातव्यो भागः, तदादिर्येषां कर्मकरव्ययादीनां ते शुल्कादयः तैः सद्भिरपि परिशुद्धो निर्घटितः शुल्कादिपरिशुद्धः तस्मिन्नेवंविधे सति विद्यमाने लाभे करोति वाणिजकश्चेष्टां व्यवहारात्मिकां क्रियाम्, एवमेव चानेनैव क्रमेण गीतार्थो गृहीतागमसारः पुरुष आयमधिकतरं ज्ञानादिलाभं दृष्ट्वाऽऽगमलोचनेन निरीक्ष्य समाचरति यतनया किञ्चिदासेवत इति ।। ५२७ ।। ટીકાર્ય : शुल्कं વિગ્નિવાસેવત કૃતિ ।। શુલ્ક=રાજાને આપવા યોગ્ય ભાગ, તે છે આદિ જે નોકરોના પગાર વગેરેના તે શુલ્કાદિ છે, તેનાથી=વિદ્યમાન એવા તે ખર્ચાથી, પરિશુદ્ધ=નિર્ઘટિત=નિષ્પન્ન થયેલ, શુલ્કાદિ પરિશુદ્ધ છે, તે આવા પ્રકારનો ખર્ચો વિદ્યમાન હોતે છતે લાભમાં વાણિયો ચેષ્ટાને કરે છે=લેવડ-દેવડની વ્યવહારાત્મિકા ક્રિયાને કરે છે અને એ રીતે જ=જે રીતે વાણિયો કરે છે એ જ રીતે, ગીતાર્થ=ગ્રહણ કર્યો છે આગમનો સાર એવો પુરુષ, આયને જોઈને=અધિકતર જ્ઞાનાદિ લાભને આગમના આલોચનથી નિરીક્ષણ કરીને, યતનાથી કંઈક આસેવન કરે છે. ૫૨૭ના
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy