SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ર ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૩૩ તોપણ સમસ્ત સુખ નહિ આપે તેને સ્પષ્ટ કરવા માટે વિશ્વથી કહે છે કે જે સંવિગ્નપાક્ષિક સંયમ સાથે અત્યંત પ્રતિબદ્ધ માનસવાળા છે, તેમને આ ગ્રંથ સુખ આપશે. તે બતાવતાં કહે છે – ગાથા : संजमतवालसाणं, वेरग्गकहा न होइ कन्नसुहा । संविग्गपक्खियाणं, होज्ज व केसिंचि नाणीणं ।।५३३ ।। ગાથાર્થ : સંયમ અને તપમાં આળસુ એવા જીવોને વૈરાગ્યની કથા કાનને સુખ કરનારી થતી નથી, સંવિગ્નપાક્ષિક એવા કેટલાક જ્ઞાનીઓને થાય છે=વૈરાગ્યથા સુખને કરનારી થાય છે. II૫૩૩।। ટીકા ઃ संयमतपोऽलसानां संयमतपसोरनुत्साहवतां गुरुकर्मणां वैराग्यकथा प्रस्तुतप्रकरणरूपा न भवति कर्णसुखा श्रवणद्वारेण चित्ताह्लादहेतुर्न भवतीत्यर्थः, संविग्नपाक्षिकाणां पूर्वोक्तस्वरूपाणां स्वयं संयमतपोऽलसानामपि भवेद्वा कर्णसुखा वैराग्यकथा केषाञ्चित् ज्ञानिनां संयमप्रतिबद्धचित्तत्वादवदातજ્ઞાનાનામિતિ યાવત્ ।રૂા ટીકાર્ય ઃ ..... संयमतपोऽलसानां , યાવત્ ।। સંયમ અને તપમાં આળસુને=સંયમ અને તપમાં ઉત્સાહ વગરના ગુરુકર્મવાળા જીવોને પ્રસ્તુત પ્રકરણરૂપ વૈરાગ્યની કથા કર્ણસુખને કરનારી થતી નથી=શ્રવણ દ્વારા ચિત્તને આહ્લાદ આપવાના હેતુભૂત થતી નથી, સંવિગ્નપાક્ષિકોને=પૂર્વમાં કહેવાયેલા સ્વરૂપવાળા સંયમ અને તપમાં આળસવાળા પણ કેટલાક જ્ઞાતીઓને=સંયમમાં પ્રતિબદ્ધ ચિત્તપણું હોવાથી નિર્મળ જ્ઞાનવાળાને, વૈરાગ્યની કથા કર્ણસુખને દેનારી થાય પણ અથવા ન પણ થાય. ૫૩૩॥ ભાવાર્થ : જેઓ સાધુવેષમાં છે કે ગૃહસ્થવેષમાં છે, પરંતુ પાંચ ઇન્દ્રિયોના સંયમ અને મોહનાશને અનુકૂળ ઉચિત તપ ક૨વામાં અનુત્સાહવાળા છે, તેઓ ગુરુકર્મવાળા છે અને તેવા જીવોને ઇન્દ્રિયોના આહ્લાદમાં જ રસ હોય છે. શરીરની શાતામાં રસ હોય માન-ખ્યાતિમાં રસ હોય છે, તેવા જીવોને પ્રસ્તુત ઉપદેશમાલાની કથા કેવળ વૈરાગ્યને કહેનારી છે. તેથી તે સાંભળીને કર્ણનું સુખ પ્રાપ્ત થતું નથી અર્થાત્ તેઓ વિચારે છે, આ ગ્રંથાનુસાર તો કેવળ આપણને કષ્ટો વેઠવાનો ઉપદેશ છે. સુખ-શાંતિથી જીવવાનો ક્યાંય ઉપદેશ નથી. ક્વચિત્ ધર્મગ્રંથ તરીકે તેને વાંચે, સાંભળે, પરંતુ તેનો પરમાર્થ વિચારીને પોતાનો મનુષ્યભવ સફળ ક૨વાનો અભિલાષ થાય, તેવો ઉત્સાહ થતો નથી. તેથી પ્રસ્તુત ગ્રંથના શ્રવણથી તેઓને આનંદ થઈ શકે નહિ.
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy