SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૮-૫૦૯ વગર નિઃશુક રીતે પ્રવૃત્તિ કરે છે, તેની દીક્ષાથી શું ? અર્થાત્ દીક્ષા નિરર્થક છે, વસ્તુતઃ ‘કરેમિ ભંતે' સૂત્ર બોધ કરાવે છે કે મારે ત્રણ ગુપ્તિમાં ૨હેવા પ્રયત્ન કરવો જોઈએ અને ત્રણ ગુપ્તિની વૃદ્ધિ થાય, તેવી સંયમની ઉચિત ક્રિયા ઉત્સર્ગમાર્ગથી શક્ય હોય તો ઉત્સર્ગમાર્ગનું સેવન કરવું જોઈએ અને ઉત્સર્ગથી અશક્ય હોય તો અપવાદનું સેવન કરી ત્રણ ગુપ્તિમાં યત્ન કરવો જોઈએ અને જેને ત્રણ ગુપ્તિ પ્રિય છે, તે સાધુ વિશેષ બોધ ન હોય તો સંક્ષેપથી ક્ષમા, માર્દવ, આર્જવ અને બાહ્ય પદાર્થ પ્રત્યે નિરપેક્ષતારૂપ નિર્લોપતાનું ભાવન કરી તે ભાવોની વૃદ્ધિ થાય તે રીતે યત્ન કરે તો અવશ્ય ગુપ્તિને અભિમુખ થઈ શકે, માટે સંક્ષેપથી કે વિસ્તારથી ત્રણ ગુપ્તિના હાર્દને જાણીને જેઓ તેને અનુરૂપ યત્ન કરે છે, તેમની કરાયેલી પ્રતિજ્ઞા મૃષાવાદરૂપ નથી અને તેનો લેશ પણ વિચાર જેઓ કરતા નથી, બાહ્યથી સત્ય ભાષણ કરે છે, તે પણ મૃષાવાદરૂપ જ છે. I૫૦૮l અવતરણિકા : यस्तु 'सर्वं तत्तपसः साध्यं, तपो हि दुरतिक्रममित्यादिवचनश्रवणात् संयमं विहाय तपस्येवाद्रियते तं प्रत्याह અવતરણિકાર્ય : વળી સર્વ તેના તપથી સાધ્ય છે, =િજે કારણથી, તપ દુરતિક્રમ છે ઇત્યાદિ=તપ પોતાનું કાર્ય કરવામાં સમર્થ છે તેથી તપથી સર્વ સાધ્ય છે ઇત્યાદિ, વચનના શ્રવણથી સંયમને છોડીને જે તપને આદરે તેના પ્રત્યે કહે છે ગાથા: - महव्वयअणुव्वयाई, छड्डेउं जो तवं चरइ अन्नं । सो अन्नाणी मूढो, नावाबोद्दो मुणेयव्वो । । ५०९ ।। ગાથાર્થ ઃ મહાવ્રતો અને અણુવ્રતોને છોડીને જે અન્ય એવા તપને કરે છે, અજ્ઞાની મૂઢ એવો તે નાવબોદ્ર જાણવો. ૫૦૯ ટીકા ઃ महाव्रताणुव्रतानि प्रतीतानि 'छड्डेडं' ति परित्यज्य यस्तपश्चरत्यन्यद् अशनादि तीर्थान्तरीयसम्बन्धि वा सोऽज्ञानी, यतो मूढो मोहोपहतोऽत एव चाऽसौ नौबोद्रो मन्तव्यः, यो हि जलधौ नावं भित्त्वा लोहकीलकं गृह्णाति मूर्खतया तद्वद् द्रष्टव्यः, संयमनोभङ्गे गृहीततपोऽयः कीलकस्याऽपि भवजलधौ निमज्जनाद् व्यर्थं तद्ग्रहणमिति । तस्माद् द्वयोरपि यत्नो विधेयः । । ५०९ ।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy