SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૦ ૨૨૩ ટીકા : चरणकरणालसानां सदनुष्ठानप्रमादिनामविनयबहुलानां दुविनीतानां जीवानां, विनयस्य प्राधान्यख्यापनार्थं, पृथग विशेषणं, सततं सर्वदा अयोग्यमनुचितमिदमुपदेशमालावस्तु, किमित्यत आह'न मणी सयसाहस्सो' त्ति शतसाहस्रिको लक्षमूल्य इत्यर्थः, आबध्यते परिधीयते केनचित् 'कोच्छुभासस्से'त्ति काकस्य, तत्परिधायकस्याप्युपहास्यत्वप्राप्तेरिति ।।५३०।। ટીકાર્ય : વરVIRUIનાસાનાં . ૩૫દાસ્થિત્વ પ્રાપ્તરિતિ | ચરણ-કરણમાં આળસુ સદનુષ્ઠાનમાં પ્રમાદી, અવિનયબહુલ એવાને-દુર્વિનીત જીવોને, આ ઉપદેશમાલા વસ્તુ, સર્વદા અયોગ્ય છે અનુચિત છે, વિનયનું પ્રધાનપણું જણાવવા માટે પૃથ વિશેષણ છે=ચરણ-કરણમાં આળસવાળા એ વિશેષણમાં અંતર્ભાવ હોવા છતાં પૃથ વિશેષણ છે, તેવા જીવોને ઉપદેશમાલા કેમ અયોગ્ય છે? એથી કહે છે – શતસાહસિક=લાખ મૂલ્યવાળો મણિ, કોમ્પ્લભાસને=કાગડાને, કોઈ વડે પહેરાવાતો નથી; કેમ કે તેને પહેરાવનારને પણ ઉપહાસ્યત્વની પ્રાપ્તિ છે. ll૧૩૦ગા. ભાવાર્થ - જે જીવો ગુણો તરફ અત્યંત નમેલા છે, આથી જ ગુણવાનને જોઈને વિનયબહુલ થાય છે અને ચારિત્રના અનુષ્ઠાનને સેવવાના અત્યંત અર્થી છે છતાં, કદાચ શક્તિના પ્રકર્ષથી સેવવા માટે અસમર્થ હોય છતાં તેના અભિમુખ ભાવવાળા છે, તે જીવોને ઉપદેશમાલાની પ્રાપ્તિ તેમના તત્ત્વ અભિમુખ વીર્યને ઉલ્લસિત કરવાનું કારણ બને છે, પરંતુ જેઓ અવિનયબહુલ છે અર્થાત્ ક્યારેક વંદનાદિ ક્રિયા કરતા હોય, હાથ જોડવાની ક્રિયા કરતા હોય તોપણ ગુણો પ્રત્યે લેશ પણ અભિમુખ ભાવ નથી, પરંતુ બાહ્ય વિષયો પ્રત્યે અભિમુખ ભાવ છે, તેઓ મોટાને વંદન કે શાતા પૃચ્છા કરે તે શબ્દમાત્રરૂપ કરે છે, ગુણોને અભિમુખ ભાવ કરતા નથી, આથી ચારિત્રની ક્રિયામાં પ્રમાદી છે, આથી સંયમ ગ્રહણ કર્યું છે, તેથી ક્રિયાઓ કરે છે તોપણ યથાતથા કરીને મેં ક્રિયા કરી છે, તેવું મિથ્યાભિમાન કરે છે તેવા જીવો આ ઉપદેશમાલાને અયોગ્ય છે, કેમ અયોગ્ય છે તે દૃષ્ટાંતથી ભાવન કરે છે – કોઈ બુદ્ધિમાન પુરુષ લાખ મૂલ્યવાળા મણિને કાગડાના કંઠમાં આરોપણ કરે નહિ અને કોઈ કરે તો તે ઉપહાસનું સ્થાન બને છે, તેમ જે જીવો ગુણોને અભિમુખ ભાવવાળા થયા નથી, આથી ગુણવાનના ગુણોને જોવાની નિર્મળ દૃષ્ટિ જેમને પ્રાપ્ત થઈ નથી, માત્ર સંયમની બાહ્ય ક્રિયાઓ કરે છે અને તેના દ્વારા લોકમાં ખ્યાતિને પામે છે કે “આ ત્યાગી છે' તેવા જીવો કાગડા જેવા છે. જેમ કાગડો સ્વભાવથી અસુંદર છે, તેમ પ્રચુર કર્મોને કારણે તે જીવો સ્વભાવથી અસુંદર છે. જેમ કાગડાના કંઠમાં લાખ મૂલ્યવાળો મણિ આરોપણ કરવાથી તેની શોભાની વૃદ્ધિ થતી નથી, પરંતુ મૂર્ખતાનું પ્રદર્શન થાય છે, તેમ જેઓ વીતરાગતાને અભિમુખ, નિર્લેપ પરિણતિને અભિમુખ કે અસંગભાવને અભિમુખ થઈને સદનુષ્ઠાન કરતા
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy