SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૨૯-૫૩૦ ગ્રહણ કરીને તેના ઉપર નાચે છે અને જોઈને ખુશ થાય છે, છતાં તે સોનામહોરો તેમની જીવનવ્યવસ્થામાં ઉપકારક થતી નથી, તેમ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવામાં જેમની વિપર્યાસ બુદ્ધિ અત્યંત સ્થિર છે, તેથી રમ્ય પદાર્થો ઇન્દ્રિયોને સુખકારી જણાય છે અને અરણ્ય પદાર્થો દુઃખકારી જણાય છે, પરંતુ આત્મામાં વર્તતો કષાયોનો ક્લેશ, ઇન્દ્રિયોની ઉત્સુકતા વગેરે પોતાના ભાવરોગો છે, તેવું જણાતું નથી, તેઓ ઉપદેશમાલા ગ્રંથ ભણે તોપણ તે ઉપદેશનાં વચનો જોવા માત્રથી સુંદર જણાય, જેમ ઉંદરને સોનામહોર જોવા માત્રથી સુંદર જણાય, તોપણ અસ્થિર પરિણામવાળા જીવોને ઉપદેશમાલા દ્વારા કષાયોના ઉન્મેલનને અનુકૂળ યત્ન થાય તેવો કોઈ ઉપકાર થતો નથી, ફક્ત આ સુંદર ગ્રંથ છે, મેં અધ્યયન કર્યું છે, તેમ વાંચીને સંતોષ પામે છે, તેથી તેવા જીવો ઉપદેશમાલા ભણવા માટે અયોગ્ય છે તેમ સૂચિત થાય છે. વળી કાગડાને સુવર્ણની માલા કે રત્નમાલાનું કોઈ પ્રયોજન નથી, તેઓ કંઠમાં ધારણ કરે તોપણ તેનાથી શોભતા નથી; કેમ કે તેમની અસુંદર આકૃતિમાં રત્નોની માલા શોભાની વૃદ્ધિનું કારણ બનતી નથી, તેમ જે જીવો અત્યંત વિપર્યાસ બુદ્ધિવાળા છે, તેઓ કદાચ ઉપદેશમાલા ગ્રંથને કંઠસ્થ કરે, તેના શ્લોકો બોલે કે તેનાં વચનોનો ઉપદેશ આપે તોપણ જેમને માન-ખ્યાતિ જ સુંદર જણાય છે, તેમાં જ પોતાના પ્રયત્નનું સાફલ્ય જણાય છે તેવા કાકતુલ્ય જીવોને રત્નની માળાતુલ્ય ઉપદેશમાલાથી કોઈ પ્રયોજન નથી; કેમ કે અત્યંત વિકારી માનસવાળા જીવોને ઉપદેશમાલાનાં વચનોથી પણ શોભાની વૃદ્ધિ થતી નથી. પરંતુ જેઓ સ્વાભાવિક સુંદર પ્રકૃતિવાળા છે, તેઓ સોનાની માળા જેવી ઉપદેશમાલાને કંઠમાં ધારણ કરે તો તે વચનોથી આત્માને અત્યંત ભાવિત કરીને સ્વયં અધિક સુંદરતાને પામે છે, તેવા જીવોને ઉપદેશમાલા આપવા યોગ્ય છે. પરા અવતરણિકા : किञ्च અવતરણિતાર્થ - વળી બીજા પણ ઉપદેશમાલા માટે કુપાત્ર કોણ છે ? તે બતાવે છે – ગાથા : चरणकरणालसाणं, अविणयबहुलाण सययमजोगमिणं । न मणी सयसाहस्सो, आबज्झइ कोच्छुभासस्स ।।५३०।। ગાથાર્થ - ચરણ અને કરણમાં આળસવાળા અવિનય બહુલોને આ=ઉપદેશમાલાનું વચન સર્વદા અયોગ્ય છે, લાખ મૂલ્યવાળો મણિ કાગડાને પહેરાવાતો નથી. પ૩૦II
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy