________________
ઉપદેશમાલા ભાગ-૩ ગાથા-૫૧૯-૫૨૦
ટીકાર્યઃ
तस्मात् આ સ્થિત છે
મોક્ષમાર્ગાવિત્તિ ।। તે કારણથી=ગાથા-૫૧૩થી અત્યાર સુધી વર્ણન કર્યું તે કારણથી, સાવધયોગના પરિવર્જનથી=હેતુભૂત એવા પાપવાળા વ્યાપારના પરિહાર-રૂપ સાવધયોગના પરિવર્જનથી સર્વોત્તમ યતિધર્મ છે=સાધુના આચારરૂપ મોક્ષમાર્ગ છે, બીજો શ્રાવકધર્મ છે, ત્રીજો સંવિગ્નપક્ષનો માર્ગ છે તેનું હેતુપણું હોવાથી તે બન્ને પણ=શ્રાવકધર્મ અને સંવિગ્નનો પક્ષ એ બંને પણ, મોક્ષમાર્ગ છે. ૫૧૯।।
=
૨૦૧
ભાવાર્થ:
સાધુઓ મન, વચન, કાયા રૂપ ત્રણેય યોગોથી સંસારના બાહ્ય પદાર્થો પ્રત્યે નિ૨પેક્ષ થઈને આત્માના અકષાયભાવમાં સ્થિર થવા માટે યત્ન કરનારા છે, એથી તેમને સંપૂર્ણ સાવદ્યયોગનું વર્ઝન છે; કેમ કે બાહ્ય પદાર્થને અવલંબીને કષાયનો ઉપયોગ એ સાવઘયોગ છે અને સુસાધુ જિનવચનનું અવલંબન લઈને કષાયનું ઉન્મૂલન થાય તે પ્રકારે દૃઢ પ્રણિધાનપૂર્વક સતત સંયમની ક્રિયા કરે છે, તેથી સાધુની પૂર્ણ શક્તિ મોક્ષને અનુકૂળ વ્યાપારવાળી છે માટે યતિધર્મ સર્વોત્તમ છે.
વળી શ્રાવકો સુસાધુની જેમ જ ત્રણ ગુપ્તિના પરમાર્થને જાણનારા છે, ત્રણ ગુપ્તિના અત્યંત અર્થા છે, પરંતુ ત્રણ ગુપ્તિમાં સાક્ષાદ્ યત્ન કરવા અસમર્થ છે; કેમ કે ઇન્દ્રિયોની ચંચળતા અને ચિત્તનો વિકાર શાંત થયો નથી, તેથી સાધુની જેમ સર્વથા નિરપેક્ષ થવામાં શ્રાવક યત્ન કરવા સમર્થ નથી તોપણ સાધુધર્મના અર્થી થઈને અને સાધુધર્મનું પરિભાવન કરીને સાધુધર્મનું કારણ બને તે રીતે અપ્રમાદથી શ્રાવકધર્મ સેવે છે, તેથી સાધુધર્મ કરતાં કંઈક હીન બીજો શ્રાવકધર્મ છે.
વળી સંસા૨થી ભય પામીને સંયમ ગ્રહણ કર્યા પછી ગુપ્તિનું પાલન તલવારની ધાર પર ચાલવા જેવું અતિદુષ્કર કાર્ય છે, તેમ જાણીને તેનું પાલન કરવા અસમર્થ છે, છતાં સાધુધર્મના અત્યંત અર્થા છે એવા શિથિલ આચારવાળા સાધુઓ હંમેશાં સાધુધર્મની પ્રશંસા કરીને અને પોતાના પ્રમાદની નિંદા કરીને સંવિગ્નપક્ષના પથમાં રહેલા છે, તેથી સમ્યગ્દષ્ટિ છે તેમનો ત્રીજો માર્ગ છે; કેમ કે શુદ્ધ માર્ગની રુચિને કારણે સમ્યક્ત્વ હોવાથી શ્રાવક કરતાં હીન હોવા છતાં સાધુધર્મને અભિમુખ પરિણતિવાળા છે. I૫૧૯ના અવતરણિકા :
शेषाणां का वार्त्तेत्यत आह
અવતરણિકાર્ય :
શેષની=ત્રણ માર્ગમાં રહેલા સિવાયનાની, કઈ વાર્તા છે ? એથી કહે છે
ગાથા :
सेसा मिच्छद्दिट्ठी, गिहिलिंगकुलिंगदव्वलिंगेहिं ।
जह तिनि उ मुक्खपहा, संसारपहा तहा तिणि ।।५२० ।।