SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૨ અવતરણિકાર્ય : આ જ અર્થતંત્રસાધુધર્મનું પાલન કરવા અસમર્થ એવા જીવે શ્રાવકધર્મ પાળવો જોઈએ એ જ અર્થને, સમર્થન કરતાં કહે છે – ગાથા : अरहंतचेइयाणं, सुसाहुपूयारओ दढायारो । सुस्सावगो वरतरं, न साहुवेसेण चुअधम्मो ॥५०२। ગાથાર્થ : અરિહંતના ચૈત્યોની પૂજામાં રત, સુસાધુની પૂજામાં રત, દઢ આચારવાળો સુશ્રાવક શ્રેષ્ઠતર છે, વ્યુત ધર્મવાળો સાધુવેષથી સુંદર નથી. l૫૦૨ાા ટીકા : अर्हच्चैत्यानां भगवद्बिम्बानां पूजारत इति शेषः, तथा सुसाधुपूजारतो वस्त्रादिभिस्तदभ्यर्चनोद्युक्तो दृढो निष्प्रकम्पः आचारो अणुव्रतादिपालनात्मको यस्यासौ दृढाचारः, एवम्भूतः सुश्रावको वरतरं प्रधानतरः न साधुवेषेण यतिलिङ्गेन रजोहरणादिना विद्यमानेनाऽपि च्युतधर्मो भ्रष्टाचारः, शासनलाघवहेतुत्वादिति ।।५०२।। ટીકાર્ય :સત્યાનાં .... દેતુત્વાહિતિ | અરિહંતનાં ચૈત્યોની=ભગવાનનાં બિંબોની, પૂજામાં રત અને સુસાધુની પૂજામાં રત=વસ્ત્ર વગેરેથી તેની પૂજા કરવામાં ઉદ્યમવાળો થયેલો, દઢ=નિષ્પકંપ, આચાર=અણુવ્રત વગેરે પાલન સ્વરૂપ આચાર છે જેને એ દઢ આચારવાળો, આવા પ્રકારનો સુશ્રાવક વરતર=પ્રધાવતર છે, સાધુવેષથી=રજોહરણ વગેરે વિદ્યમાન એવા યતિના લિંગથી, ચુતધર્મવાળો=ભ્રષ્ટ આચારવાળો, શ્રેષ્ઠ નથી; કેમ કે શાસનના લાઘવનું હેતુપણું છે. પ૦૨ા ભાવાર્થ - સુસાધુનો ધર્મ સતત ત્રણ ગુપ્તિપૂર્વક સંયમની સર્વ ઉચિત ક્રિયાના યત્ન સ્વરૂપ છે, તેથી મહાસાત્વિક પુરુષે તે પ્રકારે ઇન્દ્રિયોથી સંવૃત થઈને હંમેશાં મોહનો નાશ કરવા ઉદ્યમ કરવો જોઈએ અને જેઓ સંયમ ગ્રહણ કરતી વખતે ઉત્સાહના બળથી તેવો યત્ન કરી શક્યા છે, છતાં દઢ ધૃતિના અભાવને કારણે સંયમની ધુરાને ધારણ કરવા સમર્થ નથી, તેમને માટે શ્રાવક ધર્મ જ શ્રેષ્ઠતર છે, પરંતુ વ્યુત ધર્મવાળો સાધુવેષ સુંદર નથી; કેમ કે વિવેકી શ્રાવકો ભગવાનની પૂજામાં રત રહીને વીતરાગ તુલ્ય થવાની શક્તિનો સંચય કરે છે. સુસાધુની પૂજા કરીને સુસાધુ તુલ્ય થવા યત્ન કરે છે અને અણુવ્રત વગેરેના પાલનમાં દૃઢ યત્ન કરીને પણ મહાવ્રતની શક્તિનો સંચય કરે છે, જ્યારે શિથિલ આચારવાળા
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy