SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૨ ૧૮૯ ત્યાગ કરવો જોઈએ. ત્યાં, આ થાય=આગળ કહેવાશે એ થાય, શું થાય એ સ્પષ્ટ કરે છે – જો ખરેખર આના વડે=પ્રમાદી સાધુ વડે ચારિત્ર વિનાશ કરાયું છે તોપણ જ્ઞાનદર્શન છે અને તેથી એકાંત નિર્ગુણ નથીeતે સાધુ એકાંતે ગુણ વગરનો નથી અને તે રીતે લિંગ ત્યાગ પર્યવસાન નથી તેણે લિંગનો ત્યાગ કરવો જોઈએ તેવું પ્રાપ્ત થતું નથી. આ પ્રકારની શંકામાં કહે છે – આ નથી=ચારિત્રના વિકાશમાં જ્ઞાન-દર્શન વિદ્યમાન છે માટે લિંગનો ત્યાગ આવશ્યક નથી એવું નથી; કેમ કે ચારિત્રના અભાવમાં તત્ત્વથી તે બન્નેનો પણ અભાવ છે=જ્ઞાન-દર્શનનો અભાવ છે, જે કારણથી કહે છે – ગાથા : निच्छयनयस्स चरणस्सुवघाए नाणदंसणवहो वि । ववहारस्स उ चरणे हयंमि भयणा उ सेसाणं ।।५१२।। ગાથાર્થ : નિશ્ચયનયના મતે રાત્રિના ઉપઘાતમાં જ્ઞાન-દર્શનનો વધ પણ છે, વ્યવહારનયના મતે ચારિત્ર હણાયે છતે શેષ એવા જ્ઞાન-દર્શનની ભજના છે કોઈકને જ્ઞાન-દર્શનનો નાશ થાય. કોઈકને ન થાય એ રીતે ભજના છે. આપના. ટીકા : निश्चयनयस्यान्तस्तत्त्वनिरूपणाभिप्रायस्येदं दर्शनं यदुत चरणस्योपघाते सति ज्ञानदर्शनवधोऽपि सम्पन्न इति, तयोस्तत्साधकत्वेनैव पारमार्थिकस्वरूपावस्थितेः, तदभावे त्वकिञ्चित्करतयाऽवस्तुत्वप्राप्तेः व्यवहारस्य तु बहिस्तत्त्वनिरूपकाभिप्रायस्य पुनश्चरणे हते सति भजना विकल्पना शेषयोनिदर्शनयोः कार्याभावेनैकान्ततः कारणाभावासिद्धेः, निर्दूमस्याऽपि वह्नर्दर्शनादिति ।।५१२।। ટીકાર્ય : નિશ્વયનથી ... વદર્શનાલિતિ નિશ્ચયનયનું–આંતરિક તત્વને કહેનારા અભિપ્રાયવાળા નયનું, આ દર્શન છે=આ મત છે, તે યહુતથી બતાવે છે – ચારિત્રનો ઉપઘાત થયે છતે જ્ઞાનદર્શનનો વધ પણ પ્રાપ્ત જ છે; કેમ કે તે બેની=જ્ઞાન-દર્શનની, તેના સાધકપણાથી જ ચારિત્રના સાધકપણાથી જ, પારમાર્થિક સ્વરૂપની અવસ્થિતિ છે. વળી તેના અભાવમાં=ચારિત્રના સાધકના અભાવમાં, અકિંચિત્કરપણું હોવાથી=જ્ઞાન-દર્શનનું અકિંચિત્કરપણું હોવાથી, અવડુત્વની પ્રાપ્તિ થવાના કારણે જ્ઞાન-દર્શનનો વધ છે.
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy