SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૧-૫૩૨ સંવિગ્નપાક્ષિક પણ કર્મને અત્યંત પરતંત્ર છે, તેથી પ્રસ્તુત ગ્રંથથી આ રીતે ઉપદેશ અપાયે છતે પણ કલ્યાણના અત્યંત અર્થી પણ તેઓ શક્તિના પ્રકર્ષથી ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ થાય તે રીતે યત્ન કરતા નથી, તેથી ચરણકરણમાં આળસુ એવા પણ તેમને પ્રસ્તુત ઉપદેશ કલ્યાણનું કારણ બનશે નહિ, પરંતુ જેઓ સંસારથી ભય પામેલા છે, મોક્ષના અર્થી છે અને જેમના સંયમમાં પ્રમાદ આપાદક કર્મો શિથિલ છે, તેમને પ્રસ્તુત ગ્રંથનો ઉપદેશ હૈયાને સ્પર્શશે, જેના બળથી તેઓ અપ્રમાદ કરીને ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ થાય તે રીતે શક્તિ અનુસાર સંયમમાં ઉદ્યમ કરશે, માટે તેઓ જ પરમાર્થથી પ્રસ્તુત ગ્રંથના અધિકારી છે, ગુરુકર્મી જીવો નહિ. પ૩૧ી અવતરણિકા : अन्यच्चઅવતરણિકાર્ય - વળી ભારેકર્મી જીવો પ્રસ્તુત ગ્રંથના અધિકારી છે, તે બતાવવા માટે બીજું કહે છે – ગાથા : धम्मत्थकाममोक्खेसु जस्स भावो जहिं जहिं रमइ । वेरग्गेगंतरसं, न इमं सव्वं सुहावेइ ।।५३२।। ગાથાર્થ : ધર્મ-અર્થ-કામ અને મોક્ષમાં જેનો ભાવ જ્યાં જ્યાં રમે છે, તેને વૈરાગ્યએકાંતરસવાળું આ સર્વ=પ્રસ્તુત ઉપદેશમાલાનું સર્વ વર્ણન, સુખનું કારણ બનતું નથી. પ૩રણા ટીકા : धर्मार्थकाममोक्षेषु कथ्यमानेषु यस्य प्राणिनो भावोऽभिप्रायो यस्मिन् यस्मिन् रमते, वीप्सया सर्वरसिकत्वं लक्षयति, तस्य वैराग्यमेकान्तेन रसो यस्य तद् वैराग्यैकान्तरसं, नेदं प्रकरणं सर्वं समस्तमपि सुखयत्यालादमुत्पादयति, प्रत्युत वैमुख्यं करोतीत्यर्थः ।।५३२।। ટીકાર્ય : ઘર્થનમોક્ષેપુ. વરતીર્થ ઉપદેશક દ્વારા કહેવાતા ધર્મ-અર્થ-કામ-મોક્ષમાં જે પ્રાણીનો ભાવ-અભિપ્રાય, જેમાં જેમાં રમે છે, જેમાં જેમાં એ પ્રકારની વીસાથી સર્વરસિકપણાને બતાવે છે અર્થાત્ ચારેય પુરુષાર્થમાં તે રસિક છે તેમ બતાવે છે, તેને તે જીવને, વૈરાગ્યએકાંતથી રસ છે જેને તે વૈરાગ્યએકાંતરસવાળું એવું આ સર્વ પણ=સમસ્ત પણ પ્રકરણ ઉપદેશમાલાનું વર્ણન સુખ ઉત્પન્ન કરતું નથી=આલાદ ઉત્પન્ન કરતું નથી, ઊલટું વિમુખપણાને કરે છે. પ૩રા ભાવાર્થ :જે જીવો સંસારથી અત્યંત ઉદ્વિગ્ન થયા છે, મોક્ષ માટે એક પ્રતિબદ્ધ માનસવાળા છે, તેમને માત્ર
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy