SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-પ૧૦ ટીકાર્ય : સુવ૬મને વારં શ્વિત ચર્થ | સુબહુ અનેક આકારવાળા, પાર્શ્વસ્થાજનને=શિથિલ એવા પોતાના યૂથના લોકોને, જાણીને જે મધ્યસ્થ થતા નથી=મૌનશીલ થતા નથી, તે સ્વીકાર્યને=મોક્ષ સ્વરૂપ પોતાના પ્રયોજનને, નિષ્પાદન કરતા નથી, કેમ કે રાગ-દ્વેષતી આપત્તિ છે–તેમની અનુચિત આચરણા પ્રત્યે અસહિષ્ણુતાને કારણે રાગ-દ્વેષની આપત્તિ છે, અને પોતાને કાગડો કરે છે, કઈ રીતે કાગડો કરે છે ? તે સ્પષ્ટ કરે છે – સાધુ મૌન લે નહિ અને બધાને ઉપદેશ આપે તો ઊલટું રોષ થવાને કારણે તે સર્વ પાર્શ્વસ્થાઓ વડે એકઠા થઈને પોતાના ગુણવાનપણાને જણાવવા માટે હંસકલ્પતાનું આરોપણ કરીને અમે હંસ છીએ એ પ્રમાણે પોતાનામાં આરોપણ કરીને, લોકમાં તે જન્નતપ-સંયમમાં યત્ન કરનાર સાધુ, નિર્ગુણપણાથી જણાવીને કાગડા જેવો કરાય છે, એ પ્રકારનો અર્થ છે=આ રીતે તે સાધુ પોતાના આત્માને કાગડો કરે છે એ પ્રકારનો અર્થ છે. i૫૧૦માં ભાવાર્થ : કેટલાક જીવો સ્વયં આરાધક હોય છે, મહાવ્રતોની વિશુદ્ધ આચરણ કરનારા હોય છે તો પણ સૂક્ષ્મ બોધના અભાવને કારણે સમુદાયવર્તી શિથિલ સાધુઓની આચરણા જોઈને તેઓ મૌન ધારણ કરી શકતા નથી અને તેમનું કઈ રીતે હિત થશે ? તેનો નિપુણપ્રજ્ઞાપૂર્વક નિર્ણય કરીને ઉચિત ઉપદેશ આપવા યત્ન કરતા નથી અને કોઈ અનુચિત પ્રવૃત્તિ કરે અને પોતે તેનો પ્રતિકાર ન કરે તો પોતાને દોષની પ્રાપ્તિ થાય તે પ્રકારના ભ્રમને વશ થઈને સહવર્તી સાધુઓની અનુચિત પ્રવૃત્તિનો સતત વિરોધ કરે છે, તે મહાત્મા પોતાનું મોક્ષરૂપ કાર્ય સાધી શકતા નથી; કેમ કે તેમની પ્રવૃત્તિ જોઈને સતત રાગદ્વેષ કરે છે. જેથી પોતે સંયમનું અનુષ્ઠાન કરીને મોક્ષને અનુકૂળ ભાવો કરવા સમર્થ થતો નથી, પરંતુ સહવર્તી પ્રમાદી સાધુના શિથિલ આચારોથી અસહિષ્ણુ બનીને પોતાના હિતનો નાશ કરે છે, એટલું જ નહિ પણ ઊલટું તે સર્વ પ્રમાદી સાધુઓ રોષથી એકઠા થઈને અમે ઉચિત આચરણા કરનારા છીએ, તેવું બતાવવા માટે સુસાધુને નિર્ગુણ બતાવવા પ્રયત્ન કરે છે, તેથી અસહિષ્ણુ સ્વભાવવાળા સાધુ આત્માના હિતને સાધવાનું છોડીને લોકો આગળ “કાગડા તુલ્ય છે” તે પ્રકારે પ્રસિદ્ધિને પામે છે, માટે વિવેકીએ જ્યાં સુંદર ફળ દેખાય ત્યાં જ અત્યંત મધ્યસ્થભાવપૂર્વક તેનું હિત થાય તે રીતે ઉચિત ઉપદેશ આપવો જોઈએ. માત્ર સત્યનું કથન કરવું જોઈએ તેવો મૂઢ પક્ષપાત કરીને જેનાથી પોતાને ક્લેશ થતો હોય અને બીજાનું અહિત થતું હોય તેવું સત્ય પણ પરમાર્થથી સત્ય નથી તેમ વિચારીને નિરર્થક ઉપદેશમાં યત્ન કરવો જોઈએ નહિ; કેમ કે જગતમાં તે જ સત્ય છે કે જેનાથી પોતાના કષાયોનો ક્લેશ શાંત થાય અને ઉપદેશયોગ્ય જીવમાં પણ કષાયોનો ક્લેશ શાંત થાય અને જે કૃત્યથી ઉપદેશયોગ્ય જીવોમાં ક્લેશની વૃદ્ધિ થતી હોય અને પોતાને પણ ક્લેશ થતો હોય તે કૃત્ય બાહ્યથી સત્ય હોવા છતાં પરમાર્થથી અસત્ય છે, આથી જે ઉપદેશથી તે પાર્થસ્થ વગેરે રોષ કરીને લોકમાં પોતે ઉચિત છે તેમ સ્થાપન કરવા યત્ન કરે છે, ત્યારે તેઓ જે ક્લિષ્ટ કર્મ બાંધે છે તે કર્મ બાંધવામાં ઉપદેશક પ્રબળ નિમિત્ત બને છે
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy