SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-પ૧૧-૫૧૨ ટીકાર્ય : પરિવ7 ... શ્રેયાનિતિ નિપુણ=સૂક્ષ્મ બુદ્ધિથી, પર્યાલોચન કરીને જો નિયમભાર=મૂળઉત્તરગુણરૂપ નિયમનો સમૂહ વહન કરવા માટે સમર્થ નથી તમારા વડે જીવનના અંત સુધી લઈ જવા માટે શક્ય નથી, તો બીજાના ચિત્તના રંજનરૂપ વેષમાત્રથી આ પણ પ્રવ્રજિત છે, એ પ્રમાણે બીજાને બુદ્ધિ ઉત્પન્ન કરનારા રજોહરણ વગેરેથી, સાધાર નથી==ાણ નથી=રક્ષણ નથી. તે આ આશય છે – લિંગને ધારણ કરતા નિર્ગુણનું લોકને મિથ્યાત્વ ઉત્પન્ન કરવાનું હતુપણું હોવાથી ગાઢતર અનંત સંસારની પ્રાપ્તિ હોવાથી તેનો ત્યાગ શ્રેય છે. ૫૧૧|| ભાવાર્થ : ગાથા-૫૧૦માં કહ્યું એ પ્રકારે ઘણા પાર્શ્વસ્થા હોય, તેમાં પણ કેટલાક પ્રમાદી હોવા છતાં હિતના અર્થી હોય એવા જીવોને હિત માટે ઉપદેશ આપતાં કહે છે – સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું જોઈએ કે પાંચ મહાવ્રતરૂપ મૂળગુણ અને ઉત્તરગુણને ધારણ કરવા હું સમર્થ છું કે નહિ. માત્ર વેષ લઈને અસ્થિર ચિત્તપૂર્વક ક્રિયાઓ કરવાથી મહાવ્રતો પ્રાપ્ત થતાં નથી અને મહાવ્રતો ન હોય તો ઉત્તરગુણો પ્રાપ્ત થતા નથી, પરંતુ જેમનું ચિત્ત સંસારથી અત્યંત ભય પામેલું છે, ફક્ત વેષ અને ઉચિત પ્રવૃત્તિના આલંબન દ્વારા ઇન્દ્રિયો સંવરભાવમાં રહી શકે છે, તેઓ જ સંયમની સૂક્ષ્મ યતનાપૂર્વક નિગ્રંથ પરિણતિને પ્રગટ કરવા સમર્થ બને છે. તેવી નિગ્રંથ પરિણતિને પોતે પ્રગટ કરી શકે તેમ છે કે નહિ તેનો નિપુણતાથી વિચાર કરવો જોઈએ. જો એમ જણાય કે પોતે ઇન્દ્રિયોની અત્યંત ચંચળતાને કારણે જીવનના અંત સુધી આ રીતે મહાવ્રતોની ધુરાને વહન કરવા સમર્થ નથી, તો પરચિત્તના રંજનનું કારણ એવો વેષમાત્ર સંસારના પરિભ્રમણથી પોતાનું રક્ષણ કરશે નહિ માટે જે સાધુવેષ પોતે ધારણ કર્યો છે, તેને અનુરૂપ ગુણો જો સર્વથા નહિ હોય તો પોતાના વેષથી લોકોમાં મિથ્યાત્વનું ઉત્પાદન થશે; કેમ કે આ સાધુવેષમાં આ પ્રકારે અસ્થિર પ્રવૃત્તિ કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, તેવા લોકોને ભ્રમ થશે. તેથી અન્ય જીવોના ચિત્તમાં થતા માર્ગનાશનું પ્રબળ કારણ સાધુવેષમાં પ્રવર્તતી શિથિલ પ્રવૃત્તિઓ છે, માટે તે રીતે જીવવાથી ગાઢતર અનંત સંસારની પ્રાપ્તિ થશે માટે વેષનો ત્યાગ કરવો શ્રેય છે તેમ પ્રમાદી સાધુએ વિચારવું જોઈએ, જેથી તે ઉપદેશને અનુસરીને પણ તેઓ ઘણા અહિતથી આત્માનું રક્ષણ કરી શકે. પ૧૧ાા અવતરણિકા - तत्रतत्स्याद्यदि नाम चारित्रमनेन विनाशितं तथापि ज्ञानदर्शने स्तः, ततश्च नैकान्तनिर्गुणः, तथा च न लिङ्गत्यागः पर्यवस्येनैतदस्ति चरणाभावे तत्त्वतः तयोरप्यभावाद्यत आहઅવતરણિકાર્ય : ત્યાં=ગાથા-૫૧૧માં ઉપદેશ આપ્યો કે સંયમના ભારને વહન કરવામાં અસમર્થ સાધુએ વેષનો
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy