SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ૧૧૯ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૩ अग्निदो गरदश्चैव, शस्त्रपाणिर्धनापहः । पुत्रदारहरश्चैव, षडेते आततायिनः ।। आततायिनमायान्तमपि वेदान्तपारगम् । जिघांसन्तं जिघांसीयान्न तत्र ब्रह्महा भवेद् ।। इति । पीडाप्रवृत्तेऽपि परे न पीडा कर्त्तव्येत्यर्थः ।।४६३।। ટીકાર્ય : સવ નજુર્ન .... ત્રેત્ય બધા પ્રાણી હિંસા કરવા યોગ્ય નથી પીડા કરવા યોગ્ય નથી, તો શું કરવું જોઈએ, જે પ્રમાણે મહીપાલ=રાજા, તે પ્રમાણે ઉદકપાલકરંક પણ, અપરિભાવપણાથી જાણવો જોઈએ, અભયદાનના સ્વામી વડે–તેનું દાયકપણું હોવાથી તેના સ્વામી વડે=અભયદાન દાયકપણું હોવાથી અભયદાનના સ્વામી વડે અથવા અભયદાન વ્રતવાળા વડે=સર્વ પ્રાણીઓને મારે અભય આપવો જોઈએ, એ પ્રમાણે સ્વીકાર કરનારા મહાત્માએ શું કરવું જોઈએ ? એથી કહે છે – જનતા જેવી ઉપમા છે જેને એવો આ જનઉપમાન તેવા પ્રકારના વડે થવું જોઈએ નહિ જ=જનઉપમાનથી થવું જોઈએ નહિ જ, જે પ્રમાણે લૌકિકો કહે છે – અગ્નિને દેનારો, વિષને દેનારો, શસ્ત્ર છે હાથમાં જેને એવો, ધનને હરણ કરનારો, પુત્ર અને સ્ત્રીને હરણ કરનાર, આ છ આતતાયી ઘાત કરનારા છે. વેદાંત પાર ગયેલા હણતા આવતા પણ આતતાયીને હણે, તેમાં બ્રહ્મને હણનારો ન થાય. એ પ્રમાણે લોકિકો કહે છે. એમ અવય છે. બીજો પીડામાં પ્રવૃત્ત હોતે છતે પણ પીડા કરવી જોઈએ નહિ. I૪૬૩ ભાવાર્થ : જેમણે મોહને ઉખેડી નાખ્યો છે તેવા મહાત્માઓ સર્વ જીવો પ્રત્યે સમભાવની પરિણતિવાળા હોય છે, તેથી તેઓ વિચારે છે કે કોઈ જીવને હિંસા કે પીડા કરવી જોઈએ નહિ, જેમ રાજા કોઈનાથી પરાભવ કરી શકાય તેમ નથી, તેમ રંકનો પણ પરાભવ કરવો જોઈએ નહિ. તેથી દયાળુ સ્વભાવવાળા જીવો રાજા કે રંકનો પરિભવ તો ન કરે, પરંતુ અત્યંત તુચ્છ એવા એકેન્દ્રિય વગેરેથી માંડીને સર્વ જીવોને અભયદાન આપવાના સ્વભાવવાળા છે અથવા અભયદાન વ્રતવાળા છે, તેવા જીવોએ જનઉપમાનથી પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, જેમ લોકોમાં કહેવાય છે કે જે પાપીઓ ઘણાની હિંસા કરનારા છે, તેમની હિંસા કરવામાં દોષ નથી, એ પ્રકારની જનઉપમાથી થવું જોઈએ નહિ, પરંતુ પરપીડામાં પ્રવૃત્ત એવા બીજા જીવોને પણ પીડા ન થાય, એ પ્રકારે યત્ન કરવો જોઈએ અથવા કોઈ જીવને અલ્પ પણ પીડા થાય તેવું કરવું જોઈએ નહિ. I૪૬૩
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy