Book Title: Updesh Mala Part 03
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 252
________________ ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૫૩૭-૫૩૮ ૨૩૫ ટીકા : धंतादीनां षण्णां पदानां प्रथमाक्षरैरभिधानं नाम यस्य स तथा, तच्चेदं 'धम्मदासगणि' त्ति तेनोपदेशमालाप्रकरणमिदं रचितं, सिद्धान्तादुद्धृत्यार्थं सूत्रतो निबद्धं, किमर्थमित्याह-हितो मोक्षः सत्त्वानुग्रहो वा, तद्धेतुत्वात् तदर्थं तनिमित्तमिति ।।५३७।। ટીકાર્ય : વંતાડીનાં .. તત્રિમિતિ || દંતાદિ છ પદોના પ્રથમ અક્ષર વડે અભિધાન=નામ છે જેને તે તેવા છે અને તેઓ ધર્મદાસગણિ છે. તેમના વડે આ ઉપદેશમાલા પ્રકરણ રચાયું છે=સિદ્ધાંતથી અર્થનો ઉદ્ધાર કરીને સૂત્રથી તિબદ્ધ છે. શેના માટે સૂત્રથી તિબદ્ધ છે ? એથી કહે છે – હિત=મોક્ષ અથવા સત્ત્વનો અનુગ્રહ, તેનું હેતુપણું હોવાથી તઅર્થ=તનિમિત્ત રચાયું છે. પ૩થા ભાવાર્થ : ધંત આદિ ઉત્તમ વસ્તુઓના વાચક, શબ્દોના પ્રથમ અક્ષરથી વાચ્ય ધર્મદાસગપણનું નામ છે અને તેમણે સિદ્ધાંતથી અર્થનો ઉદ્ધાર કર્યો છે અને સૂત્રથી આ પ્રકરણ રચેલું છે. જેથી તેનાથી ભાવિત થઈને પોતે મોક્ષને પામે અર્થાત્ મોક્ષરૂપ હિતને પ્રાપ્ત કરે અથવા યોગ્ય જીવો તેનું ભાવન કરીને મોક્ષને પ્રાપ્ત કરે, તેના માટે રચ્યું છે. તેથી ફલિત થાય કે જેઓ આ ગ્રંથના પરમાર્થથી ભાવિત થશે, તેઓ પોતાના પુરુષકારને ક્ષમાદિભાવોમાં પ્રવર્તાવીને સુખપૂર્વક સંસારનો ક્ષય કરવા સમર્થ બનશે અને જેઓ માત્ર ગ્રંથ વાંચીને મનથી સંતોષ માનશે, તેઓને વાચન માત્રના શ્રમરૂપ ફળની પ્રાપ્તિ થશે, માટે વિવેકી પુરુષે પ્રસ્તુત ગ્રંથને સમ્યગુ ભાવન કરીને ગ્રંથકારશ્રીના શ્રમને સફળ કરવો જોઈએ. પ૩ના અવતરણિકા : यतश्चेदं भगवत्प्रवचनार्थं गृहीत्वा विरचितमत एव तस्य कल्पतरुरूपकेण स्तवं कुर्वनाहઅવતરણિતાર્થ - જે કારણથી આ ભગવદ્ પ્રવચનના અર્થને ગ્રહણ કરીને રચાયેલું છે. આથી જ તેનું ઉપદેશમાલા ગ્રંથનું, કલ્પતરુરૂપપણારૂપે સ્તવનને કરતા ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : जिणवयणकप्परुक्खो, अणेगसत्तत्थसालविच्छिन्नो । तवनियमकुसुमगुच्छो, सोग्गइफलबंधणो जयइ ।।५३८ ।। ગાથાર્થ : જિનવચનરૂપી કલ્પવૃક્ષવાળો, અનેક શાસ્ત્રના અર્થરૂપી શાખાથી વિસ્તીર્ણ તપ-નિયમરૂપી કુસુમના ગુચ્છાવાળો, સુગતિના ફળના બંધવાળો ઉપદેશમાલા ગ્રંથ જય પામે છે. I૫૩૮II.

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258