SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પર૪-પરપ ફક્ત નિર્લેપ મુનિઓ લોક પાસેથી માન-ખ્યાતિ મળે તેવા પરિણામવાળા નથી; કેમ કે તેઓ હંમેશાં વિચારે છે કે લોકો આ માન-સન્માન આપે છે તે સંયમને આપે છે, મને નહિ, તેથી તે મહાત્માઓ માનના ગર્વથી તુચ્છ સ્વભાવવાળા થતા નથી, પરંતુ ગુણથી પૂર્ણ પુરુષ આગળ પોતે ઘણા અલ્પ છે તેમ માનીને હંમેશાં પૂર્ણ ગુણવાળા પુરુષને તુલ્ય થવાને સન્મુખ પરિણામવાળા હોય છે, તેથી તેમને લોકોમાં મળતું માન કે લોકોથી કરાતું અપમાન સમાન જણાય છે. આમ છતાં જેઓ સાધુવેષમાં છે અને સંયમની ધુરાને સમ્યગું વહન કરવા સમર્થ નથી, તેથી સંયમના આચારો અવિશુદ્ધ પાળીને મોહનો નાશ કરવા માટે ઉદ્યમ કરવા સમર્થ નથી એવા અવસત્ર સાધુ સંયમની બાહ્ય ક્રિયાઓ કરતા હોય તોપણ ઉતાવળ આદિ દોષને કારણે સંયમની ક્રિયામાં સમ્યગું યત્ન કરતા નથી અને જાણે છે કે મારામાં એવું ધૃતિબળ નથી કે ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને મોહનો નાશ કરવામાં ઉદ્યમ કરી શકું અને પોતાની તે રીતની ઇન્દ્રિયની ચંચળતાને જોનારા હોય છે અને સુસાધુના ત્રણ ગુપ્તિના સમ્યક્ પરિણામને જોઈને હર્ષિત થનારા હોય છે, તેવા અવસત્ર સાધુ સ્વયં સંવેગપૂર્વક સંયમની પ્રવૃત્તિ કરવા સમર્થ નથી તોપણ સંવિગ્ન સાધુઓ પ્રત્યે તેમને બદ્ધરાગ વર્તે છે, તેથી પોતાની હીનતા બતાવીને પણ સંવિગ્નપાક્ષિક સાધુઓ સુસાધુનું આદરતર સન્માન કરે છે અતિશય સન્માન કરે છે, આથી જ દીક્ષાના પર્યાયમાં પોતે મોટા હોવા છતાં નવદીક્ષિત પણ સાધુ ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સંયમમાં યત્ન કરતા દેખાય ત્યારે તેમને વિંદન કરે છે અને પોતાને તે વંદન કરે તો તેનો નિષેધ કરે છે અને કહે છે કે તમારું જીવન ધન્ય છે કે મોહનો નાશ કરવા માટે સુભટની જેમ યત્ન કરવા સમર્થ છો, હું હિન વૃતિબળવાળો છું, તેથી તત્ત્વને જાણવા છતાં તે પ્રકારના સંવરભાવને કરવા અસમર્થ છું, સુસાધુ જ ખરેખર જગતમાં પૂજ્ય છે, તેમ ખ્યાપન કરીને તેમની ભક્તિ કરે છે, આ દુષ્કર કાર્ય છે, આથી જ સંવિગ્નપાક્ષિક પણ પ્રશંસાપાત્ર છે. પિરામાં અવતરણિકા : ननु भगवद्भिरिदमभ्यधायि यदुत त्रयः संविग्नतत्पाक्षिकसुश्रावकलक्षणा मोक्षमार्गास्तत्र ये सुसाधुविहारेण बहुकालं विहत्य पश्चात्कर्मपरतन्त्रतया शैथिल्यमवलम्बते ते कुत्र निक्षिप्यन्तामित्यत યાદ અવતરાણિકર્થ - નનુથી શંકા કરે છે – ભગવાન વડે આ કહેવાયું છે, શું કહેવાયું છે તે યદુતથી સ્પષ્ટ કરે છે – સંવિગ્ન, તત્પાક્ષિક અને સુશ્રાવકના લક્ષણવાળો ત્રણ મોક્ષમાર્ગ છે, ત્યાં=ભગવાન વડે કહેવાયેલા માર્ગમાં જેઓ સુસાધુના વિહારથી ઘણો કાળ વિહાર કરીને પાછળથી કર્મના પરતંત્ર-પણાથી શિથિલતાનું અવલંબન કરે છે, તેઓ કયા પક્ષમાં વિક્ષેપને પામે ? એથી કહે છે –
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy