SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ગાથા: ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૩ भावे हट्ठगिलाणं, न वि जाणइ गाढाऽगाढकप्पं च । सहुअसहुपुरिसं तु, वत्थुमवत्थं च न वि जाइ ।।४०३ ।। ગાથાર્થ : ભાવમાં નીરોગીને, રોગીને જાણતો નથી, ગાઢ કલ્પ્સને-અગાઢ કલ્ટને, સહિષ્ણુ પુરુષનેઅસહિષ્ણુ પુરુષને અને વસ્તુને-અવસ્તુને જાણતો નથી=અગીતાર્થ જાણતો નથી. II૪૦૩II ટીકા ઃ भावे विचार्ये, हृष्टं नीरोगं, ग्लानं रोगाक्रान्तं, नापि जानाति गाढागाढकल्पं च गाढे महति प्रयोजने, अगाढे च सामान्ये यदुचितं तन्न जानाति, पुरुषद्वारमाह - 'सहुअसहुपुरिसं तु वत्थुमवत्युं च न वि जाणइति सहिष्णुं निष्ठुरशरीरम्, असहिष्णुं सुकुमारदेहं, तुशब्दात् परिकर्मितम् अपरिकर्मितं ચ, વસ્તુ આચાર્યાવિદ્ અવસ્તુ સામાન્યરૂપ, મારોડનાક્ષળિ:, નાપિ ખાનાતીતિ ।।૪૦।। ટીકાર્ય ઃ = भावे નાનાતીતિ।। ભાવમાં=વિચારણીયમાં, હૃષ્ટ=રોગ વગરનાને, ગ્લાનને=રોગવાળાને, જાણતો નથી, ગાઢ-અગાઢ કલ્પને અર્થાત્ ગાઢમાં=મોટા પ્રયોજનમાં અને અગાઢમાં=સામાન્યમાં, જે ઉચિત છે તેને જાણતો નથી, પુરુષદ્વારને કહે છે – સહિષ્ણુને=તિષ્ઠુર શરીરવાળાને, અસહિષ્ણુને= કોમળ શરીરવાળાને, તુ શબ્દથી પરિકર્મિત પુરુષને-અપરિકર્મિત પુરુષને, વસ્તુ=આચાર્ય વગેરેને, વસ્તુ=સામાન્ય રૂપવાળા સાધુને અગીતાર્થ જાણતો નથી, મકાર=વઘુમવત્યુંમાં રહેલો મકાર અલાક્ષણિક છે. ૪૦૩|| ભાવાર્થ : ગીતાર્થ સાધુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિષયક અને પુરુષ વિષયક સુજ્ઞાનવાળા હોય છે, તેથી તેને આશ્રયીને સંયમવૃદ્ધિની સર્વ ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે, પરંતુ અગીતાર્થ સાધુ ભાવને આશ્રયીને આ નીરોગી છે કે રોગી છે, તેમ સામાન્યથી જાણે તોપણ નીરોગીને સંયમવૃદ્ધિ માટે કયો આહાર ઉચિત છે, કઈ પ્રવૃત્તિ ઉચિત છે અને ગ્લાનને આશ્રયીને કયો આહાર ઉચિત છે, કઈ પ્રવૃત્તિ ઉચિત છે તેનો વિભાગ કરીને તેમને સંયમયોગમાં પ્રવર્તાવવાનું જાણતા નથી, તેમનું અધિક હિત થાય તે પ્રકારે સંયમયોગમાં પ્રવર્તાવવાનો ઉપાય જાણતા નથી. વળી ગાઢ પ્રયોજનમાં સાધુએ કયા ઉત્સર્ગ-અપવાદનું આલંબન લેવું જોઈએ, સામાન્ય અગાઢ પ્રયોજનમાં શું ઉચિત કરવું જોઈએ ? તેનો નિર્ણય કરી શકતા નથી, તે અગીતાર્થ છે. જેમ કાલિકાચાર્યએ સાધ્વીના સંયમરક્ષણ માટે ગાઢ પ્રયોજન હોતે છતે યુદ્ધ માટે પણ ભૂમિકા નિર્માણ કરી. વળી સામાન્ય
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy