SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૭-૪૭૮ ૧૩૯ શમભાવની વૃદ્ધિ કેમ થાય, તે પ્રકારે પ્રણિધાનથી કરતા નથી, તેઓ કૃષ્ણપક્ષમાં જેમ ચંદ્ર ક્ષયને પામે છે, તેમ સંયમ ગ્રહણ કરતી વખતે સંવેગના પરિણામવાળા થયેલા તે તેમનો સંવેગનો પરિણામ સંયમ ગ્રહણ કર્યા પછી સતત ક્ષય પામી રહ્યો છે, તેથી ગૃહસ્થઅવસ્થામાં કે સંયમના ગ્રહણકાળમાં જે ધર્મના ભાવો હતા તે પણ ક્રમસર નષ્ટપ્રાયઃ થાય છે. વળી તેવા પ્રમાદી સાધુને વર્તમાનમાં પણ ક્લેશ છે તે બતાવવા માટે કહે છે તેમણે ઘરનો ત્યાગ કર્યો છે, તેથી ઘર રહિત છે અને પ્રવ્રજ્યામાં યાચના કરી જે વસતિ મેળવે છે, તે વિશિષ્ટ નથી. તેથી સર્વ પ્રકારની અનુકૂળતાવાળી ગૃહસ્થના જેવી વસતિ નથી અને સંયમ ગ્રહણ કર્યું છે, એથી સ્ત્રી રહિત છે અને જેમનું ચિત્ત શમભાવમાં અને શમભાવને અનુકૂળ વૃદ્ધિમાં નથી પ્રવર્તતું, પરંતુ વિષયોને અભિમુખ છે, તેઓને અનુકૂળ વસતિ અને સ્ત્રી વગેરેનો અભાવ હોવાથી ભોગસામગ્રીજન્ય પણ સુખ નથી અને સંયમજન્ય સુખ પણ નથી, તેથી ક્લિષ્ટ અધ્યવસાયને કારણે તે જીવો સતત કર્મ બાંધે છે. II૪૭૭ના - અવતરણિકા : अन्यच्चासाविहैव यदनुभवति तदाह અવતરણિકાર્ય : અને બીજું આ=પ્રમાદી સાધુ, અહીં જ જે અનુભવે છે. તેને કહે છે ગાથા : भीउव्विग्गनिलुक्को, पागडपच्छन्नदोससयकारी । अप्पच्चयं जणंतो, जणस्स धी जीवियं जियइ ।।४७८ ।। ગાથાર્થ : ભયથી ઉદ્વેગ પામેલો અને પોતાને છુપાવનાર પ્રગટ અને પ્રચ્છન્ન સેંકડો દોષોને કરનાર લોકોને અવિશ્વાસ ઉત્પન્ન કરતો ધિક્કારપાત્ર જીવિતને જીવે છે. II૪૭૮।। ટીકા ઃ भीतश्चासौ कः किं मां भणिष्यतीत्युत्त्रासादुद्विग्नश्च क्वचिदपि धृतेरभावाद् भीतोद्विग्नः, स चासौ निलुक्कश्च सङ्घपुरुषादिभयेन आत्मगोपनादिति समासः, किमित्येवंविध इत्यत आहप्रकटप्रच्छन्नानि जनेन विदिताविदितानि दोषशतानि कर्तुं शीलं यस्यासौ प्रकटप्रच्छन्नदोषशतकारी, अत एवाऽप्रत्ययं धर्मस्योपर्यविश्वासं जनयन् जनस्योत्पादयन् लोकस्य नूनमेषां धर्मः शास्त्रकारेणैवंविध एव प्रतिपादित इति बुद्धयुत्पत्तेः, किं ? धिग् जीवितमिति क्रियाविशेषणं, धिक्कारार्हप्राणधारणेनेत्यर्थः, जीवति किल प्राणान् धारयतीति ।। ४७८ ।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy