Book Title: Updesh Mala Part 03
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 249
________________ ૨૩૨ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પરૂપ સ્થિતિથી સબોધને ઉત્પન્ન કરે છેસ્વકાર્યકરણ શક્તિરૂપ સદ્ધોધને ઉત્પન્ન કરે છે, વ્યતિરેકને કહે છે=વિપરીત જીવોને સબોધ નથી કરતું, એ પ્રમાણે વ્યતિરેકને કહે છે. કર્મમલ ચિક્કણ જીવોને=મિથ્યાત્વાદિ કાદવથી લેપાયેલા જીવોને કહેવાનું આ પ્રકરણ પાસેથી જાય છે, અંદરમાં પ્રવેશ થતું નથી. ઉપરમાં અડે છે=શબ્દોથી શાબ્દબોધમાત્ર થાય છે. પ૩પા. ભાવાર્થ : જે જીવોમાં બુદ્ધિના વિપર્યાસનું આપાદક મિથ્યાત્વ મોહનીય અને ભોગમાં સંક્લેશ આપાદક અન્ય કષાયો વિદ્યમાન હોવા છતાં ઘણા ઉપશમભાવને પામે છે. તેથી તેઓનું તત્ત્વને જોવામાં વિપર્યા. આપાદક કર્મ ઉપદેશની સામગ્રીથી ક્ષયને પામી શકે તેવું ક્ષીણ છે, તેવા જીવોને યોગ્ય ઉપદેશક શ્રોતાના બુદ્ધિને પ્રસ્તુત ગ્રંથનાં દરેક સ્થાનો સંવેગપૂર્વક કરે. જેથી તેવા જીવોને ગ્રંથકારશ્રીએ જે અભિપ્રાયથી જે જે કથનો કર્યા છે, તે તે કથનો તે તે અભિપ્રાયથી શ્રોતાને સદ્ધોધ ઉત્પન્ન કરે છે અને જે શ્રોતાનાં કર્મો કાંઈક મંદ થયા હોવા છતાં કાંઈક પ્રયત્નથી ક્ષયોપશમભાવ પામે તેવાં છે, છતાં ઉપદેશક નવનિપુણતાપૂર્વક અને શ્રોતાની બુદ્ધિનું સમ્યગુ સમાલોચન કરીને તેની બુદ્ધિને સ્પર્શે તે પ્રકારે નિરૂપણ ન કરે તો કાંઈક પ્રયત્નથી તે કર્મો ક્ષયોપશમભાવને પામે તેવાં છે, તોપણ તે જીવોને તે ઉપદેશકના વચનથી આ ગ્રંથ સમ્યગુ સમ્બોધને પ્રાપ્ત કરાવી શકતો નથી. વળી જેઓનાં કર્મો અતિ ચીકણાં છે, તે જીવો અતિવિપર્યાસ બુદ્ધિવાળા છે, ભોગ પ્રત્યે અત્યંત સંક્લેશવાળા છે. તેઓ ક્વચિત્ પ્રસ્તુત ગ્રંથ સાંભળે તોપણ તે ગ્રંથ તેઓના બહારથી પસાર થાય છે, અંદરમાં પ્રવેશ પામતું નથી. જેમ મરીચિ પાસે કપિલ ધર્મ સાંભળવા આવેલ છે. મહાપ્રાજ્ઞ મરીચિ નિપુણતાપૂર્વક સદ્ધર્મને કહે છે, ભગવાનની પાસે મોકલે છે, છતાં મરીચિથી અને ભગવાનથી ભાવસાધુનું પારમાર્થિક સ્વરૂપ તેના હૈયાને સ્પર્શતું નથી. સુખશેલીયો ધર્મ કરવાના અભિલાષવાળો છે અને તેવો ધર્મ સેવીને આત્મહિત સાધવું છે, તેવી વિપર્યાસ બુદ્ધિ પ્રચુર છે. તેથી મરીચિનાં વચનો કે ભગવાનનો ઉપદેશ તેની પાસેથી પસાર થાય છે, અંદરમાં પ્રવેશતો નથી અને મરીચિએ અહીં પણ ધર્મ છે, તેમ કહ્યું. તેથી સુખશેલીયો ધર્મ તેને ધર્મરૂપે ભાસે છે. વસ્તુતઃ વિવેકી શ્રાવકો પણ તેવો સુખશેલીયો ધર્મ કરે છે તોપણ તેઓની બુદ્ધિમાં ભાવસાધુનું સ્વરૂપ જ ધર્મરૂપે પ્રતિભાસ થાય છે. તેની શક્તિનો અભાવ હોવાથી તેની શક્તિના સંચય અર્થે સ્વભૂમિકાનુસાર તેઓ ધર્મ કરે છે. જ્યારે કપિલને ગાઢ વિપર્યાય આપાદક કર્મને કારણે ત્રણ ગુપ્તિના પરમાર્થને સ્પર્શે તેવો ધર્મ ધર્મરૂપે જણાતો નથી, પરંતુ મરીચિએ કલ્પિત કરેલા વેષમાં રહેલો ધર્મ જ ધર્મ જણાય છે, તેમ જેઓ પ્રસ્તુત ઉપદેશમાલા સાંભળે છે તોપણ જે રીતે ત્રણ ગુપ્તિમાં જવાને અનુકૂળ મહાપરાક્રમ કરવાનો સૂક્ષ્મ બોધ પ્રસ્તુત ગ્રંથ કરાવે છે, તેના હાર્દને જેઓ સ્પર્શવા યત્ન કરતા નથી અને પોતે સ્વકલ્પિત સાધ્વાચારાદિની ક્રિયા કે શ્રાવકાચારની ક્રિયાઓ કરીને ધર્મ સેવે છે, તેવી બુદ્ધિવાળા જીવો પણ ચીકણા કર્મવાળા હોવાથી તેઓને વિવેકી ઉપદેશક દ્વારા કહેવાતો પણ પ્રસ્તુત ગ્રંથ અંતરંગ પ્રવેશ પામતો નથી; કેમ કે પ્રસ્તુત ગ્રંથનો સાર એ નથી કે ધર્મબુદ્ધિથી યથાતથા ધર્મ કરે તેને ધર્મ કહેવાય. પરંતુ જે ધર્મનું સેવન ક્ષમાદિભાવોના પ્રકર્ષનું કારણ બને તે જ પારમાર્થિક ધર્મ છે. તેથી ગજસુકુમાલાદિ ઋષિઓએ પોતાના સત્ત્વને અનુરૂપ

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258