SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૦૪ ગાથાર્થ : જે યથાવાદને કરતો નથી, તેનાથી બીજો કોણ મિથ્યાદષ્ટિ છે ? અને બીજાને શંકા ઉત્પન્ન કરતો મિથ્યાત્વને વધારે છે. II૫૦૪]] ૧૭૭ ટીકા ઃ यो यथावादं न करोति यथोक्तं नानुतिष्ठति, मिथ्यादृष्टिर्विपरीतदर्शनस्ततः सकाशात् हुरलङ्कारे, कोऽन्यः ?, न कश्चित् स एव मूर्द्धाभिषिक्तो मिथ्यादृष्टिरित्यर्थः, वर्द्धयति च वृद्धिं नयति एव मिथ्यात्वं विपरीताभिनिवेशं परस्यात्मव्यतिरिक्तस्य शङ्कां सर्वज्ञागमगोचरं सन्देहं जनयन्नुत्पादयन् किमेवंविध एव धर्म इति बुद्ध्युत्पत्तेर्न वा किञ्चित् क्रियतेऽत्र केवलमभिधीयत વામાવિત્તિ ।।૦૪।। ટીકાર્થ ઃ यो यथावादं • કૃત્યવાવિત્તિ ।। જે યથાવાદને કરતો નથી=જે પ્રમાણે કહેવાયેલું છે તે પ્રમાણે અનુષ્ઠાન કરતો નથી, તેનાથી બીજો કોણ મિથ્યાદષ્ટિ છે ?=વિપરીત દર્શનવાળો છે ? અર્થાત્ કોઈ નથી, તે જ મસ્તકે અભિષેક કરાયેલો મિથ્યાદષ્ટિ છે=મિથ્યાદ્દષ્ટિઓની મોખરે રહેલો મિથ્યાદ્ગષ્ટિ છે, પરને=પોતાને છોડીને બીજાને, શંકાને ઉત્પન્ન કરતો=સર્વજ્ઞના આગમ વિષયક સંદેહને ઉત્પન્ન કરતો, મિથ્યાત્વને=વિપરીત અભિનિવેશને=ભગવાનના વચનથી વિપરીત આગ્રહને વધારે છે કઈ રીતે પરને શંકા ઉત્પન્ન કરે છે ? એથી કહે છે — - શું આવા પ્રકારનો જ ધર્મ છે ? એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થવાથી અથવા કંઈ કરાતું નથી, કેવળ કહેવાય છે અથવા કેવળ પ્રતિજ્ઞા કરાય છે, કંઈ આચરણ કરાતું નથી, એ પ્રકારનો બોધ થવાથી બીજાને શંકા ઉત્પન્ન કરે છે. ।।૫૦૪। ભાવાર્થ : ભગવાનના વચનાનુસાર ત્રિવિધ ત્રિવિધની આચરણારૂપ સાધુધર્મ કેવી ઉચિત આચરણાવાળો અને કેવા ઉત્તમ ચિત્તવાળો છે, તેનો સૂક્ષ્મ બોધ તે જ સમ્યક્ત્વ છે અને સુવિશુદ્ધ આચરણા કરનારા મહાત્માઓ જે પ્રકારે પ્રતિજ્ઞા કરે છે, તે પ્રકારે ઇન્દ્રિયોનો સંવર કરીને સંયમની ઉચિત ક્રિયાઓ કરે છે, તેને જોઈને ઘણા યોગ્ય જીવોને સંવેગ ઉત્પન્ન થાય છે અને સ્થિર બુદ્ધિ થાય છે કે આવો જ ઉત્તમ ધર્મ આત્મકલ્યાણનું કારણ છે, તેથી સુસાધુએ મન-વચન-કાયાની ગુપ્તિ દ્વારા યાાદને કરીને સમ્યક્ત્વની વૃદ્ધિ કરવી જોઈએ અને જે સાધુ હું ત્રિવિધથી સાવદ્ય યોગનું પચ્ચક્ખાણ કરું છું, એ પ્રમાણે બોલીને તેને અનુરૂપ બાહ્ય ઉચિત પ્રવૃત્તિઓ કરતા નથી અને તેના દ્વારા અસંગભાવને અનુકૂળ ચિત્ત પ્રવર્તાવતા નથી, તેનાથી મોટો બીજો કયો મિથ્યાદૃષ્ટિ છે ? અર્થાત્ તે જ મહામિથ્યાદ્દષ્ટિ છે; કેમ કે સ્વયં વિપરીત આચરણા કરીને
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy