SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૯-૪૪૦ ૯ દેવલોકમાં જનાર છે, એથી બન્ને પ્રકારે કહેવાયા. કાલસોરિક કસાઈ વળી જીવતો ઘણા પાપને કરનારો છે, મરેલો નરકમાં જનારો છે, એથી બન્ને પ્રકારે પણ નિષેધ કરાયો. ૪૪૦ના ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે કેટલાક સાધુ કાયામાત્રથી સંયમના આચારો પાળવા સમર્થ છે, ચાંચલ્યને કારણે ચિત્તના સંક્લેશને વારવા સમર્થ નથી, તેવા સાધુને સંયમની ક્રિયાથી કોઈ ગુણ થતો નથી. તેથી વિચારકને પ્રશ્ન થાય કે તેવા સાધુએ પોતાના ચિત્તના સંક્લેશને કા૨ણે અનર્થના નિવારણ માટે શું અનશન વગેરે કરીને મૃત્યુ સ્વીકારવું જોઈએ ? તેનો ઉત્તર આપે છે - મૃત્યુ વિષયક કોઈ નિયત વિધાન નથી; કેમ કે દુર્દર દેવના દૃષ્ટાંતથી નક્કી થાય છે કે કેટલાક પ્રાણીઓને પ્રાણત્યાગ શ્રેયકારી છે, તેથી જે સાધુ ભાવિના સંક્લેશના નિવારણ માટે પ્રાણત્યાગ કરે અને સમાધિથી પરલોકનું હિત સાધી શકે તેના માટે મ૨ણ શ્રેયકારી છે, જેમ અરણિક મુનિ અત્યંત સુકોમળ કાયાવાળા હતા, તેથી સંયમ પાળવું અશક્ય જણાયું તોપણ અનશન કરીને શુભભાવપૂર્વક મૃત્યુ સ્વીકારી શકે તેમ હતા, તેવા સાધુને આશ્રયીને મૃત્યુ સ્વીકારવું ઉચિત છે. જેમ કોઈ સાધુને બાહ્ય નિમિત્તોને કા૨ણે હંમેશાં ક્લેશ વર્તતો હોય અને દૃઢ યત્નપૂર્વક કષ્ટકારી સંયમની ક્રિયા કરે તોપણ ચાંચલ્ય દોષરૂપ સંક્લેશનું નિવારણ કરી શકે તેમ ન હોય, છતાં અનશન કરીને નિમિત્તોથી પર રહીને પોતાના ચિત્તને વીતરાગના વચનથી ભાવિત કરી શકે તેમ હોય તો તેવા સાધુને આશ્રયીને પ્રાણત્યાગ કલ્યાણકારી થાય. વળી, કેટલાક સાધુને અનશન કરે અને અનશનકાળમાં પણ ચિત્તના સંક્લેશનો પરિહાર ન થાય તો તેનું મૃત્યુ અહિતનું કારણ બને. તેથી કોના માટે મરણ શ્રેય છે, તે પ્રતિનિયત નિયમ નથી તે બતાવવા માટે કહે છે જે મરણથી પરલોકમાં હિત થતું હોય તે મરણ શ્રેયકારી છે, જેમ ભગવાનને છીંક આવી ત્યારે દુર્દર દેવે કહ્યું કે મરણ પામો; કેમ કે મૃત્યુથી પરલોકમાં તેમનું હિત થવાનું છે, મોક્ષમાં અનંતું સુખ પામવાના છે, તેમ જે સાધુને ક્લેશ થતો હોય અને મૃત્યુ સ્વીકારીને પરલોકમાં હિત પામી શકે તેમ હોય તેમના માટે મૃત્યુ જ ઇષ્ટ છે. વળી કેટલાકને જીવિત જ ઇષ્ટ છે, જેમ શ્રેણિક મહારાજા વર્તમાન ભવમાં આત્માને ભગવાનના ધર્મથી વાસિત કરે છે અને પરલોકમાં ન૨કમાં જવાના છે, તેથી જેટલું અહીં જીવશે તેટલું તેમના માટે હિત છે, એ રીતે જે સાધુએ કોઈક નિમિત્તે પરલોકમાં અહિત થાય તેવું આયુષ્ય બાંધ્યું હોય અને પાછળથી જાગૃત થયા હોય તે સાધુએ લાંબું જીવવા માટે ઉચિત યત્ન કરીને ધર્મપરાયણ થઈને જીવવું શ્રેય છે; કેમ કે પરલોકના અહિતનું નિવારણ થાય તેમ નથી, તોપણ વર્તમાન ભવમાં જે કંઈ ઉચિત પ્રવૃત્તિ ક૨શે, તેનાથી થયેલા ઉત્તમ સંસ્કારો અને ઉત્તમ પુણ્ય સાથે આવશે, જેથી ભાવિમાં હિતની પ્રાપ્તિ થશે માટે તેવા સાધુને આશ્રયીને જીવિત જ શ્રેય છે. વળી કેટલાકને જીવિત અને મરણ બન્ને શ્રેય છે, જેમ અભયકુમાર વર્તમાન ભવમાં ઉત્તમ કૃત્ય કરે છે અને પરલોકમાં પણ દેવગતિમાં જવાના છે, તેથી હિત જ છે, તેમ જે સાધુ વર્તમાન ભવમાં શક્તિના
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy