SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૭-૩૮૮ ભાવાર્થ : કેટલાક સાધુઓ સમુદાયમાં રહી શકતા નથી, તેથી એકાકી વિચરે છે. વળી કેટલાક ધર્મનાં ઉપકરણો ધારણ કરે છે. પરંતુ ધર્મની પ્રવૃત્તિ સમ્યગુ કરતા નથી એ પાર્થસ્થા છે. વળી કેટલાક સાધુ સ્વચ્છેદ હોય છે અર્થાત્ સમુદાયમાં હોય તોપણ ગુરુની આજ્ઞા રહિત સ્વમતિથી પ્રવૃત્તિ કરનારા છે અર્થાત્ પરમગુરુના વચનનું સ્મરણ કરીને તેમના વચનાનુસાર ચાલતા ગીતાર્થને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરનારા નથી અથવા તેવા સંયોગોમાં ગીતાર્થ ગુરુની પ્રાપ્તિનો અભાવ હોય તો પરમગુરુના વચન પ્રમાણે જેઓ ચાલનારા નથી, તેઓ સ્વચ્છંદ છે અથવા જે તે ગુરુની આજ્ઞાથી પ્રવૃત્તિ કરનારા છે, તે પ્રવૃત્તિ પરમગુરુના વચન અનુસાર નથી તેઓ પણ સ્વચ્છંદ છે. વળી હંમેશાં એક સ્થાને વસનારા છે, કદાચ ક્યાંય વિહાર કરે તોપણ પોતાનું નિયત સ્થાન કરેલું હોય તે સ્થાનમાં આવીને વસનારા છે, તે સ્થાનવાસી છે. કોઈ અવસન્ન છે અર્થાત્ આવશ્યકાદિ ક્રિયાઓ વિધિ અનુસાર કરવામાં તત્પર નથી, જેમ તેમ કરે છે. આ પાંચ પદોથી સંયમમાં સિદાતા સાધુનું સ્વરૂપ બતાવ્યું. તેમાંથી કેટલાક સાધુમાં બે આદિ સંયોગની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તે પાંચમાંથી બે-ત્રણ વગેરે સ્થાનો પ્રાપ્ત થાય છે અને જેમ જેમ અધિક અધિક સ્થાનો પ્રાપ્ત થાય, તેમ તેમ દોષની વૃદ્ધિ થાય છે. તેથી એ ફલિત થાય કે શિથિલ સાધુમાં પણ તે પાંચ સ્થાનોમાંથી કોઈક એક સ્થાન દઢતા અદઢતાને કારણે અવાન્તર અનેક ભેદવાળું પ્રાપ્ત થાય છે. બે આદિ સ્થાનોની પ્રાપ્તિ થાય તો પહેલા કરતાં અધિક દોષની પ્રાપ્તિ થાય છે. તેથી વિવેકી સાધુએ એકાકી આદિ પાંચેય સ્થાનોના સૂક્ષ્મ સ્વરૂપનું આલોચન કરીને તેના પરિહાર માટે ઉચિત યત્ન કરવો જોઈએ, જેથી પ્રમાદજન્ય દોષની પ્રાપ્તિ થાય નહિ.IN૩૮ળા અવતરણિકા - व्यतिरेकमाहઅવતરણિકાર્ય : વ્યતિરેકને કહે છે – પૂર્વના પાંચ સ્થાનોને તેનાથી વિપરીત સ્વરૂપે કહે છે – ગાથા : गच्छगओ अणुओगी, गुरुसेवी अणियओ गुणाउत्तो । संजोएण पयाणं, संजमआराहगा भणिया ।।३८८।। ગાથાર્થ : ગચ્છમાં રહેલો, અનુયોગી, ગુરુસેવી, અનિયત, ગુણોમાં ઉપયોગવાળો સુસાધુ છે, પદોના સંયોગથી સંયમના આરાધક કહેવાયા છે. ll૩૮૮
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy