SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૩૫–૫૩૬ ૨૩૩ જેમ ક્ષમાદિભાવોમાં યત્ન કર્યો, તે સર્વનાં કથનોના બળથી પોતે પણ વર્તમાનના પોતાના શરીર બલાદિનો વિચાર કરીને શક્તિ અનુસાર ક્ષમાદિમાં યત્ન કરશે તો જ ધર્મ આત્મામાં પ્રગટ થશે, અન્યથા નહીં થાય. તેવો બોધ જેઓને પ્રસ્તુત ગ્રંથથી થતો નથી, તેઓ ચીકણા કર્મવાળા છે, તેથી યોગ્ય ઉપદેશક દ્વારા ઉપદેશ અપાતો પણ પ્રસ્તુત ગ્રંથ તેઓના હૈયામાં પ્રવેશ પામતો નથી. II૫૩૫॥ અવતરણિકા : अधुनाऽस्यैव प्रकरणस्य पाठादिफलमाह - અવતરણિકાર્થ હવે આ જ પ્રકરણના પાઠાદિના ફ્ળને કહે છે=જેઓ આ ઉપદેશમાલાનું પઠન-પાઠન કરશે, તેના અર્થોનું પુનઃ પુનઃ ભાવન કરશે અને તેના કહેલા પદાર્થોના તાત્પર્યનું સ્પર્ધાત્મક જ્ઞાન કરશે, તેનાથી તેઓને શું ફ્ળ પ્રાપ્ત થાય છે ? તે કહે છે ગાથા: - उवएसमालमेयं, जो पढइ सुणइ कुणइ वा हियए । सो जाणइ अप्पहियं, नाऊण सुहं समायरइ ।।५३६।। ગાથાર્થ ઃ જે જીવ આ ઉપદેશમાલાને ભણે છે, સાંભળે છે અને હ્રદયમાં કરે છે, તે આત્મહિતને જાણે છે, જાણીને સુખપૂર્વક આત્મહિતને આચરે છે. II૫૩૬ના ટીકા ઃ उपदेशमालामेनामनन्तरोक्तां यो धन्यः पठति सूत्रतः, शृणोतीत्यर्थतः करोति वा हृदये, प्रतिक्षणमेतदर्थं भावयतीत्यर्थः, स जानात्यात्महितम् इहलोकपरलोकयोः स्वपथ्यं, ज्ञात्वा सुखमकृच्छ्रेणैव समाचरत्यनुतिष्ठत्यात्महितमिति ।।५३६ ।। ટીકાર્થ : ૩પદ્દેશમાામે ..... આત્મદિમિતિ । અનંતરમાં કહેવાયેલ આ ઉપદેશમાલાને જે ધન્ય પુરુષ સૂત્રથી ભણે છે, અર્થથી સાંભળે છે અને હૃદયમાં કરે છે=પ્રતિક્ષણ આ અર્થને=ઉપદેશમાલાના ગ્રંથથી પ્રાપ્ત થયેલા અર્થને ભાવન કરે છે, તે આત્મહિતને જાણે છે=આલોક અને પરલોકના સ્વપથ્યને જાણે છે, જાણીને=આત્મહિત જાણીને, સુખપૂર્વક=અકૃચ્છથી જ આચરે છે=આત્મહિતને સેવે છે. ૫૩૬॥ ભાવાર્થ : આત્માને વર્તમાનમાં અને આગામીમાં હિતની પરંપરાની પ્રાપ્તિ થાય, તેને અનુકૂળ ઉપદેશના પ્રવાહ
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy