SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૯-૪૨૦ છે, તેના પરમાર્થને જોનારા છે, તેથી તે રીતે વિભાગ કરીને સ્વ-પરના હિતમાં યત્ન કરે છે અને દ્રવ્યાનુયોગમાં નિપુણ પણ સાધુ કોઈ રીતે પ્રમાદવશ બને છે, ત્યારે તે પ્રકારના વિભાગમાં નિપુણ પ્રજ્ઞા પ્રવર્તતી નથી, તેથી તેઓનો શાસ્ત્રોનો સૂક્ષ્મ બોધ પણ તેમના હિતમાં પ્રવર્તક થતો નથી. જેમ મંગુ આચાર્ય શાસ્ત્રના સૂક્ષ્મ ભાવોને જાણનારા હતા, છતાં તેમનો ઉપયોગ તે પ્રકારના કષાયને વશ પ્રવર્તતો હતો, તેથી તેમનું સમ્યજ્ઞાન પણ મોહનાશને અનુકૂળ યત્ન કરાવવા સમર્થ થયું નહિ અને જેઓ તે પ્રકારના કષાયને વશ નથી, કલ્યાણના અર્થી છે, ભવથી ભય પામેલા છે, છતાં દ્રવ્યાનુયોગમાં નિપુણ નથી, એથી જીવોની તે તે પ્રકારની યોગ્યતાનું વિભાજન કરી શકતા નથી. આથી દેશના આપતી વખતે પણ બાલ, મધ્યમ, પંડિતનું વિભાજન કરીને તે તે જીવોનું કેવા કેવા પ્રકારના ઉપદેશથી હિત થશે, તેનું વિભાજન કરી શકતા નથી અને શિષ્યગણમાં પણ તે તે શિષ્યની સામાયિકની નિષ્પત્તિને અનુકૂળ કયા પ્રકારની યોગ્યતા છે, તેનો નિર્ણય કરીને તે તે અનુષ્ઠાનમાં પ્રવર્તાવીને તેઓના સામાયિક ધર્મની વૃદ્ધિ કરાવી શકતા નથી, તેથી દ્રવ્યાનુયોગના પરમાર્થને જાણનારની નિશ્રામાં ગચ્છનો વિસ્તાર છે, સુસાધુનો નિસ્તાર છે અને જેઓ ગીતાર્થ નથી તેમને ગાથા-૩૯૮માં કહ્યું તે પ્રમાણે અનંત સંસારની પ્રાપ્તિ થાય છે. II૪૧લા અવતરણિકા : तस्मात् स्थितमेतदित्याहઅવતરણિકાર્ય : તે કારણથીઆચાર્યાદિના ક્રમથી શાસ્ત્રનો બોધ થાય છે તે કારણથી, આ પ્રમાણે સ્થિત છે, એથી કહે છે - ગાથા : जह उज्जमिउं जाणइ, नाणी तवसंजमे उवायविऊ । तं चक्खुमित्तदरिसणसामाचारी न याणंति ॥४२०।। ગાથાર્થ : તપ-સંયમના ઉપાયને જાણનારા જ્ઞાની જે પ્રમાણે ઉધમને જાણે છે, તે પ્રમાણે તે ઉધમને ચક્ષમાત્રથી સામાચારીવાળા સાધુ જાણતા નથી. II૪૨૦) ટીકા : यथा उद्यन्तुं सम्यगनुष्ठानं कर्तुं जानाति ज्ञानी तपःसंयमयोरुपायवित् तत्कारणकुशलस्तदुद्यमनं चक्षुर्मात्रदर्शनेन परानुष्ठानावलोकनेनाऽऽगमं विना सामाचारी अनुष्ठानप्रवृत्तिर्येषां ते तथा, ते न जानन्तीति ॥४२०।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy