SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૧-૪૩૨, ૪૩૩ સાધુ સંયમ ગ્રહણ કરીને પ્રમાદવશ ભગવાનની કોઈપણ આજ્ઞાની વિરાધના કરે તો પોતાના બોધિનો નાશ કરે છે અને જન્માંતરમાં ભગવાનના માર્ગને પામતા નથી. આથી ભગવાનની આજ્ઞા છે કે અનાભોગ કે સહસાત્કારથી સંયમજીવનમાં અલ્પ સ્કૂલના થાય તોપણ તત્કાલ તેની શુદ્ધિ કરવી જોઈએ, છતાં જેઓ ઉપેક્ષા કરે છે તેઓ તપ વગેરે બીજી ઘણી આચરણાઓ કરતા હોય તોપણ દુર્લભ બોધિ થાય છે; કેમ કે સર્વ વિરતિ ગ્રહણ કર્યા પછી ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને સર્વ શક્તિથી ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી ભગવાનની આજ્ઞાનો અનાદર ન થાય. જે સાધુ અનાભોગાદિથી સ્કૂલના પામીને ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તત્કાલ તેની શુદ્ધિ કરે છે, તેઓ સુરક્ષિત છે અને જેઓ આજ્ઞાની ઉપેક્ષા કરીને ઘણું કષ્ટ વેઠે છે, તેઓ બોધિનો નાશ કરે છે. II૪૩૧-૪૩શા ગાથા : तो हयबोही पच्छा, कयावराहाणुसरिसमियममियं । पुणवि भवोदहिपडिओ, भमइ जरामरणदुग्गम्मि ॥४३३।। ગાથાર્થ - તે કારણથી=જેઓ ભગવાનની આજ્ઞાનો લોપ કરે છે, તેઓ બોધિનો નાશ કરે છે તે કારણથી, હણાયેલા બોધિવાળા પાછળથી કરાયેલા અપરાધને અનુરૂપ ફરી પણ અમાપ એવા ભવોદધિમાં પડેલા જરા-મરણના દુર્ગમાં ભમે છે. Il૪૩૩ll ટીકા : ततो हतबोधिः पश्चात् कृतापराधानुसदृशं विहितातिचारानुरूपमिमं ज्ञानिनां प्रत्यक्षममितमपरिमाणमनन्तमित्यर्थः पुनरपि भवोदधिं संसारसमुद्रं पतितो भ्रमति जरामरणदुर्गेऽतिगहन इति ।।४३३।। ટીકાર્ય - તતો હતોઃ ... ગતિદિન નિ ! તેથી=મહાવ્રતોની વિરાધના કરીને ભગવાનની આજ્ઞાની વિરાધના કરે છે તેથી, હણાયેલા બોધિવાળા સાધુ પાછળથી કરાયેલા અપરાધને અનુસદશ=કરાયેલા અતિચારને અનુરૂપ, આ જ્ઞાનીઓને પ્રત્યક્ષ એવા અમિત અપરિમાણ=અનંત, ભવોદધિમાં પડેલા ફરી પણ જરા-મરણ દુર્ગમાં=જરા-મરણથી અતિગહન એવા સંસારસમુદ્રમાં ભમે છે. ૪૩૩ ભાવાર્થ : જે જીવ સંસારથી ભય પામીને સંયમ ગ્રહણ કર્યા પછી પણ પ્રમાદવશ વ્રતની મર્યાદાથી વિપરીત આચરણા કરે છે, તેઓ ભગવાનની આજ્ઞાની વિરાધના કરીને પોતાના બોધિનો નાશ કરે છે, એમ પૂર્વમાં કહ્યું તે કારણથી હણાયેલા બોધિવાળા તે સાધુ વર્તમાનના ભવ પછી પોતાના કરાયેલા અપરાધને અનુરૂપ અનંત સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે; કેમ કે ભગવાનની આજ્ઞા પ્રત્યે નિરપેક્ષભાવ થાય
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy