SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૧-૪૮૨ ભાવાર્થ : ઉપદેશમાલાના પ્રારંભથી માંડીને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સદનુષ્ઠાન વિષયક અનેક પ્રકારના ઉપદેશો આપ્યા અને કેટલાક જીવો પ્રસ્તુત ગ્રંથના અભ્યાસ દ્વારા તે સર્વ ઉપદેશને વાંચે છે, સાંભળે છે, પરંતુ તેના વિષયક કોઈ પરિણામ કરતા નથી, માત્ર ગ્રંથ વાંચીને સંતોષ માને છે, તેઓ તે ઉપદેશનો લેશ પણ સ્વીકાર કરતા નથી. તેમના માટે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન નિષ્ફળપ્રાયઃ છે. વળી કેટલાક યોગ્ય જીવો તે સર્વ ઉપદેશ સાંભળે છે તે વખતે તે પ્રકારે સેવન કરવાનો કંઈક પરિણામ કરે છે, તોપણ તે ઉપદેશને સતત દઢ અવધારણ કરીને શક્તિ અનુસાર સ્વભૂમિકાની ઉચિત આચરણા કરવા યત્ન કરતા નથી, પરંતુ ઉપદેશ સાંભળે ત્યારે પરિણામવાળા થાય છે. ત્યારપછી તે ઉપદેશનાં વચનો તેમના ચિત્તમાં શિથિલ શિથિલતર થાય છે તેને બતાવતાં કહે છે – ગાથા : इय गणियं इय तुलियं, इय बहुहा दरिसियं नियमियं च । जइ तहवि न पडिबुज्झइ, किं कीरउ ? नूण भवियव्वं ।।४८१।। किमगं तु पुणो जेणं, संजमसेढी सिढिलीकया होइ । सो तं चिय पडिवज्जइ, दुक्खं पच्छा उ उज्जमइ ।।४८२।। ગાથાર્થ : આ રીતે ગણના કરાયું, આ રીતે તુલના કરાયું, આ રીતે ઘણા પ્રકારે દેખાડાયું અને નિયમિત કરાયું તોપણ જો પ્રતિબોધ પામતો નથી, તો શું કરે? ખરેખર થવું જોઈએ=અનંતકાળ સુધી તે જીવે સંસારમાં ભટકવું જોઈએ. અંગકહે પ્રાણી, શું વળી જેના વડે સંયમશ્રેણી શિથિલ કરાયેલી છે તે=શિથિલ પુરુષ, તેને જEશૈથિલ્યને પ્રાપ્ત કરે છે, પાછળથી દુઃખે કરીને ઉધમ કરે છે. Il૪૮૧-૪૮થી ટીકા : इत्युक्तेन प्रकारेण गणितं परिसङ्ख्यातं 'संवत्सरमृषभजिन' इत्यादिना सदनुष्ठानमिति सर्वत्र योज्यमिति, तुलितमाकलितम् अवन्तिसुकुमारोदाहरणादिना इति, बहुधाऽनेकप्रकारं दर्शितमार्यमहागिरिदृष्टान्तादिना, नियमितं च नियन्त्रितं चशब्दादन्वयव्यतिरेकाभ्यां, समितिकषायगौरवेन्द्रियेत्यादियतनयाऽन्वयेन, द्विचत्वारिंशदेषणा न रक्षतीत्यादिना व्यतिरेकेण च नियतं दर्शितमिति यावत्, यदि तथापि इयताऽप्यादरेण कथयता न प्रतिबुध्यते गुरुकर्मकैर्न तत्त्वदर्शिभिर्भूयते, ततः किं क्रियतामन्यत् समधिकतरं !, नूनं निश्चितं भवितव्यमनन्तकालं संसारे तैरिति गम्यते ।।४८१।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy