SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૯-૪૪૦ ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે જે સાધુ સાધુની ગણનામાં આવે તેવા ગુણવાળા નથી, તેઓ કાયાથી ઘણું કષ્ટ કરતા હોય, પરંતુ ચિત્તમાં ઘણા દોષોથી સક્લિષ્ટ હોય અને ચંચળ સ્વભાવવાળા હોય તો આત્માને મલિન કરે છે. એથી વિચારકને પ્રશ્ન થાય કે તે સાધુ તે પ્રકારના અસ્થિર સ્વભાવવાળા હોવાથી કાયાથી કંઈક શુભ પ્રવૃત્તિ કરી શકે તેવા છે, અંતરંગ અધૈર્યનું નિવારણ કરવું તેના માટે શક્ય નથી. તેથી સંક્લેશ કરીને આત્માને મલિન કરે છે, તેવા સાધુએ મૃત્યુ સ્વીકારવું વધારે શ્રેય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તેવા સાધુને મરવું પણ શ્રેયકારી નથી, મરણ પણ ગુણવાનનું શ્રેય છે. તેથી જેઓ સંક્લેશનું નિવારણ કરી શકતા નથી, તેઓ સંક્લેશના પરિવાર માટે મરણ સ્વીકારે છે કેમ શ્રેય નથી ? તેથી કહે છે – ગાથા : केसिंचि वरं मरणं, जीवियमन्नेसि उभयमनसिं । दद्दरदेविच्छाए, अहियं केसिंचि उभयं पि ।।४३९।। ગાથાર્થ : દુર્ધરદેવની ઈચ્છામાં કેટલાકને મરણ શ્રેય છે, બીજાને જીવિત શ્રેય છે, કેટલાકને ઉભય જીવિત અને મરણ બન્ને શ્રેય છે, કેટલાકને ઉભય પણ અહિત છે. ll૪૩૯ll ટીકા : केषाञ्चित् प्राणिनां वरं प्रधानं मरणं प्राणत्यागः, जीवितं प्राणधारणम् अन्येषां वरमिति वर्त्तते, उभयं जीवितं मरणं चान्येषां वरं, 'दुहुरदेविच्छाए'त्ति संविधानकं सूचयति, अहितमपथ्यं केषाञ्चिदुभयमप्युक्तस्वरूपमिति ।।४३९।। ટીકાર્ય : ષષ્યિ ..... સ્વરૂપત્તિ છે કેટલાક પ્રાણીઓને મરણ=પ્રાણત્યાગ, વર=પ્રધાન છે, અન્યોને જીવિત=પ્રાણનું ધારણ કરવું, શ્રેષ્ઠ છે અને અન્યોને ઉભયઃજીવિત અને મરણ ઉભય, શ્રેષ્ઠ છે. દુર્ધરદેવની ઈચ્છામાં સંવિધાતકકતેવા વિધાનને કરનારું, સૂચન કરે છે. કેટલાકને ઉભય પણ કહેવાયેલા સ્વરૂપવાળું જીવન અને મરણ પણ, અહિત છે=અપથ્ય છે. I૪૩૯ અવતરણિકા :एतदेवान्यथाह
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy