SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૭–૪૬૮ ૧૨૫ સુખ-શાંતિથી ભોગવિલાસની વૃત્તિપૂર્વક જીવવાની પરિણતિ વર્તે છે, તેવા દુર્બુદ્ધિવાળા જીવો ધર્મને કરતા નથી. તેઓ ભગવાનના શાસનના કેટલાક અર્થોને જાણનાર હોવાથી જ્યારે મૃત્યુ આવે છે, ત્યારે બહુ શોક કરે છે, તેથી પોતાને તેવો શોકનો પ્રસંગ પ્રાપ્ત ન થાય માટે પણ શક્તિના પ્રકર્ષથી પોતાની ભૂમિકા અનુસાર ધર્મમાં યત્ન કરવો જોઈએ. તે બતાવવા માટે કહે છે ગાથા : आउं संविल्लंतो, सिढिलंतो बंधणारं सव्वाइं । देहट्ठिनं च मुयंतो, झायइ कलुणं बहुं जीवो ।।४६७ ।। इक्कं पिनत्थि जं सुट्टु सुचरियं जह इमं बलं मज्झ । को नाम दढक्कारो, मरणंते मंदपुत्रस्स ।।४६८ ।। ગાથાર્થ ઃ આયુષ્યને સંવેષ્ટ કરતો સર્વ બંધનો અને શરીરની સ્થિતિને શિથિલ કરતો અને મૂતો=પરિવારને મૂકતો જીવ બહુ કરુણનું ચિંતવન કરે છે. એક પણ નથી જે સુંદર સુચરિત હોય, જે પ્રમાણે મારું આ બળ=સુગતિગમનનું સામર્થ્ય થાય, મંદ પુણ્યવાળા જીવને મરણકાળમાં કયો દંઢકાર હોય=ક્યું દૃઢ અવલંબન હોય ? ||૪૬૭-૪૬૮]] ટીકા ઃ आयुर्जीवितं संवेष्टयन् सन्निहितोपक्रमकारणैर्लघूकुर्वन् शिथिलयन् श्लथीकुर्वन् बन्धनान्यङ्गोपाङ्गानां सर्वाणि, देहस्थितिं च शरीरावस्थानं, चशब्दात् पुत्रकलत्रधनकनकादिकं च मुञ्चन् परित्यजन् ध्यायति चिन्तयति करुणं विवेकिनां कृपाकारणं बह्वनेकाकारं जीवः, यदुत हा ! किं मया मन्दभाग्येन लब्धे सर्वज्ञशासनेऽक्षेपमोक्षप्रापिणि विषयलवलोलुपतया निरन्तरमहादुःखखचितसंसारकारणमीदृशमनुष्ठितमिति सुचरितावष्टम्भाभावात् ।।४६७।। ***** ટીકાર્ય ઃआयुर्जीवितं . અમાવાત્ ।। આયુષ્યને=જીવિતને, સંવેષ્ટ કરતો=નજીક રહેલા ઉપક્રમનાં કારણો વડે લઘુ કરતો, અંગોપાંગોનાં સર્વ બંધનોને અને શરીરની સ્થિતિને શિથિલ કરતો, ૪ શબ્દથી પુત્ર-સ્ત્રી-ધન-સોનું વગેરેને ત્યાગ કરતો બહુ અનેક આકારવાળા વિવેકીને કૃપાનું કારણ એવા કરુણને જીવ ચિંતવન કરે છે, શું ચિંતવન કરે છે તે યદ્યુતથી બતાવે છે ખેદની વાત છે કે મંદભાગ્યવાળા એવા મારા વડે ક્ષેપ વિના મોક્ષને પ્રાપ્ત કરાવનાર સર્વજ્ઞનું શાસન પ્રાપ્ત થવા છતાં વિષયલવની લોલુપતાથી નિરંતર મહાદુઃખને આપનારા સંસારનું કારણ આવું અનુષ્ઠાન કેમ -
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy