SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૫ થી ૪૦૮, ૪૦૯-૪૧૦ ૩૯ કે દુર્ગ વગેરે માર્ગની વિષમતાને જાણતો નથી, તેમ સંસારરૂપી અટવીમાં ભૂલા પડેલા જીવો મોક્ષમાર્ગમાં જવા ઇચ્છતા હોય તો અગીતાર્થ સાધુ માર્ગ બતાવી શકે નહિ; કેમ કે અગીતાર્થ સાધુ જિનવચનપ્રદીપ ચક્ષુથી રહિત છે અર્થાત્ ભગવાનનું વચન જ અતીન્દ્રિય અર્થનું યથાર્થ પ્રકાશન કરે છે અને જેને ભગવાનનું વચન ઉચિત રીતે સર્વત્ર જોડવાનું સામર્થ્ય નથી, આથી દ્રવ્ય, ક્ષેત્ર વગેરેને ઉત્સર્ગ-અપવાદને સમ્યગુ યોજન કરવા સમર્થ નથી. તેથી સ્વયં માર્ગ ઉપર ચાલવા સમર્થ નથી, તેથી અંધ પુરુષની જેમ જિનવચનપ્રદીપ ચક્ષુ રહિત છે, આથી અગીતાર્થ સાધુને જિનપ્રવચનનું દરેક અનુષ્ઠાન કઈ રીતે જીવને પોતાની ભૂમિકા અનુસાર વીતરાગભાવને અભિમુખ કરીને સંસારસાગરથી વિસ્તારનું કારણ છે તેનો પારમાર્થિક બોધ નથી. માત્ર જેમતેમ ક્રિયા કરીને અમે સંસારસાગરથી તરીએ છીએ, તેવા ભ્રમવાળા છે. ઉત્સર્ગ અને અપવાદથી મોહનો નાશ કઈ રીતે થાય ? તેનો નિર્ણય થયા વગર પ્રવૃત્તિ કરનારા છે, તેવા અગીતાર્થ સાધુ કેવી રીતે મોક્ષમાર્ગમાં યત્ન કરે અને તેને આશ્રિત સાધુઓનું કઈ રીતે હિત કરે ? અર્થાત્ તેમને કષ્ટકારી કૃત્યો કરાવીને ક્લેશ પ્રાપ્ત કરાવે છે, પરંતુ અસંગ ભાવના સુખને અનુકૂળ ઉત્તમ ચિત્તની વૃદ્ધિ થાય તેવો પારમાર્થિક માર્ગ બતાવી શકતા નથી. ગચ્છ વળી બાળવૃદ્ધ મહેમાન સાધુ વગેરેથી યુક્ત હોય છે, તેમની ભૂમિકા અનુસાર તેમનું હિત થાય અને તેઓ ચિત્તના સ્વાથ્ય દ્વારા પરલોકનું હિત સાધી શકે તેવાં ઉચિત કૃત્યોનો નિર્ણય કરવા અસમર્થ અગીતાર્થ સાધુ કઈ રીતે ગચ્છનું હિત કરે ? અર્થાત્ બોધનો અભાવ હોવાથી ગચ્છનું હિત કરી શકતા નથી. સ્વપર સર્વના અનર્થને કરે છે, તેથી ગાથા-૩૯૮માં બતાવ્યું એ રીતે મિથ્યાત્વયુક્ત અગીતાર્થ સાધુ અનંતસંસારી થાય છે અને તેને નિશ્ચિત સાધુ અને ગચ્છ પણ વિપર્યાસની વૃદ્ધિ કરીને અનંતસંસારી થાય છે, કેમ કે બોધના અભાવમાં વિપરીત પ્રવૃત્તિ થવાથી મિથ્યાત્વના પરિણામથી યુક્ત અગીતાર્થ તેના નિશ્ચિત સાધુને તે રીતે મિથ્યાત્વ સ્થિર કરાવીને અહિત કરે છે. II૪૦૫થી ૪૦૮ ગાથા : सुत्ते य इमं भणियं, अप्पच्छित्ते य देइ पच्छित्तं । पच्छित्ते अइमत्तं, आसायण तस्स महई उ ।।४०९।। ગાથાર્થ : અને સૂત્રમાં આ કહેવાયું છે – અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિતને અને પ્રાયશ્ચિત્તમાં અતિમાત્રાના : પ્રાયશ્ચિતને આપે તેને મોટી જ આશાતના છે. l૪૦૯ll ટીકા - सूत्रे चागमे इदं भणितं, यदुत अप्रायश्चित्ते चशब्दो व्यवहितसम्बन्धः, ददाति प्रायश्चित्तं, प्रायश्चित्तेऽतिमात्रं चात्यर्गलं यः, आशातना ज्ञानादिलाभशाटरूपा तस्य महत्येव, तुशब्दस्यावधारणार्थत्वात्, तथा चोक्तम्
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy