________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૩-૧૩૪
૨૨૯
વળી સંવિગ્નપાક્ષિક જીવો પણ તપ-સંયમમાં આળસુ હોય છે. તેમાં પણ કેટલાક સંવિપાક્ષિક સંયમ પ્રત્યે અત્યંત પ્રતિબદ્ધ ચિત્તવાળા હોય છે. તેથી પોતાના જીવનમાં થતો પ્રમાદ તેઓને અત્યંત શલ્યની જેમ ખટકતો હોય છે. તેથી તેને દૂર કરવા માટે તેઓ અભિમુખ પરિણામવાળા હોય છે. તેવા નિર્મળ જ્ઞાનવાળા સંવિગ્નપાક્ષિક જીવોને મોક્ષના એક કથનમાં રસ હોય છે. તેઓને પ્રસ્તુત કથા સુખાકારી પણ થાય છે. જેમ હરિભદ્રસૂરિ સંવિગ્નપાક્ષિક હતા તોપણ ભવવિરહ પ્રત્યે તેમનું ચિત્ત અત્યંત પ્રતિબદ્ધ હતું, તેના કારણે તેમનાં સર્વ કથનોમાં “ભવથી વિરક્તનાં સૂચક વચનો પ્રાપ્ત થાય છે. તેથી ઉપલક્ષણથી તેવા ભવથી વિરક્ત શ્રાવકો કે જેઓને અર્થ-કામકથામાં રસ નથી, માત્ર મોક્ષની કથામાં રસ છે અને મોક્ષના ઉપાયભૂત તીવ્ર સંવેગને ઉલ્લસિત કરવાના અભિલાષવાળા છે, આમ છતાં અનાદિ અભ્યાસને કારણે ઇન્દ્રિયની ચંચળતા હોવાથી સંયમની પ્રવૃત્તિમાં તે પ્રકારનો યત્ન કરી શકતા નથી. જેથી ગુપ્ત ગુપ્તતર થઈને નિર્લેપભાવ પ્રગટ કરી શકે તેવું ધૃતિ બળ નથી, તોપણ સંયમ જ સાર છે તેવી સ્થિર બુદ્ધિ હોવાને કારણે અને સંયમ પ્રત્યે અત્યંત પ્રતિબદ્ધ ચિત્ત હોવાને કારણે તેઓ પણ સુસાધુ તુલ્ય થવાના અત્યંત અર્થી છે, તેથી તેવા જીવોને પણ પ્રસ્તુત ગ્રંથ કર્ણના સુખને દેનારો થાય છે. પ૩૩ અવતરણિકા :
अन्यच्चेदं प्रकरणं मिथ्यात्वाहिदष्टजन्तूनां साध्यासाध्यत्वविज्ञानाय प्रयुक्तं सङ्ग्रहपरिच्छेदकारीति दर्शयत्राहઅવતરણિકાર્ય :
અને બીજું, આ પ્રકરણ સાધ્ય-અસાધ્યત્વના વિજ્ઞાન માટે=આત્મા માટે સંસારનો ઉચ્છેદ સાધ્ય છે અને સંસારના ભાવો વર્ષ છે અર્થાત્ અસાધ્ય છે, તેના બોધ માટે કરાયેલું મિથ્યાત્વરૂપી સાપથી ડસાયેલા જીવોના સંગ્રહના પરિચ્છેદ કરનાર છે–તેઓને બોધ કરાવવા માટે સમર્થ નથી તેથી તેઓના સંગ્રહના નિષેધ કરનાર છે. તેને બતાવતાં કહે છે – ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ ઉપદેશમાલા ગ્રંથ યોગ્ય જીવોને પોતાના પુરુષકારથી શું સાધ્ય છે અને શું અસાધ્ય છે, તેનો બોધ કરાવવા અર્થે પ્રસ્તુત ગ્રંથની રચના કરેલ છે. જેથી યોગ્ય જીવો સાધ્ય એવા આત્માના ગુણોને પુરુષકાર દ્વારા પ્રગટ કરી શકે અને અસાધ્ય એવા બાહ્ય ભાવોની ઉપેક્ષા કરવા યત્ન કરી શકે તોપણ તે બોધ જેઓમાં ગાઢ મિથ્યાત્વ વર્તે છે, તેવા જીવોને કરાવવા સમર્થ નથી. તેથી તેઓના સંગ્રહનો નિષેધ કરનાર છે તે પ્રમાણે બતાવતાં કહે છે –
ગાથા -
सोऊण पगरणमिणं, धम्मे जाओ न उज्जमो जस्स । न य जणियं वेरग्गं, तं जाण अणंतसंसारी ।।५३४।।