SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૭૯ ૧૪૧ અવતરણિકા : यतः सातिचारस्याऽयं दोषस्तस्मादादित एव निरतिचारेण भाव्यम् । यस्तु चिन्तयेद् द्राधीयान् मे पर्यायस्तत एवेष्टसिद्धिर्भविष्यति किं निरतिचारतया तं प्रत्याहઅવતરણિતાર્થ : જે કારણથી સાતિચાર ચારિત્રવાળાને અર્થાત્ પ્રમત્ત સાધુને આ દોષ છે, તે કારણથી પહેલેથી જ નિરતિચાર રૂપે થવું જોઈએ. વળી જે વિચારે છે – મારો પર્યાય દીર્ઘ છે, તેનાથી જ=સાતિચાર હોવા છતાં તે દીર્ઘ પર્યાયથી જ, ઈષ્ટસિદ્ધિ થશે, નિરતિચારપણાથી શું ?=નિરતિચાર ચારિત્ર પાળવું અતિ દુષ્કર છે, તેથી તેમાં યત્ન કરવાથી શું ? તેના પ્રત્યે તેવા પરિણામવાળા જીવ પ્રત્યે, કહે છેઃઉપદેશ આપે છે – ગાથા : न तहिं दिवसा पक्खा, मासा वरिसा व संगणिज्जंति । जे मूल उत्तरगुणा, अक्खलिया ते गणिज्जति ।।४७९।। ગાથાર્થ : તેમાં=ઈષ્ટસિદ્ધિમાં, દિવસો, પખવાડિયાં, મહિના અથવા વર્ષા ગણાતાં નથી, અખલિત જે મૂળગુણો, ઉત્તરગુણો છે તે ગણાય છે. ll૪૭૯II ટીકા : न तस्मिन् धर्मविचारे तस्यां चेष्टसिद्धौ दिवसा पक्षा मासा वर्षाणि वा संगण्यन्ते सम्यक् सङ्ख्यायन्ते किं तर्हि ? ये मूलोत्तरगुणा अस्खलिता निरतिचारास्ते गण्यन्ते इति, त एवेष्टप्रापका इत्यर्थः ।।४७९॥ ટીકાર્ય : તસ્મિન્ ... તેમાં=ધર્મના વિચારમાં અથવા તે ઈષ્ટસિદ્ધિમ=ચારિત્રના પાલનથી થતી ઈષ્ટસિદ્ધિમાં, દિવસો, પખવાડિયાં, મહિલા અથવા વષ ગણાતાં નથી=સમ્યફ ગણના કરાતાં નથી, તો શું ગણાય છે ? એથી કહે છે – અખ્ખલિત=અતિચાર રહિત, જે મૂળ-ઉત્તરગુણો તે ગણાય છે–તે જ ઈષ્ટ એવી નિર્જરાને પ્રાપ્ત કરાવનારા છે. ૪૭૯ ભાવાર્થ : જે સાધુ જે સમયમાં શમભાવના પરિણામપૂર્વક સમભાવની વૃદ્ધિને અનુરૂપ ઉચિત યતના કરે છે, તે સમયે તે સાધુમાં મૂળગુણો અને ઉત્તરગુણો અખ્ખલિત છે અને જ્યારે શમભાવના પરિણામપૂર્વક સંયમની
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy