SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૨૯ અવતરણિકાર્ય : આ રીતે અનેક આકારવાળા સદુપદેશોનું પ્રતિપાદન કરીને તેની=સદુપદેશની, સુપાત્ર વ્યાસની યોગ્યતાને વિપક્ષના વિક્ષેપથી કહે છે ગાથા: किं मूसगाण अत्थेण ? किं वा कागाण कणगमालाए ? | मोहमलखवलियाणं, किं कज्जुवएसमालाए । । ५२९ ।। ૨૨૧ ગાથાર્થ : ઉંદરોને ધનથી શું ? અથવા કાગડાઓને સોનાની માળાથી શું ? અર્થાત્ કંઈ પ્રયોજન નથી, (તે રીતે) મોહમલથી ખરડાયેલા જીવોને ઉપદેશમાલાથી શું ? અર્થાત્ ઉપદેશમાલા તેમને અનુપકારક છે. ૫૨૯II ટીકા ઃ किं मूषकाणामाखूनामर्थेन दीनारादिना ? न किञ्चिन्निष्प्रयोजनत्वात् किं वा काकानां कनकखचिता कनकमयी वा माला रत्नानां माणिक्यानां वा पद्धतिः कनकमाला तया ?, न किञ्चिद् एवं मोहमलखवलितानां मिथ्यात्वादिकर्मपङ्कदिग्धानां प्राणिनां किं कार्यं प्रयोजनमुपदेशमालया ? न किञ्चित्तदुपकाराभावादिति । । ५२९ ।। ટીકાર્ય ઃ किं मूषकाणाम् તવુપારામાવાવિત્તિ ।। ઉંદરોને અર્થથી=સોનામહોર વગેરેથી શું પ્રયોજન છે ? અર્થાત્ કંઈ પ્રયોજન નથી; કેમ કે નિષ્પ્રયોજનપણું છે=ઉંદરો માટે સોનામહોરોનું નિષ્પ્રયોજનપણું છે અથવા કાગડાઓને સુવર્ણથી બનેલી અથવા સુવર્ણમય માળા અથવા રત્નો કે માણિક્યની પદ્ધતિ=કનકમાળા, તેનાથી શું પ્રયોજન ? અર્થાત્ કોઈ પ્રયોજન નથી, એ રીતે મોહમલથી ખરડાયેલા જીવોને=મિથ્યાત્વ વગેરે કર્મના કાદવથી લેપાયેલા પ્રાણીઓને, ઉપદેશમાલાથી કયું કાર્ય છે ?=શું પ્રયોજન છે ? અર્થાત્ કોઈ પ્રયોજન નથી; કેમ કે તેનાથી ઉપકારનો અભાવ છે. ૫૨૯ ભાવાર્થ: જે જીવો સંસારથી અત્યંત ભય પામેલા છે અને સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી છે, આમ છતાં સંસારના ઉચ્છેદ માટે કેવો યત્ન કરવો જોઈએ ? તેનો સૂક્ષ્મ બોધ નથી તોપણ ઉપદેશમાલા ગ્રંથના શબ્દોને અવલંબીને તેના પરમાર્થને સ્પર્શવાને અભિમુખ પરિણતિવાળા છે, તે જીવોને ઉપદેશમાલા ગ્રંથ જિનવચનાનુસાર પારમાર્થિક ઉપદેશની પ્રાપ્તિ કરાવીને કલ્યાણની પરંપરાનું કારણ બને છે, પરંતુ જેમ ઉંદરડાઓને સોનામહોરોથી કોઈ પ્રયોજન નથી, છતાં કોઈક ઉંદરડો કોઈક સ્થાને રહેલી સોનામહોરોને
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy