SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૫ ૧૦૭ ભાવાર્થ : જે મહાત્માઓ સંસારના વાસ્તવિક સ્વરૂપથી ભય પામીને પોતાની શક્તિ અનુસાર આત્મહિત કરવા ઉદ્યમવાળા છે, તેઓ પોતાની શક્તિના પ્રકર્ષથી નિયમ-શીલ-તપ-સંયમમાં ઉદ્યમવાળા હોય છે. તેવા મહાત્માઓ દેવતાની જેમ પૂજ્ય બને છે. લોકમાં જેમ સર્ષપ મસ્તક ઉપર વહન કરાય છે તેમ તે મહાત્માઓ લોકોથી મસ્તક ઉપર વહન કરાય છે. તેથી નક્કી થાય છે કે અનાદિથી કોઈ હિત કરનાર નથી કે આ વ્યક્તિ હિત કરે તેનું ઉત્પત્તિસ્થાન આ ભૂમિ છે, તેવો પણ નિયમ નથી, પરંતુ જેમને સંસાર નિર્ગુણ જણાય અને સંસારમાં હિતનો ઉપાય તપ-સંયમાદિ દેખાય તેઓ સ્વશક્તિ અનુસાર ગુણોમાં યત્ન કરે તો સ્વપ્રયત્નથી સાધ્ય એવા તે ગુણો પ્રાપ્ત થાય, તેથી યોગ્ય જીવો જ હિત કરશે, અમે અયોગ્ય છીએ તેમ માનીને ગુણનિષ્પત્તિમાં ઉપેક્ષા કરવી ઉચિત નથી, પરંતુ મારે મારું હિત કરવું જ છે તેવો સંકલ્પ કરીને જેઓ પોતાની ભૂમિકા અનુસાર હિતમાં યત્ન કરે છે, તેઓ અવશ્ય છે તે પ્રકારના ગુણો પ્રાપ્ત કરી શકે છે. તેથી યોગ્ય જીવોએ ગુણમાં આદર કરવો જોઈએ. જેઓ પૂજ્યત્વને પામ્યા તેઓ પ્રકૃતિપુરુષો જ છે, તેથી જેઓ પોતાના આત્માની શક્તિને પ્રગટ કરવા માટે ઉચિત ઉદ્યમ કરનારા છે, તેઓ જ પૂજ્યત્વને પામે છે અને પોતાની પ્રકૃતિ પ્રગટ થઈ નથી, પરંતુ પ્રગટ કરવા યત્ન કરે છે તેઓ જ ઉત્તમ પુરુષ થવા યોગ્ય છે, માટે તે લોકો ! તમે દોષના ત્યાગમાં અત્યંત ઉત્સાહને ઉત્પન્ન કરો. તેથી એ પ્રાપ્ત થાય કે પોતાનામાં દોષો છે, છતાં મારા આ દોષો સારા નથી, મારે કાઢવા છે તેવો જેમને ઉત્સાહ છે તેઓ યોગ્ય જ છે, માટે જેઓ હિતકરણને ઉચિત છે તેઓ એમ કહે કે અમે યોગ્ય નથી તો તેમ માનવું ઉચિત નથી, પરંતુ જેઓ દોષત્યાગમાં અતુલ ઉત્સાહ ધારણ કરે છે તેઓ યોગ્ય જ છે. વળી સાધુનું ઉત્પત્તિક્ષેત્ર નથી અર્થાત્ આ ક્ષેત્રમાં સાધુઓ જન્મ, અન્ય ક્ષેત્રમાં નહિ તેવું નથી, પરંતુ અનેક દોષોથી યુક્ત અયોગ્ય જીવો દોષોના ત્યાગમાં ઉત્સાહવાળા થાય છે ત્યારે સાધુ બને છે. વળી હિત કરવાને ઉચિત આ છે એવું નૈસર્ગિક નથી, પરંતુ જેઓને હિત કરવું છે તેઓ અનેક દોષોથી યુક્ત હોય તોપણ હિતકરણને યોગ્ય છે, જો હિતકરણને યોગ્ય જીવો નૈસર્ગિક હોત તો કહી શકાત કે આ જીવો હિત કરવાને યોગ્ય છે અન્ય નહિ, માટે કહી શકાય કે અમે યોગ્ય નથી, પરંતુ અનેક દોષોથી યુક્ત જીવો જ જ્યારે હિત કરવાને અભિમુખ પરિણામવાળા થાય ત્યારે યોગ્ય બને છે, જેમ ચિલાતી પુત્ર વગેરે અનેક દોષોથી યુક્ત હતા તોપણ હિત કરવાને અભિમુખ થયા તો યોગ્ય થયા. વળી જે જે જીવો ગુણોને ધારણ કરે છે તે તે સાધુ થાય છે. તેથી અનેક દોષોથી યુક્ત પણ જીવ તે તે ગુણોને અનુકૂળ યત્ન કરે તો સાધુ થાય છે માટે તે ગુણોને તમે ભજો, પરંતુ અમે અયોગ્ય છીએ એમ વિચારીને આત્માને ગુણસંપન્ન કરવામાં અનુત્સાહી થાઓ નહિ અહીં વિશેષ એ છે કે કેટલાક જીવોને પોતાનું હિત કરવા માટે પરિણામ જ થતો નથી, માત્ર તત્કાળ દેખાતા વિષયો જ સારરૂપ જણાય છે તેઓ હિત કરવાને યોગ્ય નથી; કેમ કે તેમને હિત કરવાને અભિમુખ લેશ પણ પરિણામ નથી, પરંતુ હિતને કરનારા પુરુષોને જોઈને તેમના પ્રત્યે જેમને આદર
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy