SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૪૬પ कुरुत मा विषीदत सदनुष्ठाने मा शिथिलीभवत, यतस्तरतमयोगः सातिशयो धर्मकारणसम्बन्धोऽयं वक्ष्यमाणो दुर्लभो दुष्प्रापोऽतस्तत्प्राप्तौ न युक्तः प्रमादः कर्तुं तदुक्तम्प्राप्तमिह मानुषत्वं, लब्ध्वा सद्गुरुसुसाधुसामग्रीम् । तदपि न करोषि धर्मं, जीवक ! ननु वञ्च्यसे प्रकटम् ।।१।। ।।४६५।। ટીકાર્ય : નિતિ પ્રવમ્ II જીવ ક્ષણથી અત્યંત અલ્પકાળથી, જાય છે, પિત્ત, અનિલ, ધાતુઓ રસાદિ અને શ્લેખ એ પ્રકારે હૃદ્ધ છે, તેઓનો ક્ષોભ=પ્રકોપ, તે થયે છતે જીવ ક્ષણમાં મૃત્યુ પામે છે એમ અવાય છે અને તર્ગત જીવગત, આયુષ્યથી ચ્યવે છે, શિષ્યો પ્રત્યે કહે છે – ઉદ્યમ કરો, વિષાદ કરો નહિ સઅનુષ્ઠાનમાં શિથિલ થાઓ નહિ, જે કારણથી હવે કહેવાનારો આ તરતમ યોગસાતિશય એવો ધર્મકારણનો સંબંધ=શક્તિના અતિશયવાળો ધર્મકારણનો સંબંધ દુર્લભ છે. આથી તેની પ્રાપ્તિમાંaધર્મકારણના સંબંધરૂપ મનુષ્યભવની પ્રાપ્તિમાં, પ્રમાદ કરવાને યુક્ત નથી, તે કહેવાયું છે – “અહીં=સંસારમાં, મનુષ્યપણું પ્રાપ્ત થયું, સદ્ગુરુ અને સુસાધુ રૂપ સામગ્રીને પામીને તે પણ ધર્મને કરતો નથી. હે જીવ ! ખરેખર ! તું પ્રગટ ઠગાય છે.” III II૪૬પા. ભાવાર્થ : શરીરમાં પિત્ત, વાયુ, ધાતુઓ અને શ્લેષ્મ હોય છે અને આયુષ્યનો ક્ષય થાય છે, ત્યારે તેની સાથે ધાતુઓ પ્રકોપ પામે છે, તેના કારણે જીવ ક્ષણમાં મૃત્યુ પામે છે. સંસારી જીવોની આ પ્રકારની સ્થિતિ છે. મૂઢ જીવો તેનો વિચાર કરતા નથી, ફક્ત મૃત્યુ આવે છે ત્યારે ખેદને વહન કરે છે. તેથી મૃત્યુનું સ્મરણ કરાવીને ગ્રંથકારશ્રી કહે છે – મૃત્યુની પ્રાપ્તિ પૂર્વે તમે ઉદ્યમશીલ થાઓ, સદનુષ્ઠાનમાં વિષાદ કરો નહિ અર્થાત્ માત્ર બાહ્ય અનુષ્ઠાનમાં નહિ, પરંતુ આત્માના ક્રોધાદિ કષાયો તિરોધાન પામે તે પ્રકારે ઉદ્યમવાળા થાઓ. આથી પૂર્વની ગાથામાં કહ્યું કે કોઈ તમને અસમર્થ કહે તોપણ ક્રોધ કરવો જોઈએ નહિ, પરંતુ હંમેશાં ક્ષમાનું અવલંબન લેવું જોઈએ. તેથી મૃત્યુનો વિચાર કરીને વિવેકી પુરુષે કષાયોનું શમન થાય તે રીતે સદનુષ્ઠાનમાં ઉદ્યમ કરવો જોઈએ. કેમ ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ ? એથી કહે છે – ધર્મનું કારણ એવો સદ્ગુરુ અને સુસાધુની સામગ્રી વગેરેનો તરતમ યોગવાળો સંબંધ વર્તમાન ભવમાં પ્રાપ્ત થયો છે, તે જલ્દીથી પ્રાપ્ત કરવો દુર્લભ છે માટે ક્ષણ પણ પ્રમાદ કરવો જોઈએ નહિ. અહીં તરતમ યોગવાળો કહેવાથી એ પ્રાપ્ત થાય કે દરેકને શરીરબળ, ધૃતિબળ, બાહ્ય સામગ્રી, સદ્ગુરુનો યોગ સમાન પ્રાપ્ત થતા નથી, પરંતુ જેને જે જે પ્રકારે યોગ પ્રાપ્ત થયો છે, તેને સફળ કરવો જોઈએ. જેથી જન્માંતરમાં એકાંતે હિતની પ્રાપ્તિ થાય. I૪ઉપII
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy