SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૧, ૪૪૨ થી ૪૪૪ ૯૧ નથી; કેમ કે વિવેકના અભાવને કારણે ફ્લેશ સહન કરે છે તેને એક પરલોક શ્રેયકારી થાય છે; કેમ કે વ્યવહારથી તેના ફ્લેશથી ઉપાર્જિત તુચ્છ પુણ્યફલનું ઉપસ્થાન છેઃપ્રાપ્તિ છે. II૪૪૧TI ભાવાર્થ : જેમને વિશેષ વિવેક પ્રગટ્યો નથી તેવા પંચાગ્નિ તપ કરનારા અન્ય દર્શનના સાધુ કે જૈન દર્શનના માસક્ષપણ વગેરે કષ્ટકારી આચરણા કરનારા સાધુ કે બાલ તપસ્વીને આશ્રયીને આલોક શ્રેયકારી નથી; કેમ કે તેમનું ચિત્ત મૂઢભાવથી હણાયેલું હોવાથી વર્તમાન ભવમાં શમભાવના સુખના લેશને પણ પામતા નથી, પરંતુ કષ્ટ વેઠવાના ક્લેશને પામે છે અને પરલોકમાં કષ્ટ વેઠવાને કારણે તુચ્છ પુણ્યના ફળરૂપે દેવલોક મળશે એ અપેક્ષાએ તેમનો પરલોક શ્રેય છે માટે તેવા સાધુને આશ્રયીને મરવું શ્રેય છે. I૪૪૧II અવતરણિકા - अनेन द्वितीयगाथोक्तास्त्रयोऽन्ये भङ्गाः सूचिता द्रष्टव्याः, ते च स्वधिया योज्याः सुगमत्वादिति अधुनार्थप्रतिपादने क्रमोऽतन्त्रमिति न्यायप्रदर्शनार्थं प्रथमगाथोक्तान् भङ्गकान् युनक्तिઅવતરણિકાર્ય : આના દ્વારા=ગાથા-૪૪૧માં બતાવ્યું એના દ્વારા, બીજી ગાથામાં કહેવાયેલા=ગાથા-૪૪૦માં કહેવાયેલા, બીજા ત્રણ ભંગો સૂચન કરાયેલા જાણવા અને સુગમપણું હોવાથી તે પોતાની બુદ્ધિથી જોડવા, હવે અર્થના પ્રતિપાદનમાં ક્રમ અતંત્ર છે એ ચાય બતાવવા માટે પ્રથમ ગાથામાં કહેવાયેલા ભંગોને=ગાથા-૪૩૯માં બતાવાયેલા ચાર વિકલ્પોને, યોજન કરે છે – ભાવાર્થ :ગાથા-૪૪૦માં કહેલા ત્રણ ભાંગાની પ્રાપ્તિ આ રીતે છે. જે લોકો આ ભવમાં સુખ ભોગવનારા છે અને પરલોકમાં દુર્ગતિમાં જનારા છે, તેમને આલોક હિત છે એ રૂપ બીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે. વળી જેઓ આ લોકમાં સુખ ભોગવનારા છે અને પરલોકમાં પણ સદ્ગતિમાં જનારા છે, તેમને ઉભયલોક હિત છે, તે રૂ૫ ત્રીજો વિકલ્પ પ્રાપ્ત થાય છે અને જેઓ આ લોકમાં ક્લેશ કરે છે, સ્વયં ક્લેશ પામે છે, બધાને સંત્રાસ આપે છે અને પરલોકમાં દુર્ગતિમાં જાય છે, તેમને ઉભય લોક અહિત છે, તે રૂ૫ ચોથો વિકલ્પ પ્રાપ્ત થાય છે. એ પ્રકારે ત્રણ ભાંગા બતાવ્યા પછી હવે ગાથા-૪૩૯માં ચાર ભાંગા બતાવ્યા. તેને સ્પષ્ટ કરવા માટે કહે છે – ગાથા : नरयनिरुद्धमईणं, दंडियमाईण जीवियं सेयं । बहुवायम्मि वि देहे, विसुज्झमाणस्स वरमरणं ॥४४२।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy