SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૬, ૪૬૭–૪૬૮ પંચેન્દ્રિયમાં પણ નરક કે તિર્યંચના ભવોની પ્રાપ્તિ થાય છે, તેમાં મનુષ્યપણું દુર્લભ છે. વળી, કોઈક રીતે જીવ મનુષ્યપણું પ્રાપ્ત કરે તોપણ અનાર્ય દેશમાં જન્મે તો માર્ગની પ્રાપ્તિ દુર્લભ બને, તેવા પ્રકારના પુણ્યના ઉદયે આર્યદેશમાં જન્મ થાય તોપણ ખરાબ કુળમાં જન્મે તો તે કુળના દોષોને કારણે તેનો મનુષ્યજન્મ નિષ્ફળ થાય. કોઈક પુણ્યના ઉદયથી ધર્મને યોગ્ય એવા સુંદર કુળમાં જન્મ થાય. વળી તેવા કુળમાં જન્મની પ્રાપ્તિ થવા છતાં કુગુરુનો યોગ થાય તો પણ મનુષ્યજન્મ નિષ્ફળ થાય છે અથવા કોઈ ગુરુનો યોગ ન થાય તો મૂઢતાથી જન્મ નિષ્ફળ થાય છે, પરંતુ તે જીવનું તેવા પ્રકારનું પુણ્ય હોય તો તત્ત્વના મર્મને બતાવે તેવા સુગુરુનો યોગ થાય છે અને સુગુરુનો યોગ થવા છતાં ભારે કર્મી જીવોને ધર્મશાસ્ત્રને સાંભળવાને અભિમુખ પરિણામ જ થતો નથી, તેથી ઉત્તમ પુરુષોનો યોગ પણ તેઓ માટે નિષ્ફળ છે, કોઈક રીતે કર્મની લઘુતા થવાથી સદ્ગુરુ પાસે ધર્મશાસ્ત્ર સાંભળવાની રુચિ થાય છે, તેથી કાંઈક તે ભાવો સ્પર્શે છે, છતાં સંસારનું વાસ્તવિક સ્વરૂપ અને હિતાહિતનો વિવેક જે સદ્ગુરુ બતાવે છે, એ એમ જ છે, એ પ્રકારે સ્પષ્ટ નિર્ણયરૂપ શ્રદ્ધાન અતિદુર્લભ છે, જેમના તે પ્રકારના શ્રદ્ધાનનાં પ્રતિબંધક કર્મો શિથિલ છે, તેમને ધર્મશાસ્ત્રના શ્રવણથી તત્ત્વનું શ્રદ્ધાન પ્રગટે છે અને કોઈ યોગ્ય જીવને તેવું શ્રદ્ધાન થાય તોપણ શરીરમાં તે પ્રકારનું આરોગ્ય ન હોય તો સંયમના ભારને વહન કરવા સમર્થ બને નહિ, એટલું જ નહિ પણ સંયમને અનુકૂળ શક્તિ સંચિત કરવા માટે શ્રાવક ધર્મ પણ સુંદર સેવી શકે નહિ, પરંતુ શરીરની વ્યાકુળતાથી હંમેશાં શરીર માટે જ સર્વ શક્તિનો વ્યય કરીને પોતાની શ્રદ્ધાને પણ અતિશય ફળવાળી કરી શકે નહિ. વળી કોઈ જીવને શ્રદ્ધા સાથે તે પ્રકારનું આરોગ્યનું પુણ્ય હોય તોપણ પ્રવ્રજ્યાને અનુકૂળ સદ્વર્ય જ ઉલ્લસિત થાય નહિ. વળી કોઈક રીતે પ્રવ્રજ્યાનો પરિણામ થાય તોપણ વિવેકપૂર્વક પ્રવ્રજ્યાનું પાલન કરીને નિગ્રંથભાવની પરિણતિની વૃદ્ધિ કરે તેવી ઉત્તમ પ્રવ્રજ્યાની પ્રાપ્તિ અતિદુર્લભ છે અને જેઓ મહા ધીરતાવાળા છે અને તત્ત્વનો નિર્ણય કરીને નિગ્રંથભાવની વૃદ્ધિના રહસ્યને જાણનારા છે અને નિગ્રંથભાવ વૃદ્ધિ પામે તે પ્રકારે પ્રવ્રજ્યામાં ઉદ્યમશીલ છે તેઓ સુખપૂર્વક મનુષ્યભવને સફળ કરીને સંસારસાગરથી તરવા સમર્થ છે, તેવા જીવોને પિત્ત વગેરેના સંક્ષોભથી થનારું મૃત્યુ પણ વ્યાકુળ કરવા સમર્થ નથી. I૪૬ષા. અવતરણિકા : तदेवमप्युपदिष्टे यः साम्प्रतेक्षित्वाद् दुर्बुद्धिर्धर्मं न कुर्यात् स पश्चाद् बहु शोचतीत्याह चઅવતરણિકાર્ચ - આ રીતે ઉપદેશ અપાયેલો હોવા છતાં જે દુબુદ્ધિ સાંપ્રતને જોવાપણું હોવાને કારણે ધર્મ ત કરે તે પાછળથી બહુ શોક કરે છે. એને કહે છે – ભાવાર્થ : ગાથા-૪૫૩થી અત્યાર સુધી બતાવ્યું એ પ્રકારે ઉપદેશ અપાયે છતે પણ કેટલાક યોગ્ય જીવો પણ તે ઉપદેશથી કંઈક ભાવિત થાય છે તોપણ વર્તમાનને જોવાની બુદ્ધિ નાશ પામતી નથી. તેથી વર્તમાનમાં
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy