SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા૪૫૪-૪૫૫ ૧૦૫ ટીકાર્ય : હિતં શ્રેય .......... વિશ્વસનીય રૂત્તિ | હિતને=શ્રેયને, પોતાના માટે કરતો ગુરુક ગુરુ આચાર્ય જેવો કોને ન થાય ? અર્થાત્ બધાને થાય. આથી જ ગણ્ય=ગણનીય=સર્વ કાર્યોમાં સર્વને પૂછવા યોગ્ય થાય છે, એ પ્રકારે અર્થ છે. વ્યતિરેકને કહે છે – અહિતને-અપથ્યને, આચરતો કોને વિપ્રત્યય ન થાય ? વિપ્રત્યયનો અર્થ સ્પષ્ટ કરે છે – ચાલ્યો ગયો છે. પ્રત્યય જેમાંથી તે વિપ્રત્યય-અવિશ્વસનીય. ૪૫૪મા ભાવાર્થ જે મહાત્મા જિનવચનના ઉપદેશને સૂક્ષ્મતાથી અવલંબન કરીને શક્તિને ગોપવ્યા વગર સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાન સેવે છે, તે મહાત્મા તે અનુષ્ઠાનના સેવનથી તે પ્રકારની કુશળતાને પ્રાપ્ત કરે છે. જેથી જીવોની યોગ્યતા પ્રમાણે સર્વત્ર શું હિત છે, શું હિત નથી, તેનો સૂક્ષ્મપણે નિર્ણય કરી શકે છે; કેમ કે જે મહાત્મા જિનવચનના ઉપદેશને ગ્રહણ કરીને પોતાના હિતમાં યત્ન કરે છે, તે મહાત્મા પોતાની શક્તિ અનુસાર જિનવચનના સૂક્ષ્મ સૂક્ષ્મતર રહસ્યને જાણવા અવશ્ય યત્ન કરે છે અને તેના રહસ્યને જાણીને તે પ્રમાણે જ પોતાની ભૂમિકાનું અનુષ્ઠાન સેવે છે, તેથી તે અનુષ્ઠાનમાં તે મહાત્મા અત્યંત નિપુણ બને છે. આથી જ તેવા મહાત્મા બધાં કાર્યોમાં બધાને પૂછવા યોગ્ય થાય છે અર્થાત્ કઈ રીતે હું ઉચિત કૃત્ય કરું તો મારા આત્માનું હિત થાય ? એમ પૂછવા યોગ્ય થાય છે. વળી જેઓ સ્વમતિ અનુસાર ધર્મ અનુષ્ઠાન સેવીને આત્માના અપથ્યને આચરે છે અને તેના કારણે તે તે પ્રકારના કાષાયિકભાવોરૂ૫ રોગોની વૃદ્ધિ થાય છે, તેવા મહાત્મા વિચારક જીવો માટે અવિશ્વસનીય થાય છે; કેમ કે વિચારક જીવો બાહ્ય લિંગો દ્વારા તે મહાત્માનાં માન-ખ્યાતિ વગેરે મેળવવાના પરિણામોને જોઈ શકે છે, તેથી તેવા દૂષિત મનવાળા જીવોની આચરણા અવિશ્વાસનું જ કારણ બને છે. II૪પ૪ll અવતરણિકા : तत्र ये हितकरणोचितास्ते कुर्वन्तु वयं पुनर्न तद्योग्या इति यो मन्येत तं प्रत्याहઅવતરણિકાર્ચ - ત્યાં=ભગવાનના હિતોપદેશમાં અપ્રમાદ કરવો જોઈએ તેમાં, જેઓ હિત કરવા યોગ્ય છે તેઓ કરે, અમે વળી તેને યોગ્ય નથી, એ પ્રમાણે જે માને છે, તેના પ્રત્યે કહે છે – ગાથા : जो नियमसीलतवसंजमेहिं, जुत्तो करेइ अप्पहियं । सो देवयं व पुज्जो, सीसे सिद्धत्थओ ब्व जणे ॥४५५।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy