________________
૧૦૮
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૫-૪૫૬
થાય છે અને પોતાનામાં તેવા પ્રકારનું સત્ત્વ દેખાતું નથી, તેથી તેઓ માને છે કે આ મહાત્માઓ પોતાનું હિત કરે છે, પરંતુ અમારામાં તો અનેક દોષો છે, તેથી અમે હિતમાં યત્ન કરી શકીએ તેમ નથી, એમ વિચારીને હિત કરવામાં અનુત્સાહી થાય છે તેમને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે કે જેમને હિત કરનારા મહાત્માઓ સુંદર કહે છે તેમ જણાય તે જીવો અવશ્ય હિત કરવાને યોગ્ય છે, ફક્ત તેઓ પોતાની ભૂમિકા અનુસાર ઉચિત યત્ન કરે તો ક્રમસર ઉત્તર-ઉત્તરની ભૂમિકા પ્રાપ્ત કરી શકે તેમ છે. માટે તેવા જીવોએ વિચારવું જોઈએ કે કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં સાધુ ઉત્પન્ન થાય છે, પરંતુ જેઓ પૂર્વમાં અસાધુ હતા તેઓ જ પ્રયત્નથી સાધુ થયા. જેઓ તીર્થંકર થયા તેઓ પૂર્વમાં હિત કરવાના પરિણામ વગરના હતા ત્યારે સંસારમાં ભમ્યા અને હિત કરવાને અભિમુખ થયા ત્યારે તેઓ પણ યોગ્ય બન્યા, માટે આપણે પણ આપણી ભૂમિકાને અનુરૂપ હિતમાં યત્ન કરવો જોઈએ. જેથી તે તે ભૂમિકાના ગુણોની પ્રાપ્તિ દ્વારા આપણે અવશ્ય એક દિવસ તેવા મહાત્મા થઈશું, જેઓ સદા સંસારના ઉચ્છેદ માટે યત્ન કરે છે. II૪૫૫ણા
અવતરણિકા :
एतदेव भावयति -
અવતરણિકાર્ય :
આને જ ભાવત કરે છે=ગુણમાં કરાયેલા યત્નથી જીવ ગુણવાન થાય છે. એને જ ભાવન
કરે છે
-
ગાથા:
सव्वो गुणेहिं गण्णो, गुणाहियस्स जह लोगवीरस्स । संभंतमउडविडवो, सहस्सनयणो सययमेइ ।।४५६ ।।
ગાથાર્થ ઃ
સર્વ જીવ ગુણ વડે ગણનીય થાય છે, જે પ્રમાણે ગુણાધિક એવા લોકવીરને=વીર ભગવાનને, સંભ્રાંત મુકુટના વિટપવાળો ઈન્દ્ર સતત આવે છે=વંદન માટે આવે છે. II૪૫૬॥
ટીકા –
सर्वः कश्चिद् गुणैर्ज्ञानादिभिर्गण्यो गणनीयो भवति, दृष्टान्तमाह-गुणाधिकस्य सत्त्वाद्युत्कटस्य यथा लोके कर्मारिप्रेरकत्वेन प्रसिद्धत्वाद् वीरः सुभटो लोकवीरो भगवांस्तस्य सम्भ्रान्तमुकुटविटपो भक्त्यतिशयादाकुलकिरीटपल्लवः कोऽसौ ? सहस्त्रनयनो दशशतलोचनः शक्रः सततमनवरतमेत्यागच्छति वन्दक इति गम्यते, सूत्रस्य त्रिकालगोचरतादर्शनार्थो वर्त्तमाननिर्देश इति ।।४५६ ।।