SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૯, ૪૫૦-૪૫૧ ટીકા : उपदेशं तत्त्वकथनरूपं पुनस्तं ददति, येनोपदेशेन चरितेनानुष्ठितेन कीर्तिनिलयानां ख्यातिस्थानानां देवानां सुराणामपि भवन्ति प्रभवः स्वामिनस्तदनुष्ठातार इति गम्यते, किमङ्गेति शिष्यामन्त्रणं, किं पुनर्मनुजमात्राणां प्रभवोऽतिस्तोकमिदमिति ।।४४९।। ટીકાર્ય : ૩પશે ..ગતિસ્તોમમિતિ . વળી ઉપદેશ=તત્વને કહેવારૂપ ઉપદેશ, તેને=યોગ્ય જીવને, આપે છે, જેના વડે=જે ઉપદેશથી, ચરિતથી-આચરણાથી, કીતિનું વિલય=ખ્યાતિનું સ્થાન એવા, દેવોના પણ સ્વામી થાય છે તેના અર્થાત ભગવાનના ઉપદેશ અનુસાર આચરણ કરનારા દેવોના સ્વામી થાય છે, વિમમાં રહેલ આ શબ્દ શિષ્યને આમંત્રણ છે, શું વળી મનુષ્યમાત્રના સ્વામી આ અત્યંત થોડું છે=મનુષ્યમાત્રના સ્વામી થાય એ થોડું છે. I૪૪૯ ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે અરિહંતો હાથ ઝાલીને અહિતથી વારતા નથી અને હિતમાં પ્રવર્તાવતા નથી તો શું કરે છે ? એ બતાવવા માટે કહે છે – ભગવાન યોગ્ય જીવને શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે તેનો ઉપદેશ આપે છે, એટલું જ નહિ, પણ જીવની જે પ્રકારની યોગ્યતા હોય તે પ્રકારે તેને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને શું ઉપેક્ષણીય છે તેનો પારમાર્થિક બોધ થાય તે રીતે ઉપદેશ આપે છે અને ભગવાનના ઉપદેશને ઝીલીને યોગ્ય જીવો પોતાની ભૂમિકા પ્રમાણે આચરણ કરે છે, તેના બળથી તે મહાત્માઓ ખ્યાતિના સ્થાનરૂપ દેવોના પણ સ્વામી બને છે, તો મનુષ્યના સ્વામી થાય તેનું શું કહેવું? અર્થાતુ ભગવાનના વચનનું આચરણ કરીને તે મહાત્મા ઉત્તમ દેવલોકના વિમાનાધિપતિ દેવ થાય છે અને મનુષ્યભવમાં આવે ત્યારે પણ મનુષ્યોના સ્વામી થાય છે. આ૪૪લા અવતરણિકા : हितोपदेशो हि सकलकल्याणानि सम्पादयत्येव, तथा चाहઅવતરણિકાર્ય :ખરેખર, હિતોપદેશ સકલ કલ્યાણોને પ્રાપ્ત કરાવે છે જ અને તે રીતે કહે છે – ગાથા : वरमउडकिरीडधरो, चिंचइओ चवलकुंडलाहरणो । सक्को हिओवएसा, एरावणवाहणो जाओ ॥४५०।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy