SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૧-૪૩૨ तथा षट्कायमहाव्रतसर्वनिवृत्तीरित्यत्र षट्कायमहाव्रतेषु सर्वथा रक्षणानुष्ठानद्वारेण निवृत्तयो नियमास्ता गृहीत्वा यतिः साधुरेकमपि कायं व्रतं वा विराधयन् किम् ?, अमर्त्यानां शक्रादीनां राजा प्रभुरमर्त्यराजो भगवांस्तस्य सम्बन्धिनीं हन्ति बुध्यतेऽनयेति बोधिः कारणे कार्योपचारादाज्ञा तां, तद्वारेण प्रेत्य जिनप्रणीतधर्मप्राप्तिरूपां वा बोधिं खण्डयतीति ।। ४३२ ।। ૭૬ ટીકાર્ય : सर्वयोगान् . વાડયમિતિ ।। સર્વ યોગોને=સર્વ અધિકારોને, જેમ કોઈ અમાત્યમેળવાયેલી છે કૃપા જેના વડે એવો સચિવ, રાજાના સંબંધવાળા સર્વ અધિકારોને ગ્રહણ કરીને તે પાછળથી આજ્ઞાનું હરણ કરે છતેરાજાના વચનનું ઉલ્લંઘન કરાયે છતે, પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? એથી કહે છે — વધને=લાકડી આદિથી વધને, બંધનને—દોરડા વગેરેથી બંધનને અને દ્રવ્યહરણને=સર્વસ્વ લુંટાઈ જવાને, પ્રાપ્ત કરે છે. ચ શબ્દથી મારણને પ્રાપ્ત કરે છે, પૂર્વના બેમાં અનુસ્વારનો લોપ છે=વવુંપળમાં અનુસ્વારનો લોપ છે અથવા ત્રણેનો પણ આ સમાહાર દ્વંદ્વ છે. દાષ્કૃતિકને કહે છે तथा જીગ્છવતીતિ ।। તે પ્રમાણે=જે કોઈ મંત્રી અનર્થને પ્રાપ્ત કરે છે તે પ્રમાણે, “ષટ્કાય અને મહાવ્રતની સર્વનિવૃત્તિને ગ્રહણ કરીને" એ કથનમાં ષટ્કાયના વિષયમાં અને મહાવ્રતોના વિષયમાં સર્વથા રક્ષણ કરવાના અનુષ્ઠાન દ્વાર વડે નિવૃત્તિ=નિયમો, તેને ગ્રહણ કરીને યતિ=સાધુ, એક પણ કાયને=છ જીવ નિકાયમાંથી એક પણ કાયને અથવા વ્રતને=પાંચ મહાવ્રતોમાંથી એક પણ વ્રતને, વિરાધન કરતો શું ? એથી કહે છે – અમોંના=શક્ર વગેરેના, રાજા=પ્રભુ, અમર્ત્યરાજા= ભગવાન, તેના સંબંધીને=બોધિને, હણે છે. બોધિનો અર્થ કરે છે - ..... આવા વડે બોધ પમાય એ બોધિ, કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી આજ્ઞા=ભગવાનની આજ્ઞા, બોધિ છે, તેને ઉલ્લંઘન કરે છે, તેના દ્વારા જન્માંતરમાં જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિરૂપ બોધિને નાશ કરે છે. ૪૩૧-૪૩૨) ભાવાર્થ: જેમ રાજાની કૃપાને પામેલો કોઈક અમાત્ય સર્વ આજ્ઞાપાલનનો સ્વીકાર કરે, ત્યારપછી કોઈ પ્રમાદ દોષને કારણે તે રાજાના વચનનું ઉલ્લંઘન કરે તો રાજા તરફથી તેને વધ, બંધન, ધનહરણ વગેરે અનર્થ પ્રાપ્ત થાય છે, તેમ રાજા સ્થાનીય ઇન્દ્ર વગેરે દેવોના રાજા તીર્થંકરો છે, તેમની આજ્ઞા પાળવા માટે જે બુદ્ધિમાન પુરુષ સમર્થ હોય તેણે જ સર્વ આજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. જેમ રાજાની આજ્ઞાના પરમાર્થને સમજી શકે તેવો બુદ્ધિમાન પુરુષ મંત્રી થાય, તેમ ભગવાનની આજ્ઞા છે કે છ કાયનું રક્ષણ અને પાંચ મહાવ્રતોના પાલન માટે સતત યત્ન કરવો. જેથી સામાયિકના પરિણામની વૃદ્ધિ થાય, આમ છતાં જે
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy