SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૧-૧૦૨ ગાથા जड़ न तरसि धारेडं, मूलगुणभरं सउत्तरगुणं तु । मुत्तूण तो तिभूमी सुसावगत्तं वरतरागं । । ५०१ ।। ગાથાર્થ ઃ જો ઉત્તરગુણ સહિત જ મૂળગુણના સમૂહને ધારણ કરવાને માટે તું સમર્થ નથી, તો ત્રણ ભૂમિને છોડીને સુશ્રાવકપણું શ્રેષ્ઠતર છે. II૫૦૧II ટીકા ઃ यदि न तरसि=न शक्नोषि धारयितुमात्मनि व्यवस्थितं मूलगुणभरं व्रतादिगुणव्रातं सोत्तरगुणमेव, तुरवधारणे, मुक्त्वा परित्यज्य, ततस्तिसृणां भूमीनां समाहारस्त्रिभूमि, तत् किं ? सुश्रावकत्वं सम्पूर्णगृहस्थधर्मपालनं वरतरं श्रेय इति, भूमयस्तु जन्मसंवर्द्धनदीक्षासम्बन्धिन्यो ज्ञेया કૃતિ ।।૦૨।। ૧૭૩ ટીકાર્થ ઃ यदि न तरसि સેવા કૃતિ । જો ઉત્તરગુણ સહિત જ મૂળગુણના ભારને=આત્મામાં વ્યવસ્થિત વ્રત વગેરેના ગુણસમૂહને, તું ધારણ કરવા સમર્થ નથી તો ત્રણ ભૂમિનો સમાહાર તે ત્રણ ભૂમિ તેને છોડીને સુશ્રાવકપણું શ્રેય છે=સંપૂર્ણ ગૃહસ્થધર્મનું પાલન કલ્યાણકર છે, ભૂમિઓ વળી જન્મસંવર્ધન અને દીક્ષાના સંબંધવાળી જાણવી. ૫૦૧ ***** ભાવાર્થ: કોઈ મહાત્માએ સંયમ ગ્રહણ કર્યું હોય તે વખતે સદ્ગીર્ય ઉલ્લસિત થયું હોય, તેથી સંયમનો પરિણામ સ્પર્શો હોય તે મહાત્મા સંયમની ઉચિત ક્રિયા દ્વારા ક્રમે કરીને સર્વવિરતિના પરિણામને પ્રાપ્ત કરે છે અને તેઓ ઉત્તરગુણ સહિત મૂળગુણના ભારને ધારણ કરે છે, તેના બળથી પ્રાપ્ત થયેલો સંયમનો પરિણામ અતિશય થાય છે અને ભાવથી સંયમનો પરિણામ પ્રાપ્ત થયો હોય તોપણ તે ઉત્તરગુણપૂર્વકની મૂળગુણની આચરણાથી પ્રગટ થાય છે. આમ છતાં પાછળથી ક્લિષ્ટ કર્મના ઉદયથી જેઓ ઉત્તરગુણ સહિત મૂળગુણને ધારણ કરવા સમર્થ નથી, તેમણે પોતાની જન્મભૂમિ, સંવર્ધનભૂમિ અને દીક્ષા સંબંધી ભૂમિનો ત્યાગ કરીને અન્ય કોઈક ભૂમિમાં શ્રાવકપણું ગ્રહણ કરીને જીવન જીવવું જોઈએ; કેમ કે તે ભૂમિઓમાં રહેવાથી સંયમના ત્યાગવાળા તે જીવને જોઈને અન્યને પણ સંયમનો પરિણામ મંદ થાય છે. I૫૦૧ અવતરણિકા : अमुमेवार्थं समर्थयन्नाह
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy