SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૩ શુદ્ધ થાય છે ? એથી કહે છે – સંવિગ્ન મોક્ષના અભિલાષવાળા સુસાધુઓ છે, તેના પક્ષમાં તેના અનુષ્ઠાનમાં, રુચિ=અભિલાષ છે જેને તેવો આ સંવિગ્નપક્ષની રુચિવાળો સ્વયં શિથિલ પણ શુદ્ધ થાય છે એમ અત્રય છે. અહીં પણ=અવસન્નચરણકરણવાળા શબ્દમાં પણ, આપ શબ્દ=સુસ્સાઓ વિ માં રહેલો ગપિ શબ્દ જોડાય છે, ગાથામાં અનેક વખત ક્રિયાનું કથા=શુતિ એ પ્રકારનું ક્રિયાનું કથન, શુદ્ધિનો ભેદ દેખાડવા માટે છે, તે આ પ્રમાણે – મુનિને સાક્ષાત્ શુદ્ધિ છે, ઈતરને= સુશ્રાવકને અને સંવિગ્સપાલિકને, અન્યથા શુદ્ધિ છે–સાધુપણાના કારણરૂપે શુદ્ધિ છે. પ૧૩ના ભાવાર્થ : સુસાધુ સર્વત્ર અભિધ્વંગના ત્યાગપૂર્વક એક વીતરાગભાવ સાથે પ્રતિબદ્ધ માનસવાળા છે, તેથી વિતરાગના વચનનું સ્મરણ કરીને વીતરાગ તુલ્ય થવાને અનુકૂળ અંતરંગ વીર્ય ઉલ્લસિત થાય એ પ્રકારે સંયમની સર્વ ક્રિયાઓ કરે છે, તેથી તેઓ મૂળગુણ અને ઉત્તરગુણથી યુક્ત છે. ક્યારેક અનાભોગ કે સહસાત્કારથી ઉત્તરગુણમાં અલના થાય તોપણ નિરભિમ્પંગ ચિત્ત પ્રત્યે બદ્ધ રાગવાળા હોવાથી તે અલનાને શીધ્ર દૂર કરીને નિગ્રંથભાવની વૃદ્ધિ થાય તે રીતે તેઓ યત્ન કરે છે. તેથી તેમના મન-વચનકાયાના યોગો સર્વ શક્તિથી સંપૂર્ણ કર્મમલના નાશ માટે પ્રવર્તે છે, માટે દઢ ચારિત્રવાળા યતિ સાક્ષાત્ શુદ્ધિને પામી રહ્યા છે. વળી સુશ્રાવક યતિની જેમ જ મોક્ષના અર્થી છે, મોક્ષનો એક ઉપાય નિગ્રંથભાવ છે તેવો સ્થિર નિર્ણય છે તોપણ પ્રત્યાખ્યાનાદિ ક્લાયનો ઉદય હોવાથી ભોગની ઇચ્છારૂપ વિકાર પણ થાય છે, તેથી ભોગની ઇચ્છાવાળા છે અને નિરભિવંગ ચિત્તની ઇચ્છાવાળા છે. એટલું જ નહિ પણ ભોગની ઇચ્છા કરતાં નિરભિવંગ ચિત્ત પ્રત્યે અધિક રાગ છે, તેથી ભોગની ઇચ્છાને ક્ષીણ કરવા માટે અને નિરભિમ્પંગ ચિત્તને પ્રગટ કરવા માટે શ્રાવકધર્મ શ્રેય છે, તેમ જાણે છે તોપણ નિરભિમ્પંગ ચિત્તના દૃઢ વ્યાપારનો વ્યાઘાત કરે તેવી ભોગની ઉત્કટ ઇચ્છા છે માટે જ ભોગ માટે પણ કંઈક પ્રયત્ન કરે છે, છતાં ભોગની ઇચ્છા જીવની વિકૃતિ છે અને નિરભિન્કંગ ચિત્ત જીવની સુંદર પ્રકૃતિ છે તેવો સ્થિર નિર્ણય હોવાને કારણે સુશ્રાવક પોતાની ભૂમિકા અનુસાર શ્રાવકધર્મને સેવીને નિરભિવંગ ચિત્તને અનુકૂળ બળનો સંચય થાય તે પ્રકારે યત્ન કરે છે, તેથી તે પણ શુદ્ધ થાય છે. ફક્ત સુસાધુ જેટલા સત્ત્વવાળા નહિ હોવાથી તેની જેમ શુદ્ધિને પામતા નથી તોપણ સુસાધુની નજીક થવામાં બાધક કર્મોનો નાશ કરીને શુદ્ધિને પામે છે. વળી જેઓ સાધુવેષમાં છે, પરંતુ નિરભિમ્પંગ ચિત્તને ઉલ્લસિત કરવા સમર્થ નથી, તેથી સંયમની ક્રિયા નિરભિમ્પંગ ચિત્તથી કરીને વિશિષ્ટ નિગ્રંથભાવ પ્રગટ થાય તેવો યત્ન કરી શકતા નથી, પરંતુ શાતા વગેરેના અર્થ થવાથી અભિમ્પંગની પરિણતિને કારણે જેમની સંયમની ક્રિયા હણાયેલી છે, તેવા શિથિલ સાધુ પણ સંવિગ્નપક્ષની રુચિવાળા છે સંવિગ્ન એવા સુસાધુના પક્ષની રુચિવાળા છે, તેઓ હંમેશાં સુસાધુના ગુણોની પ્રશંસા કરે છે, સુસાધુની ભક્તિ કરે છે અને પોતાના આચારોની હીનતા દેખાડીને પણ લોકમાં નિગ્રંથ મુનિઓનો માર્ગ કેવો છે, તે જ યથાર્થ બતાવે છે, તેથી તેઓને પણ શુદ્ધ માર્ગની
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy