SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૫-૪૮૬ કરે છે, તેવી ભાષા સાધુ બોલે નહિ, પરંતુ વચનગુપ્તિને સંવૃત કરીને સૂત્રોથી આત્માને વાસિત રાખવા યત્ન કરે. વળી ગુરુ સન્માર્ગનો ઉપદેશ આપતા હોય અને શિષ્યને વચમાં કોઈ વસ્તુનું સ્મરણ થાય તો ગુરુના કથનની વચમાં કથન કરે નહિ; કેમ કે તે પ્રકારના મોહના આવેગથી તે કથન કરવાની ઇચ્છા થાય છે. તેવી અંતરભાષા વિવેકી સાધુ બોલે નહિ. વળી જે ભાષામાં કોઈ નિયત અર્થ ન હોય તેવી જકાર-મકારવાળી અવાક્ય ભાષા સાધુ બોલે નહિ, વળી કોઈએ પૂછ્યું ન હોય, પરંતુ પોતાની તે તે બોલવાની વૃત્તિને કારણે જે વાચાળતા છે, તેને વશ પણ બોલે નહિ. પરંતુ વચનગુપ્તિથી આત્માને સંવૃત રાખીને સંયમના પ્રયોજનથી જેટલું ઉચિત જણાય તેટલું કથન પરિમિત શબ્દોમાં કરે, જેથી પોતાના સંવેગની વૃદ્ધિ થાય અને યોગ્ય જીવોને માર્ગનો બોધ થવાથી ઉપકાર થાય. II૪૮પા અવતરણિકા : साम्प्रतं मनोऽधिकृत्याहઅવતરણિકાર્ચ - હવે મનને આશ્રયીને ઉત્પથથી આત્માનું કઈ રીતે રક્ષણ કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે – ગાથા : अणवट्ठियं मणो, जस्स झायइ बहुयाई अट्टमट्टाई । तं चिंतियं च न लहइ, संचिणइ य पावकम्माइं ॥४८६।। ગાથાર્થ : જેનું મન અનવસ્થિત છે, ઘણા પ્રકારનાં પાપ સંબંઘી કૃત્યોનું ધ્યાન કરે છે અને તે ચિંતવાયેલાને પ્રાપ્ત કરતો નથી અને પાપકર્મોને એકઠાં કરે છે. આથી મન સ્થિર કરવું જોઈએ, એમ સંબંધ છે. II૪૮૬ ટીકા : अनवस्थितमतिचञ्चलं मनश्चित्तं यस्य सम्बन्धि ध्यायति चिन्तयति बहूनि नानारूपाणि, 'अट्टमट्टाइंति पापसम्बन्धीन्यदवितर्दानि तदसौ चिन्तितं च यथाभिप्रेतं न लभते न प्राप्नोति, सञ्चिनोति च प्रतिक्षणं बध्नाति पापकर्माणि नरकादियोग्यान्यसातादीनि, अतः स्थिरं शुद्धं मनो विधेयमिति ॥४८६॥ ટીકાર્ય : નવસ્થિત .... વિષેતિ | અવસ્થિત મન અતિચંચળ ચિત, જેના સંબંધી છે તે બહુ ઘણા રૂપવાળા, પાપસંબંધી અર્ક-વિતર્દીને ચિંતવન કરે છે, તેને=ચિંતવન કરેલી વસ્તુને, આ=
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy